Home /News /sport /

Virat Kohli Press Conference: વિરાટ કોહલીએ જણાવ્યું, કેવી રીતે આંચકી લેવામાં આવી ODI કેપ્ટનશીપ

Virat Kohli Press Conference: વિરાટ કોહલીએ જણાવ્યું, કેવી રીતે આંચકી લેવામાં આવી ODI કેપ્ટનશીપ

Virat Kohli Press Conference : વિરાટ કોહલીએ જણાવ્યું કેવી રીતે આંચકી લેવામાં આવી કેપ્ટનશીપ

IND vs SA Virat Kohli press Conference : મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા (chetan sharma)એ વિરાટને વિશ્વામાં લીધા વગર કર્યો હતો નિર્ણય? વિરાટ કોહલીએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ

    Virtat Kohli Press conference on ODI Captainship : ભારતીય ક્રિકેટ ટીમની સાઉથ આફ્રિકા (India vs South Africa)ની ફ્લાઇટ પહેલા ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી (Virat khohli) એ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી (Virat Kohli)એ વન ડેની કેપ્ટન્સી ગુમાવવા, સિલેક્શન કમિટી સાથે વાતચીત કરવા અને સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં રમવા અંગે અનેક બાબતો શેર કરી હતી.

    રોહિત શર્માને વનડે કેપ્ટન બનાવાયા બાદ વિરાટ કોહલીએ મુંબઈની પ્રેસ કોન્ફરન્સમાં પ્રથમ વખત મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. જ્યાં તેણે કહ્યું કે, સેલેક્શન બેઠકના દોઢ કલાક પહેલા જ તેને વન ડે કેપ્ટન તરીકે દૂર કરવાના નિર્ણય અંગે માહિતી આપવામાં આવી હતી.

    ટીમની જાહેરાત કર્યાના દોઢ કલાક પહેલાં કહેવામાં આવ્યું કે...

    વિરાટ કોહલીએ કહ્યું કે, તે હવે ભારતનો વન ડે કેપ્ટન નહીં રહે તે વાતની જાણ 8 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા માટે ભારતની ટેસ્ટ ટીમની જાહેરાત થયાના માત્ર દોઢ કલાક પહેલા જ તેને મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા (Chetan Sharma) દ્વારા કરવામાં આવી હતી. આ સાથે કોહલીએ સાઉથ આફ્રિકામાં વન ડે માટે ઉપલબ્ધ હોવાનું પણ કહ્યું હતું અને તેની એક્ઝિટ અંગેની વાતો ખોટી હોવાનું કહ્યું હતું.

    પસંદગીકારોએ દોઢ કલાક પહેલાં કહેવામાં આવ્યું

    કોહલીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, 8 ડિસેમ્બરે ટેસ્ટ શ્રેણી માટેની પસંદગી બેઠકના દોઢ કલાક પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. મારી સાથે અગાઉ કોઈ વાતચીત થઈ ન હતી. 8 ડિસેમ્બર સુધી મારે કોઈની સાથે વાત થઈ ન હતી. ત્યારબાદ મને પસંદગી બેઠક પહેલા ફોન આવ્યો હતો. મુખ્ય પસંદગીકારે મારી સાથે ટેસ્ટ ટીમ અંગે ચર્ચા કરી હતી, જેના પર અમે બંને સંમત થયા હતા. કોલ પૂરો કરતાં પહેલાં મને કહેવામાં આવ્યું હતું કે, પાંચ પસંદગીકારોએ નક્કી કર્યું છે કે હવે હું વન ડેનો કેપ્ટન નહીં રહું. જેના જવાબમાં મેં કહ્યું, ઠીક છે, ઠીક છે.

    આ પણ વાંચો : IND vs SA: રોહિત શર્માના બદલે ટેસ્ટ ટીમમાં પસંદ થયો છે આ ગુજરાતી ખેલાડી, 3 દિવસ પહેલાં જ સાઉથ આફ્રિકાથી આવ્યો હતો પરત

    રોહિત શર્માને કેપ્ટનશીપ

    ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માને 8 ડિસેમ્બરે ભારતીય ક્રિકેટ ટીમની વન ડેની કમાન પણ સોંપવામાં આવી હતી. કોહલીએ પહેલા ટી-20 કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિતને ટી-20નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સાથે જ રોહિત શર્માને ટેસ્ટ ક્રિકેટમાં અજિંક્ય રહાણેના સ્થાને વાઈસ કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી હતી.

    વિરાટ કોહલીએ બ્રેકની ચર્ચા ફગાવી

    સાઉથ આફ્રિકામાં સામેની શ્રેણીમાં કોહલીના બ્રેકની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. જેના પર આજે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. કોહલીએ આ સમાચારને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, હું હંમેશાં ઉપલબ્ધ છું. તેણે ઉમેર્યું કે, હું પસંદગી માટે ઉપલબ્ધ હતો અને છું. તમારે મને આ પ્રશ્ન પૂછવો જોઈતો ન હતો.

    કોઈ સાથે વાતચીત જ નહોતી થઈ

    આ પ્રશ્ન એવા લોકોને પૂછવો જોઈએ જેઓ આ બાબતો અને તેમના સ્ત્રોતો વિશે લખી રહ્યા છે, કારણ કે જ્યાં સુધી મારો સવાલ છે, હું હંમેશાં ઉપલબ્ધ હતો. મારો કોઈની સાથે વાતચીત નહોતી. આ સાથે જ કોહલીએ આરામ કરવા, અમુક કાર્યક્રમોમાં ભાગ લેવા સહિતની ઘણી વાતો અંગે ખુલાસા કર્યા હતા.

    તેમણે ઉમેર્યું હતું કે, જેઓ આવી વસ્તુ લખી રહ્યા છે તેઓ મારા માટે બિલકુલ વિશ્વસનીય નથી. મેં કહ્યું તેમ, હું દક્ષિણ આફ્રિકામાં વન ડે માટે પસંદગી માટે ઉપલબ્ધ છું અને હું હંમેશાં રમવા માટે ઉત્સુક છું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, IND Vs SA, વિરાટ કોહલી

    આગામી સમાચાર