Home /News /sport /IND vs SL:શિખર ધવન વન-ડેમાં કેપ્ટન બનનાર 25મો ભારતીય બનશે, કુંબલે ગંભીરની કરશે બરાબરી

IND vs SL:શિખર ધવન વન-ડેમાં કેપ્ટન બનનાર 25મો ભારતીય બનશે, કુંબલે ગંભીરની કરશે બરાબરી

India vs Sri lanka ODI series:શિખર ધવન(Shikhar Dhawan)ની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા (Team India)શ્રીલંકાના પ્રવાસ પર છે. ટીમે ત્યાં ત્રણ વનડે અને ત્રણ ટી -20 મેચ રમવાની છે. પ્રથમ મેચ 18 જુલાઈએ રમાશે.

India vs Sri lanka ODI series:શિખર ધવન(Shikhar Dhawan)ની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા (Team India)શ્રીલંકાના પ્રવાસ પર છે. ટીમે ત્યાં ત્રણ વનડે અને ત્રણ ટી -20 મેચ રમવાની છે. પ્રથમ મેચ 18 જુલાઈએ રમાશે.

નવી દિલ્હી: શિખર ધવન(Shikhar Dhawan)ની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં છે. ટીમે ત્યાં ત્રણ વનડે અને ત્રણ ટી -20 મેચ (India vs Sri Lanka)રમવાની છે. પ્રથમ વનડે મેચ 18 જુલાઈને રવિવારે કોલંબોમાં યોજાવાની છે. ધવન પ્રવાસ પણ નવો ઇતિહાસ રચી શકે છે. તે પ્રથમ વખત ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવા જઈ રહ્યો છે. આ પ્રવાસ માટે રાહુલ દ્રવિડને ટીમનો કોચ બનાવવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાના વનડે ઇતિહાસની વાત કરીએ તો અત્યારસુધી 24 ખેલાડીઓએ વનડેમાં કેપ્ટનશિપ કરી છે. જ્યારે શિખર ધવન કેપ્ટન બનાવનાર 25મો ખેલાડી બનશે. જો ટીમ ઈન્ડિયા 3-0 થી સીરીઝ મેળવે તો ધવન અનિલ કુંબલે અને ગૌતમ ગંભીરની બરાબરી કરશે. બંને કેપ્ટન તરીકે વન ડે મેચમાં હાર્યા નથી. ગંભીરની પાસે 6 છે જ્યારે અનિલ કુંબલેએ એક વન ડેમાં ટીમ ઈન્ડિયાની કપ્તાન સંભાળી છે.

આ પણ વાંચો: સુરત : કાપડના વેપારીઓએ તમિલનાડુના વેપારીને અર્ધનગ્ન કરી બજારમાં ફેરવ્યો, Viral તસવીરો

મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ આજે પણ અકબંધ છે. તે કેપ્ટન છે જેણે ભારત તરફથી વનડેમાં સૌથી વધુ મેચ જીતી છે. તેણે 200 વનડેમાં કેપ્ટનશિપ કરી હતી. 110 જીત્યા જ્યારે 74 માં હાર્યા. તે ભારતનો એકમાત્ર કેપ્ટન છે જેણે 100 થી વધુ વનડે મેચ જીતી છે. ટીમે મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશીપ હેઠળ 90 વનડે, સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ, 76, વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ 65 અને રાહુલ દ્રવિડની કેપ્ટનશીપ હેઠળ 2 વનડે મેચ જીત્યા છે.

આ પણ વાંચો:  મીઠાપુરમાં પતિએ છરીના ઘા મારી પત્નીની હત્યા કરી, ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

સચિન અને ગાવસ્કર પણ વનડે ટીમમાટે કેપ્ટનશીર કરી ચૂક્યા છે. પરંતું બંન્નેનો રેકોર્ડ સારો રહ્યો નથી. બંન્ને દિગ્ગજો સૌથી વધારે મેચ હાર્યા છે. સચિને 72 મેચમાં 23 મેચોમાં જીત મેળવી હતી. જ્યારે ગાવસ્કરે 37 મેચોમાં 14 મેચોમાં જીત મેળવી હતી. જ્યારે કપિલ દેવે 74 મેચોમાંથી 39 મેતોમાં જીત મેળવી છે.
First published:

Tags: India vs srilanka, Shikhar dhawan, Team india, ક્રિકેટ ન્યૂઝ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો