Home /News /sport /

IND vs SA: શું વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે ODI સીરિઝમાંથી થઇ જશે બહાર?

IND vs SA: શું વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે ODI સીરિઝમાંથી થઇ જશે બહાર?

વિરાટ કોહલીની તબિયત અંગે મોટો સમાચાર શું કોહલીની પીઠનો દુ:ખાવો ભારતને ભારે પડશે.

IND vs SA ODI Series: વિરાટ કોહલીને આ પીઠનો દુ:ખાવો પહેલીવાર થયો નથી. અગાઉ વર્ષ 2018માં પણ આ પ્રકારની જ સમસ્યા થઈ હતી અને તે આમાંથી બહાર આવ્યો હતો, જાણો શું છે લેટેસ્ટ અહેવાલ

  ભારતના ટેસ્ટ સ્કિપર વિરાટ કોહલી (Virat Kohli) પીઠના દુ:ખાવા (Back Spasm)ને કારણે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા (IND vs SA) સામેની બીજી ટેસ્ટ ચૂકી ગયો હતો અને તેની ગેરહાજરીમાં કેએલ રાહુલ (KL Rahul)ને ટીમનું નેતૃત્વ કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, હવે જાણવા મળ્યું છે કે, 33 વર્ષીય ખેલાડી ત્રણ મેચની વનડે સિરીઝ (ODI Series) પણ ચૂકી શકે છે. તેનું કારણ તેનો પીઠમાં ઉપરના ભાગે થઇ રહેલો દુખાવો હોઇ શકે છે. જે ખેલાડી માટે ઇંગ્લિશ કાઉન્ટીમાં વર્ષ 2018માં પણ રમતથી દૂર રહેવાનું કારણ બન્યો હતો.

  કોહલી 2જી ટેસ્ટમાં ગેરહાજર હોવાના સમાચાર મેચના દિવસે સામે આવ્યા હતા. તેણે વાન્ડરર્સમાં સારું નેટ સેશન કર્યું હતું અને તેણે તેના ટ્રેનિંગ સેશનના કેટલાક સ્નેપ-શૉટ્સ પણ પોસ્ટ કર્યા હતા. જેમાં તે ફોરવર્ડ લંજીંગ અને ઑન-ડ્રાઇવ રમતા જોવા મળ્યો હતો.

  રસપ્રદ વાત એ છે કે, કોહલીની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ કેએલ રાહુલની એક તસ્વીર ટ્વીટ કરી હતી કે, “#TeamIndia પાસે સિરીઝ સીલ કરવાની તક હોવાથી ધ્યાન વાન્ડરર્સ પર જાય છે.”

  આ પણ વાંચો : India Vs South Africa: વર્ષની પહેલી ટેસ્ટ મેચમાં કઇ રીતે પ્રદર્શન કરે છે ટીમ ઈન્ડિયા? જાણો રેકોર્ડ

  ચોક્કસ, આરસીબીએ કેપ્ટનશીપ વિશે કંઈપણ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ મેચના એક કલાક પહેલા જે ચિત્ર બહાર આવ્યું હતું અને કોહલીને બહાર કરવામાં આવ્યા હતા તેનાથી અટકળોનું બજાર ગરમ થયું છે.

  વર્ષ 2018માં વિરાટનો પીઠનો દુખાવો

  ટેસ્ટ સ્કિપરને તેની પીઠમાં તકલીફ હતી અને 2018માં તે 'હર્નિએટેડ ડિસ્ક' (સ્લિપ્ડ ડિસ્ક) નામની સમસ્યાથી પીડિત હતો. ડૉક્ટર દ્વારા તેને સલાહ આપવામાં આવી હતી કે, જો તે પછી ટેસ્ટ સિરીઝનો ભાગ બનવા ઈચ્છે તો કાઉન્ટી ક્રિકેટ ન રમે.

  ODI સીરીઝમાં તેની ભાગીદારી વિશે પણ અનિશ્ચિતતા

  પીઠમાં દુખાવો એ પીઠના સ્નાયુઓ અચાનક જકડાઈ જવા અને દુખાવો થવો તે સ્નાયુના વધુ પડતા ઉપયોગ અથવા ઈજાને કારણે થઈ શકે છે. જો કોહલી ઈજામાંથી સાજો નહીં થાય તો ત્રણ મેચની ODI સીરીઝમાં તેની ભાગીદારી વિશે પણ અનિશ્ચિતતા સર્જાઇ શકે છે.

  આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમનો મુખ્ય કોચ બનશે નેહરા, ગેરી કર્સ્ટનની હશે આ ભૂમિકા

  રાહુલ કેપ્ટન

  અગાઉ રેગ્યુલ વ્હાઈટ બોલ સ્કિપર રોહિત શર્મા તેની ઈજામાંથી સાજા ન થવાને કારણે પહેલાથી જ ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો અને તેની જગ્યાએ KL રાહુલ રમશે, તે પણ જસપ્રિત બુમરાહને તેના ડેપ્યુટી તરીકે નિયુક્ત કરીને. જો કોહલી એક સપ્તાહની અંદર સાજો થઈ જાય અને કેપટાઉનમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ રમી શકશે તો તેનો અર્થ એ થશે કે તેની ઈજા બહુ ગંભીર નથી.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Cricket News in Gujarati, IND Vs SA, વિરાટ કોહલી, સ્પોર્ટસ

  આગામી સમાચાર