IND vs SL, 2nd T20I: કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ, બીજી ટી-20 મેચ સ્થગિત

IND vs SL, 2nd T20I: કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ, બીજી ટી-20 મેચ સ્થગિત

krunal pandya covid 19 positive - કોલંબોમાં રમાનાર આજની મેચને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી

  • Share this:
    નવી દિલ્હી : ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રમાનાર બીજી ટી-20 મેચને (IND vs SL 2nd T20I)સ્થગિત કરી દેવામાં આવી છે. એએનઆઈ ન્યૂઝ એજન્સીના મતે ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ ( krunal pandya covid 19 positive) આવ્યો છે. જેના કારણે કોલંબોમાં રમાનાર આજની મેચને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

    કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવ્યા પછી ભારત અને શ્રીલંકા બંને ટીમોને આઇસોલેશનમાં મોકલી આપવામાં આવ્યા છે. કૃણાલ પંડ્યાની નજીકના સંપર્કમાં રહેનાર ખેલાડીઓ પર સતત નજર રાખવામાં આવશે. મેચને હાલ એક દિવસ માટે ટાળી દેવામાં આવી છે. જોકે બુધવારે મેચ રમાય તે મુશ્કેલ લાગી રહ્યું છે.



    આ પણ વાંચો - રણવીર સિંહ ઘોની સાથે ફૂટબોલ રમવા પહોંચ્યો, માહી પર પ્રેમ વરસાવતો જુઓ વીડિયો

    કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવ્યા પછી હવે પૂરી ટીમે આજે જ આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ભારતે વન-ડે શ્રેણી 2-1થી જીતી છે. જ્યારે ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ છે.

    આ પહેલા વન-ડે શ્રેણી પણ શરૂઆતમાં સ્થગિત કરવામાં આવી હતી કારણ કે શ્રીલંકાની ટીમના બેટિંગ કોચ અને વીડિયો વિશ્લેષક સિરીઝ શરૂ થયા પહેલા કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા.

    ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 20 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવી છે. ભારતે 14માં વિજય મેળવ્યો છે, જ્યારે શ્રીલંકાની ટીમે 5માં વિજય મેળવ્યો છે. બંને ટીમો વચ્ચે હાલની શ્રેણી પહેલા, 7 ટી -20 ની દ્વિપક્ષીય શ્રેણી રમવામાં આવી છે. ટીમ ઈન્ડિયાએ 6 જીત મેળવી હતી, જ્યારે એક શ્રેણી બરાબર રહી છે. શ્રીલંકામાં બંને ટીમો વચ્ચે 6 ટી -20 મેચ રમવામાં આવી છે. ભારતે 5 જ્યારે શ્રીલંકાએ એક મેચ જીતી છે.
    Published by:Ashish Goyal
    First published: