Home /News /sport /હાર્દિક પંડ્યાએ લીધેલા ત્રણ નિર્ણય ટીમ માટે ભારે પડ્યા, આ હારમાંથી તેણે ઘણું શીખવું પડશે
હાર્દિક પંડ્યાએ લીધેલા ત્રણ નિર્ણય ટીમ માટે ભારે પડ્યા, આ હારમાંથી તેણે ઘણું શીખવું પડશે
શ્રીલંકાએ પુણેમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતને હરાવી દીધું છે, આ સાથે સીરિઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ લીધેલા કેટલાક નિર્ણયો ટીમ ઈન્ડિયા પર ભારે પડ્યા છે. હાર્દિકને આ હારમાંથી ઘણું શીખવા મળશે.
India vs Sri Lanka 2nd T20: શ્રીલંકાએ પુણેમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતને હરાવી દીધું છે, આ સાથે સીરિઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ લીધેલા કેટલાક નિર્ણયો ટીમ ઈન્ડિયા પર ભારે પડ્યા છે. હાર્દિકને આ હારમાંથી ઘણું શીખવા મળશે.
નવી દિલ્હીઃ શ્રીલંકા સામે પહેલી મેચમાં ભારતીય ટીમ તરખાટ મચાવ્યા બાદ બીજી મેચમાં ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાએ બીજી મેચમાં ભારતને કોઈ તક આપી નથી. હાર્દિક પંડ્યા માટે આ સીરિઝ ઘણી જ મહત્વની છે. હાર્દિકને ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. તેની આગેવાનીમાં ટીમ T20 વર્લ્ડકપ રમવા માટે ટીમ ઉતારવામાં આવી શકે છે. 2024ના વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ટીમમાં જરુરી ફેરફાર પણ કરવામાં આવ્યા છે. વિરોટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ અને ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓ શ્રીલંકા સામેની સીરિઝમાં ઉતારવામાં આવ્યા નથી.
જેનું કારણ ભવિષ્યમાં થનારી T20 માટેની તૈયારી છે. જોકે, શ્રીલંકા સામે પહેલા બે T20માં જે થયું તેમાં યુવા કેપ્ટન હાર્દિક પંડ્યાને ઘણાં નવા અનુભવો થશે. બીજી મેચમાં હાર્દિકે લીધેલા કેટલાક નિર્ણયો ટીમ ઈન્ડિયાને ભારે પડ્યા છે. હવે જો ટીમે સીરિઝ જીતવી હોય તો પાછલી ભૂલોને સુધારવી પડશે અને નવી રણનીતિ બનાવવી પડશે.
હાર્દિકે બીજી T20માં એ જાણવા છતાં કે પુણેમાં રનચેઝ કરીને જીતવાનો રેકોર્ડ સારો નથી આમ છતાં મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ પસંગ કરી. હાર્દિક પીચની કન્ડિશન અને મેદાનને ઓળખ્યામાં નિષ્ફળ રહ્યો હતો. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરીને 8 ઓવરમાં 80 રન કરી દીધા હતા. સારી શરુઆત બાદ ટીમ 20 ઓવરમાં 206 રન બનાવીને જંગી સ્કોર ઉભો કરી દીધો હતો.
" isDesktop="true" id="1314479" >
એવામાં હાર્દિકે એ સમજવું પડશે કે ટીમને મુશ્કેલીમાં મૂકવી અને ખેલાડીઓની પરીક્ષા લેવી સારી વાત છે, પરંતુ તેનાથી પરિણામ પર ખોટી અસર ન પડે તેનું ધ્યાન રાખવું જરુરી છે. આમ થવાથી ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર