Home /News /sport /ગુવાહાટીમાં ભારત-શ્રીલંકા વચ્ચે ટક્કર, બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને નહીં મળે તક
ગુવાહાટીમાં ભારત-શ્રીલંકા વચ્ચે ટક્કર, બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને નહીં મળે તક
દરેક વન-ડે મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે
પ્રથમ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ સિવાય સિનિયર ખેલાડીઓ પણ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે. આવી સ્થિતિમાં ભારતની આગળ શ્રીલંકાને જીતવામાં મુશ્કેલી થઈ શકે છે.
ગુવાહાટી. ટીમ ઈન્ડિયા મંગળવારે શ્રીલંકા સામે વર્ષની પ્રથમ વન-ડે રમશે. ગુવાહાટીમાં બપોરે 1.30 વાગ્યે શરૂ થનારી આ મેચ ટીમના મિશન વર્લ્ડ કપના શંખનાદ તરીકે પણ જોવામાં આવી રહી છે.
વન-ડે વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે. આને કારણે હવેથી ટૂર્નામેન્ટની શરૂઆત સુધી દેશમાં યોજાનારી દરેક વન-ડે મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. પ્રથમ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ સિવાય સિનિયર ખેલાડીઓ પણ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે. આવી સ્થિતિમાં ભારતની આગળ શ્રીલંકાને જીતવામાં મુશ્કેલી થઈ શકે છે.
વર્ષના પ્રથમ મુકાબલામાં ક્રિકેટરસિકોની નજર કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે, કારણ કે ભારતીય કેપ્ટન અંગૂઠાની ઈજામાંથી પરત ફરી રહ્યો છે, જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટી20 બ્રેકમાંથી આવી રહ્યો છે. હાલમાં કોહલીએ IPL સુધી T20માંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. કેએલ રાહુલનું ફોર્મ સિલેકટર્સ માટે પણ ચિંતાનો વિષય હશે. આ દરમિયાન, જસપ્રિત બુમરાહનું પરત ફરવાનું થોડા દિવસો માટે ટાળવામાં આવ્યું છે. તેને વન-ડે શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.
બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને તક મળશે નહીં
કેપ્ટન રોહિત શર્માએ મેચની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે શુબમન ગિલ તેની સાથે ઇનિંગ્સની શરૂઆત કરશેસ એટલે કે બાંગ્લાદેશ પ્રવાસ પર વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશન નહીં રમે. રોહિતે કહ્યું હતું કે ઈશાનને બહાર રાખવો એ અઘરો નિર્ણય છે, પરંતુ એ અત્યારે ગિલને વધુ તક આપવા માગે છે. એટલું જ નહીં, આ મેચમાં ફોર્મમાં રહેલા સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યરને બહાર બેસવું પડી શકે છે. ઈશાન કિશનનું ન રમવાનું કારણ કેએલ રાહુલનું વિકેટકીપર તરીકે બેટ્સમેન રમવાનું નક્કી છે, તેથી જ સૂર્યા અને અય્યરમાંથી એક જ પ્લેઇંગ-11માં જગ્યા બનાવી શકશે.
શ્રીલંકા 25 વર્ષથી જીત્યું નથી
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 19 વનડે શ્રેણી રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો હતો. આ 19 ODI શ્રેણીમાંથી ભારત 14 ODI શ્રેણી જીતવામાં સફળ રહ્યું હતું. આ દરમિયાન શ્રીલંકા માત્ર 2 વનડે શ્રેણી જીતી શક્યું હતું. જ્યારે બંને દેશો વચ્ચે 3 સિરીઝ ડ્રો રહી હતી. ભારતનો આ મજબૂત રેકોર્ડ દર્શાવે છે કે શ્રીલંકા માટે વર્તમાન વનડે શ્રેણીમાં ભારતીય ધરતી પર જીત મેળવવી આસાન નહીં હોય.
હવામાન રિપોર્ટ- વરસાદની શક્યતા નહીં, તાપમાન 12-26 ડીગ્રી રહેશે વરસાદ નહિ પડે. હવામાન રિપોર્ટ મુજબ દિવસે તડકો અને પવન ફૂંકાશે. સરેરાશ તાપમાન 12થી 26 ડીગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે.