Home /News /sport /IND vs SCO: કોહલીનું 'વિરાટ' દિલ, સ્કોટલેન્ડને હરાવીને કર્યુ એવું કામ કે થઈ રહી છે પ્રસંશા

IND vs SCO: કોહલીનું 'વિરાટ' દિલ, સ્કોટલેન્ડને હરાવીને કર્યુ એવું કામ કે થઈ રહી છે પ્રસંશા

વિરાટ કોહલીનું પ્રસંશનીય કામ સ્કોટલેન્ડને હરાવીને પણ કોહલીએ જીત્યું દિલ

ND VS SCO T20 world cup : ટીમ ઈન્ડિયાએ કરેલા આ કામની ચારેતરફ વાહવાહી થઈ રહી છે, ખરા ચેમ્પિયન આને જ કહેવાય

    આઇસીસી ટી20 વિશ્વ કપ 2021 (ICC T20 WORLD CUP)માં ભારતીય ક્રિકેટ ટીમે સેમીફાઇનલમાં પહોંચવાની આશાની કિરણને વધુ એક જીત સાથે મજબૂત બનાવી છે. શુક્રવારે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં સ્કોટલેન્ડ (Scotland VS India) સામે મળેલી ધમાકેદાર જીતે ટીમ ઇન્ડિયાને પોઇન્ટ ટેબલ (India in Point Table)પર ત્રીજા નંબરે પહોંચાડી દીધી છે. મેચમાં ભારતીય ટીમના બોલર્સે પોતાની દમદાર બોલિંગથી માત્ર 85 રન પર સ્કોટલેન્ડની ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી અને બેટ્સમેને 6.3 ઓવરમાં જીતનો લક્ષ્ય 2 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. જોકે, ભારતીય કેપ્ટન વિરાટ અને વાઇસ કેપ્ટન રોહિત સ્કોટલેન્ડ (Virat Kohli visited Scotland Dressing room)  સાથે રમાયેલા મેચ બાદ તેમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. સ્કોટલેન્ડ ટીમને ખરાબ રીતે હરાવ્યા બાદ ટીમને પ્રોત્સાહિત કરવા માટે બંને તેમના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. તમામ ખેલાડીઓ સાથે બંનેએ અલગ અલગ સમય વિતાવ્યો હતો.

    કોહલીએ જન્મદિવસે ટીમને આપ્યો જીતનો ઉપહાર  : પોતાના જન્મદિવસે 5 નવેમ્બરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મેચમાં રમવા ઉતર્યા અને ટીમને શાનદાર જીતનો ઉપહાર આપ્યો હતો. આ જીત સાથે જ ભારતીય ક્રિકેટ રસીયાઓ પણ ભારે ગેલમાં આવી ગયા છે.

    આ પણ વાંચો : Cricket: અનુષ્કા શર્માથી લઈ નતાશા સ્ટેન્કોવિક, આ છે ભારતીય ક્રિકેટરોની સ્ટાઈલીશ પત્નીઓ

    કોહલીએ છેલ્લા બે-ત્રણ ટોસ હાર્યા બાદ પહેલી વખત અહીં જીત મેળવી હતી. ભારતને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ 3-3 વિકેટ ઝડપી અને સ્કોટલેન્ડની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી. 17.4 ઓવરમાં સ્કોટલેન્ડની ટીમ 85 રન બનાવી પેવેલિયન ભેગી થઇ ગઇ હતી.

    રોહિત-રાહુલની જોડીએ કરી તોફાની શરૂઆત

    ભારતીય ટીમને નેટ રન રેટમાં સુધારો કરવા માટે 7.1 ઓવરમાં જીતનો લક્ષ્ય મેળવવાનો હતો. રોહિત શર્મા અને કેએલ રાહુલે એવી તોફાની શરૂઆત કરી કે, જેમાં ટીમને માત્ર 6.3 ઓવરમાં જ જીત મળી હતી. રાહુલે 18 બોલમાં અડધી સદી ફટકારી તો રોહિત 30 રન બનાવી આઉટ થયો હતો. ભારતે 8 વિકેટે જીત મેળવી હતી.



    ક્રિકેટને જેન્ટલમેન્સ ગેમ આ કારણે કહેવાય છે

    ભારતીય કેપ્ટન વિરાટ અને વાઇસ કેપ્ટન રોહિત સ્કોટલેન્ડ સાથે રમાયેલા મેચ બાદ તેમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. સ્કોટલેન્ડ ટીમને ખરાબ રીતે હરાવ્યા બાદ ટીમને પ્રોત્સાહિત કરવા માટે બંને તેમના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. તમામ ખેલાડીઓ સાથે બંનેએ અલગ અલગ સમય વિતાવ્યો હતો. વિરાટ અને રોહિત જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે તમામ ખેલાડી તેમને શાંતિથી સાંભળતા નજરે આવી રહ્યા હતા. આ ક્ષણોની તસવીરો સ્કોટલેન્ડ ક્રિકેટના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે. જેમાં લખ્યુ કે, અમારા માટે સમય કાઢ્યો એ બદલ અમે તમારું સન્માન કરએ છીએ.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, Gujarati news, IND VS SCO T20

    विज्ञापन
    विज्ञापन