IND vs SL: ટીમ ઈન્ડિયાએ 37 વન-ડેમાંથી 30માં શ્રીલંકાને હરાવ્યું, ત્રીજીવાર ક્લિન સ્વિપ કરવાની તક

IND vs SL: ટીમ ઈન્ડિયાએ 37 વન-ડેમાંથી 30માં શ્રીલંકાને હરાવ્યું, ત્રીજીવાર ક્લિન સ્વિપ કરવાની તક
તસવીર-એપી

India vs Sri lanka ODI Series: શિખર ધવન (Shikhar Dhawan)ને કેપ્ટન તરીકે પહેલીજ સીરીઝમાં જીત મેળવીને ઈતિહાસ બનાવી દીધો છે. ટીમ ઈન્ડિયા (Team India)એ ત્રણ મોચોની વન-ડે સીરીઝમાં (IND vs SL)માં 2-0 થી અજય લીડ મેળવી લીધી છે. અંતિમ મેચ 23 જુલાઈના દિવસે રમાશે.

  • Share this:
    કોલંબો: ટીમ ઈન્ડિયા (Team India)ના યુવા ખેલાડીઓના દમ પર વન-ડે સીરીઝ મેળવી લીધી છે. ત્રણ મેચોની સીરીઝ (INDvs SL)ની બીજી મેચમાં શિખર ધવન (Shikhar Dhawan)ની કેપ્ટનશીમાં મેજબાન શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું હતું. ટીમની સીરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. ટીમને શ્રીલંકા સામે સતત 9મી સીરીઝમાં જીત મેળવી છે. સીરીઝની અંતિમ મેચ 23 જુલાઈના દિવસે થઈ શકે છે. ત્યાર બાદ બંન્ને દેશોની વચ્ચે ત્રણ ટી-20 મેચ આયોજીત થવાની છે.

    ભારત અને શ્રીલંકાની વચ્ચે અંતિમ 9 સીરીઝમાં વાત કરીએતો ટીમ ઈન્ડિયાએ તમામ 30 મેચોમાં જીત મેળવી છે. જ્યાર 7 મેચમાં શ્રીલંકાને પણ જીત મળી છે. એટલે કે ટીમ ઈન્ડિયા લંકા કરતા ચાર ગણી મેચમાં જીત મેળવી છે. આ દરમિયાન બે વાર 5-0 અને 5-0થી ક્લિન સ્વિપ પર કરી છે. જો આ ટીમ અંતિમ મેચમાં જીત મેળવી લે છે તો તે છેલ્લી 9 મેચોમાં 3 સીરીઝ પર ક્લિન સ્વિપ કરી શકે છે.



    આ પણ વાંચો: India vs County Select XI: ટીમમાં સ્થાન ન મળતા કાઉન્ટી ટીમ તરફથી રમવા લાગ્યા સુંદર-આવેશ

    ધવન પાસે સેહવાગની બરોબરી કરવાનની તક

    હાલની સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની કમાન શિખર ધવનને કમાન સોપવામાં આવી છે. બંન્ને મેચમાં ભારતે જોરદાર જીત મેળવી લીધી છે. અને જો ભારત અંતિમ મેચ પણ જીતી લે છે તો શ્રીલંકા સામે મેચો જીતવાની બાબતમાં શિખર ધવન સેહવાગની બરાબરી કરી શકે છે. વીરેન્દ્ર સેહવાગે શ્રીલંકા સામેની 4 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. જેમાં 3મેચોમાં ભારતે જીત મેળવી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો.





    એમએસ ઘોની સૌથી સફળ કેપ્ટન

    ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે સૌથી વધુ 92 વન-ડે મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતે પાકિસ્તાનને પણ પાછળ છોડી દીધું છે. પાકિસ્તાનને 92 મેચોમાં જીત મળી છે. શ્રીલંકા સામે ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ સૌથી વધારે વન-ડે મેચોમાં જીત મેળવી છે. તેમણે 41 મેચોમાં કેપ્ટનશીપ કરી હતી અને 25 મેચોમાં જીત મેળવી હતી જ્યારે 13 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મોહમ્મ્દ અજરુદ્દીન (17), વિરાટ કોહલી (12) ત્રીજા સ્થાને કપિલ દેવ (10) ચોથા નંબરે રાહુલ દ્રવિડ (8) છે. રાહુલ દ્રવિડને શ્રીલંકાના પ્રવાસ પર કોચ બનાવવામાં આવ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:July 21, 2021, 16:41 IST

    ટૉપ ન્યૂઝ