Home /News /sport /IND vs SL : તિરુવનંતપુરમમાં ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત, પદ્મનાભસ્વામી મંદિરમાં ખેલાડીઓ ભક્તિના રંગે રંગાયા
IND vs SL : તિરુવનંતપુરમમાં ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત, પદ્મનાભસ્વામી મંદિરમાં ખેલાડીઓ ભક્તિના રંગે રંગાયા
padmanabhaswamy temple
ભારતીય ટીમ જ્યારે કેરલની રાજધાની પહોંચી, તો તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. ડાંસરોએ પરંપરાગત કથકલી ડાંસ અને પરંપરાગત કેરલ મુંડોની સાથે પરંપરાગત મલયાલી ફેશનમાં તેમનું સ્વાગત કર્યું. ગ્રીફિલ્ડ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ સ્ટેડિયમમાં રમાતી બીજી વન ડે મેચ હશે.
શ્રીલંકા વિરુદ્ધ કેરલમાં યોજાનારી ત્રીજી વન ડે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે ત્રિવેન્દ્રમ પહોંચી હતી. ખેલાડીઓએ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં દર્શન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલને પવિત્ર મંદિરની સામે ફોટો ખેંચાવતા જોઈ શકાય છે.
ભારતીય ટીમ જ્યારે કેરલની રાજધાની પહોંચી, તો તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. ડાંસરોએ પરંપરાગત કથકલી ડાંસ અને પરંપરાગત કેરલ મુંડોની સાથે પરંપરાગત મલયાલી ફેશનમાં તેમનું સ્વાગત કર્યું. ગ્રીફિલ્ડ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ સ્ટેડિયમમાં રમાતી બીજી વન ડે મેચ હશે.
અહીં ઉલ્લેખનિય છે કે, ભારતીય ટીમ સીરીઝમાં ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે ઉતરશે. બે મેચમાં શાનદર પ્રદર્શન કરનારી ભારતીય ટીમ બેટીંગ લાઈન અપમાં કોઈ ફેરફાર કરતી દેખાતી નથી. કપ્તાન રોહિત શર્મા રવિવારે શ્રીલંકાની વિરુદ્ધ અંતિમ એકદિવસીય મેચ દરમિયાન પોતાના બોલીંગ વિકલ્પો પર વિચાર કરી શકે છે.
બોલિંગ લાઈન અપમાં થઈ શકે છે ફેરફાર
બોલીંગ લાઈન અપમાં સંભવિત ફેરફાર થઈ શકે છે. ભારત 14 દિવસના અંતરમાં 6 એક દિવસીય મેચ રમશે. ત્રણ શ્રીલંકા વિરુદ્ધ અને એટલી જ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ, જસપ્રીત બુમારાહની ઈજાના કારણે મોહમ્મદ શમીનું ફોર્મ ચિંતાનો વિષય બનેલો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર