Home /News /sport /IND vs SL: ભારતે શ્રીલંકા સામે 2-0થી T-20 શ્રેણી જીતી, રોહિતની કેપ્ટનશીપમાં સતત ત્રીજી સીરિઝમાં જીત

IND vs SL: ભારતે શ્રીલંકા સામે 2-0થી T-20 શ્રેણી જીતી, રોહિતની કેપ્ટનશીપમાં સતત ત્રીજી સીરિઝમાં જીત

IND vs SL T20 Series : ભારતનો ઘર આંગમે સતત ત્રીજો ટી-20 શ્રેણી વિજય, કેપ્ટન રોહિતની આગેવાનીમાં જીત

IND vs SL ScoreCard: ભારતે બીજી ટી-20માં ટોસ જીતી શ્રીલંકાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જેના જવાબમાં શ્રીલંકાએ 184 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયર, સંજુ સેમસન અને રવિન્દ્રન જાડેજા જીતના હીરો

    IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટી-20 (IND vs SL Second T20 Live Score) મેચમાં ભારતે તોફાની બેટિંગની મદદથી શ્રીલંકાએ આપેલા લક્ષ્યને 7 વિકેટે હાસલ કરી લીધો છે. ભારતે કેપ્ટન રોહિત શર્મા (Rohit sharma)ની આગેવાનીમાં આ મેચ સાથે શ્રીલંકા સામે 2-0થી સીરિઝમાં પણ જીત મેળવી છે. આ સાથે જ ભારતના નવા કેપ્ટન રોહિત શર્માનો આ સતત ત્રીજો ટી-20 શ્રેણી વિજય છે. ભારતે ટોસ જીતી શ્રીલંકાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું જેના જવાબમાં શ્રીલંકાએ 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારત વતી શ્રેયસ ઐયર (Shreyas Iyer)ની સ્ફોટક 74 રનની ઈનિંગ અને સંજુ સેમસમની 39 રનની ઈનિંગ તેમજ રવિન્દ્ર જાડેજાની 34 રનની ઈનિંગની મદદથી ભારતનો શ્રેણી વિજય થયો છે.

    બે વિકેટ જલદી પડી પણ ઐયરે સૂચક ઈનિંગ રમી

    ભારતની શરૂઆત સારી નહોતી રહી. કેપ્ટન રોહિત શર્મા (Rohit sharma) અને કીપર ઈશાન કિશન (Ishan KLishan)ની જલદી વિકેટ પડી ગઈ હતી. ભારતનો સ્કોર 44 રનના નુકસાને 2 વિકેટ હતો. તેવામાં શ્રેયસ ઐયર અને સંજુ સેમસનના ખભે ઈનિંગ લઈ જવાની જવાબદારી હતી.

    આ પણ વાંચો :  IPL 2022 Groups: આઈપીએલ 2022ના મેદાન-ગ્રુપ-તારીખ જાહેર, CSK, RCB અને ગુજરાત એક જ ગ્રુપમાં

    ઐયર સેમસને 84 રનની પાર્ટનરશીપ કરી

    કેપ્ટન રોહિત અને ઈશાન આઉટ થઈ જતા જવાબદારી શ્રેયસ ઐયરના અને સંજુના ખભે હતી. આ બંને ખેલાડીઓએ રનનો વરસાદ કરી નાખ્યો. બંનેએ ચોથા વિકેટની ત્રીજી વિકેટની ભાગીદારી માટે 50 બોલમાં 84 રન કરી શ્રીલંકન બોલરોના દાત ખાટા કરી નાખ્યા સેમસને 25 બોલમાં 39 રન બનાવ્યા જેમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા જ્યારે શ્રેયસ ઐયરે 44 બોલમાં નોટાઉટ 74 રન બનાવ્યા જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા શામેલ હતા,



    જાડેજાનું શાનદાર પૂનરાગમન, રનનો વરસાદ કર્યો

    રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમમાંથી બહાર હતો. જોકે, જાડેજાએ ટીમમાં આવતાની સાથે જ બીજી મેચમાં પોતાનું ફોર્મ બતાવી દીધું છે. જાડેજાએ ઐયર સાથે 4.1 ઓવરમાં 58 રનની પાર્ટનરશીપ કરી. જાડેજાએ માત્ર 18 બોલમાં 45 રન બનાવી અને શ્રીલંકાના બોલરોને હેરાન કરી નાખ્યા. રવિન્દ્ર જાડેજાએ 7 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો.

    ભારતે સતત 7મી ટી-20 સીરિઝ જીતી

    ભારતે કેપ્ટન વિરાટ કોહલીના ટી-20 કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશીપમાં સતત ત્રીજીવાર શ્રેણી જીતી છે પરંતુ ઘરઆંગણે રમાયેલી ટી-20 શ્રેણીમાં ભારતનો આ સતત સાતમો વિજય છે
    Published by:Jay Mishra
    First published:

    Tags: India vs Sri Lanka, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन