નવી દિલ્હી : ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સીરિઝ India vs Sri Lanka ODI Series)ની શરૂઆત આગામી 18મી જુલાઈથી થવાની છે. આ સીરિઝમાં ભારતીય ટીમમાં અનેક યુવા ખેલાડીઓ શામેલ છે. કારણ કે ઈન્ગ્લેન્ડના પ્રવાસમાં કેટલાક સીનિયર ખેલાડીઓ ટેસ્ટ સીરીઝ રમવા માટે ગયા છે. આ સ્થિતિમાં શ્રીલંકામાં ચાહકો ચુવાન ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. આવો જ એક ચહેરો છે ભારતીય ઓપરન પૃથ્વી શો (Prithvi Shaw) જેના પર સૌની નજર ટકેલી છે. પૃથ્વી શૉ પોતાની તોફાની બેટિંગ માટે જાણીતા છે. શ્રીલંકા સામે તેમણે પોતાનું ટેલેન્ટ દર્શાવવાનું રહેશે. કારણ કે શ્રીલંકા સામેનું પ્રદર્શન જ તેને વર્લ્ડ ટી-20ની ટિકિટ અપાવી શકે છે. છેલ્લી વન ડે ટુર્નામેન્ટમાં પૃથ્વી શૉએ 8 મેચોમાં 827 રન ફટકાર્યા હતા.
વાત કરી રહ્યા છીએ આ વર્ષે રમાયેલી વિજય હજારે ટ્રોફીની (Vijay Hazare Trophy), જ્યારે પૃથ્વી શોએ તેના બેટથી તોફાની બેટિંગ કરી હતી. પૃથ્વી શોને ટીમ ઈન્ડિયાથી બહાર કરી દેવાયો હતો અને તેની તકનીક પર સવાલ ઉઠ્યા, ત્યારબાદ આ મુંબઈનો બેટ્સમેન વિજય હજારે ટ્રોફીમાં ઉતર્યો અને તેણે એકલા હાથે ટીમને ચેમ્પિયન બનાવી.
આ ટૂર્નામેન્ટમાં પૃથ્વી શોએ 8 મેચમાં 165.40 ની સરેરાશથી 827 રન બનાવ્યા જે એક રેકોર્ડ છે. આ દરમિયાન શોના બેટમાંથી 3 સદી અને બેવડી સદી પણ લાગી હતી. શોએ પોંડિચેરી સામે 227 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ટૂર્નામેન્ટમાં શોએ 25 સિક્સર અને 105 ચોગ્ગા ફટકાર્યા હતા.
શું શ્રીલંકા સામે પણ પૃથ્વી બેવડી સદી ફટકારશે?
પૃથ્વી શોનું ફોર્મ જોતાં શ્રીલંકામાં પણ તેની બેવડી સદીની અપેક્ષા છે. હકિકતે શ્રીલંકાનો બોલિંગ એટેક બહુ અનુભવી નથી. ઉપરાંત કોલંબોની પીચ પણ બેટિંગ માટે યોગ્ય છે. જો પૃથ્વી શો પ્રથમ 10 ઓવર સુધી ક્રિઝ પર ટકી રહે તો શ્રીલંકાના બોલરોને મોતીયા આવી શકે છે. ત્યારબાદ શ્રીલંકા સામે મુંબઈના અન્ય એક બેટ્સમેન રોહિત શર્માએ પણ બેવડી સદી ફટકારી છે. હવે જોવાનું એ રહ્યું કે પૃથ્વી શો તેના સિનિયર રોહિત શર્મા જેવું જ પરાક્રમ કરી શકે છે કે નહીં?
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર