Home /News /sport /IND vs SL: શિખર ધવને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં કરી ધમાકેદાર બેટિંગ, ફટાકારી 33મી અર્ધસદી

IND vs SL: શિખર ધવને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં કરી ધમાકેદાર બેટિંગ, ફટાકારી 33મી અર્ધસદી

તસવીર- AP

India vs Sri lanka ODI Series: ટીમ ઈન્ડિયા(Team India)એ શ્રીલંકાને પ્રથમ વનડે (India vs Sri lanka)માં 7 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. કેપ્ટન તરીકે શિખર ધવને (Shikhar Dhawan)પહેલી જ મેચમાં અણનમ અડધી સદી ફટકારી હતી.

વધુ જુઓ ...
કોલંબો: શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા(Team India)ની જીત સાથે શરૂઆત થઈ છે. પ્રથમ વનડેમાં (India vs Sri lanka)ટીમે શ્રીલંકાને 7 વિકેટથી હરાવી હતી. પ્રથમ મેચ રમતા શ્રીલંકાએ 9 વિકેટે 262 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 36.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. કેપ્ટન તરીકે શિખર ધવને પ્રથમ મેચમાં 86 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. શ્રેણીની બીજી મેચ આ જ ગ્રાઉન્ડ પર 20 જુલાઈએ રમાશે. ટીમ ઈન્ડિયા 2012થી શ્રીલંકા સામે વનડેમાં હાર્યું નથી.

પૃથ્વી શૉએ અપાવી ઝડપી શરૂઆત

ટીમ ઈન્ડિયાએ લક્ષ્યનો પીછો કરવાનું શરૂ કર્યું. શિખર ધવન અને પૃથ્વી શો (43) એ 5.3 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 58 રન જોડ્યા. પૃથ્વીએ ઇનિંગ્સમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી, મેદાનમાં ઇશન કિશન (59)એ ડેબ્યૂ વનડેમાં અડધી સદી ફટકારીને પોતાની જાતને સાબિત કરી હતી. તેણે 42 બોલનો સામનો કર્યો. 8 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી. તેણે ધવનની સાથે બીજી વિકેટ માટે 74 બોલમાં 85 રન જોડ્યા હતા.

કેપ્ટન તરીકે ફિફ્ટી મારનાર ધવન છઠ્ઠો ખેલાડી

ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડી શિખર ધવને કાળજીપૂર્વક બેટિંગ કરી હતી. તેણે ત્રણેય પૃથ્વી, ઇશાન અને મનીષ પાંડે સાથે અડધી સદીની ભાગીદારી કરી હતી. મનિષ પાંડે 26 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ધવનની સાથે 72 રન જોડ્યા. વનડે ડેબ્યૂ કરનાર સૂર્યકુમાર યાદવ 31 રને અણનમ રહ્યો હતો. આ રીતે ટીમે મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ધવને 95 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. 6 ચોગ્ગા અને 1 સિક્સ મારી હતી. કેપ્ટન તરીકે પહેલી મેચમાં અડધી સદી ફટકારનાર ધવન છઠ્ઠો ભારતીય બની ગયો છે. આ સાથે તેની વનડેમાં 6 હજાર રન પણ પૂર્ણ થયા હતા. પૃથ્વી શો મેન ઓફ ધ મેચ રહ્યો હતો.





શ્રીલંકાએ પહેલા જીત્યો હતો ટોસ

આ પહેલા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. અવિશ્કા ફર્નાન્ડો (32) અને મીનોદ ભાનુકા (27) એ 9.1 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી નોંધાવી. લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે અવિશ્કાને પ્રથમ બોલ પર આઉટ કરીને યજમાનોને પ્રથમ ઝટકો આપ્યો હતો. આ પછી, ભાનુકા રાજપક્ષે (24) સારો હાથ બતાવ્યો અને 22 બોલમાં 24 રન બનાવ્યા. તે તેની વનડે ડેબ્યૂ કરી રહ્યો હતો. પરંતુ કુલદીપે શ્રીલંકાને એક ઓવરમાં રાજપક્ષે અને ભાનુકરને આઉટ કરીને મોટો ઝટકો આપ્યો હતો. કેપ્ટન શનાકા 39 નંબર પર બેટિંગ કરવા ઉતર્યા હતા અને ચામિકા કરુનારાત્ને અણનમ 43 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને દીપક ચહરે બે-બે વિકેટ ઝડપી હતી.
First published:

Tags: India vs Sri Lanka, Shikhar dhawan, Team india, ક્રિકેટ ન્યૂઝ