IND vs SL 3rd ODI: ભારતે અડધી ટીમ બદલી, સંજૂ સેમસન સહિત આ 5 ખેલાડીઓનું ડેબ્યૂ

તસવીર- Sanju Samson Twitter

IND vs SL, 3rd ODI:ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ કોલંબોમાં રમાઈ રહી છે. ભારત માટેની આ મેચમાં પાંચ ખેલાડીઓ સંજૂ સેમસન(Sanju Samson), નીતીશ રાણા(Nitish Rana), ચેતન સાકરીયાChetan Sakariya), કે ગૌતમ(K Gowtham)અને રાહુલ ચહરે(Rahul Chahar) વનડે ડેબ્યૂમાં પ્રવેશ કર્યો છે. આ બીજી વખત છે જ્યારે પાંચ ખેલાડીઓએ ભારત તરફથી વનડે ડેબ્યૂ કર્યું છે.

  • Share this:
    નવી દિલ્લી: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ભારતે પહેલા બે વનડે મેચ જીતીને શ્રેણી પહેલાથી કબજે કરી લીધી છે. આવી સ્થિતિમાં, છેલ્લી મેચમાં કેપ્ટન શિખર ધવને પ્લેઇંગ -11 માં 6 ફેરફાર કર્યા હતા. પાંચ ખેલાડીઓએ સાથે મળીને વનડે ડેબ્યૂ કર્યું હતું. તેમાં સેમસન(Sanju Samson), નીતીશ રાણા(Nitish Rana), ચેતન સાકરીયાChetan Sakariya), કે ગૌતમ(K Gowtham)અને રાહુલ ચહરે(Rahul Chahar) વનડે ડેબ્યૂમાં પ્રવેશ કર્યો છે. આ બીજી વખત છે જ્યારે પાંચ ખેલાડીઓએ ભારત તરફથી વનડે ડેબ્યૂ કર્યું છે.

    આ બીજી વખત છે જ્યારે પાંચ ખેલાડીઓએ ભારત તરફથી વનડે ડેબ્યૂ કર્યું છે. આ અગાઉ, 6 ડિસેમ્બર 1980ના રોજ, આ જ સંખ્યામાં ખેલાડીઓએ ભારત માટે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે રમી હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતનો આ પહેલો વનડે પણ હતો. આ મેચમાં દિલીપ દોશી, કીર્તિ આઝાદ, રોજર બિન્ની, સંદીપ પાટિલ અને ટી શ્રીનિવાસને ડેબ્યુ કર્યું હતું. ભારતે મેચ 66 રને જીતી હતી અને 64 રન બનાવનાર સંદીપ પાટિલ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

    ક્યાં ખેલાડીઓને આપવામાં આવ્યો આરામ

    શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં ઇશાન કિશનને આરામ આપવામાં આવ્યો છે. સંજુ સેમસન તેની જગ્યાએ વિકેટકીપિંગ કરશે. ઉપરાંત, તે ત્રીજા નંબરે બેટિંગ કરશે. ઈજાના કારણે તે પ્રથમ બે વનડે મેચ રમી શક્યો ન હતો. અગાઉની મેચના હીરો દિપક ચહર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને પણ આરામ આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિક્સ-પેરાલિમ્પિક્સમાં ગર્જના કરશે 'ગુજરાતની દીકરીઓ'

    સૈમસન ભારત માટે અત્યાર સુધીમાં 7 ટી-20 રમ્યો છે. આમાં જેમાં તેણે 83 રન બનાવ્યા છે. ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચેતન સાકરીયા, નીતીશ રાણા અને કૃષ્ણપા ગૌતમની આ શરૂઆત થશે. આ સાથે જ રાહુલ ચહર આ પહેલા દેશ માટે ટી -20 રમી ચૂક્યો છે.

    આ પણ વાંચો: માથાથી પગ સુધી ઢંકાઈને રમતી ભવાની છે ખુબ જ ખૂબસુરત, ટોક્યો ઓલિમ્પિકમાં ચલાવશે તલવાર

    ડાબોડી ઝડપી બોલર ચેતન સાકરીયાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2021)ની 14 મી સીઝનના પહેલા ભાગમાં તેની બોલિંગથી પ્રભાવિત કર્યા. તેણે રાજસ્થાન રોયલ્સ માટે 7 મેચમાં 7 વિકેટ લીધી હતી અને મુશ્કેલ પ્રસંગોમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી. આ જ કારણ છે કે, ટીમ ઇન્ડિયાના પસંદગીકારોએ તેમની પ્રતિભા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તે શ્રીલંકા પ્રવાસની ટીમમાં સામેલ થયો હતો.

    આ પણ વાંચો: ‘જો રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના કોચ બનવા ઇચ્છે તો રવિ શાસ્ત્રીને મળશે જોરદાર ટક્કર’

    ભારતની પ્લેઇંગ ઇલેવન: પૃથ્વી શો, શિખર ધવન (કેપ્ટન), સંજુ સેમસન (WK), મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, નીતીશ રાણા, હાર્દિક પંડ્યા, કે ગૌતમ, રાહુલ ચહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા.
    Published by:kuldipsinh barot
    First published: