Virat Kohli Year Ender 20211: ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli 2021 records) માટે આ વર્ષ ખાસ રહ્યું નથી. આ વર્ષે પણ તે ટેસ્ટ સદી ફટકારી શક્યો નથી. તેની કેપ્ટન્સીમાં ભારતે ટી-20 વર્લ્ડ કપમાં પણ નિરાશાજનક દેખાવ કર્યો હતો. ત્યારે ચાલુ વર્ષની તેની છેલ્લી ઈનિંગ બુધવારે સાઉથ આફ્રિકા (South africa) સામે હતી. જેમાં તે 18 રને આઉટ થયો હતો. વિરાટ કોહલીએ છેલ્લે 2019માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી ત્યારથી અત્યાર સુધી તે સદી ફટકારી શક્યો નથી.
ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં નિષ્ફળ
વિરાટ કોહલી સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં નિષ્ફળ રહ્યો હતો. વિરાટ કોહલી પ્રથમ ઈનિંગમાં 35 રન અને બીજી ઈનિંગમાં માત્ર 18 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. સાઉથ આફ્રિકાના બોલર માર્કો જાનસેને 33મી ઓવરમાં કોહલીને આઉટ કર્યો હતો. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે સાઉથ આફ્રિકાએ ભારતને પાછળ ધકેલી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકામાં વિરાટ કોહલીનો રેકોર્ડ વધુ સારો હોવાથી ચાહકોને આશા હતી કે 2019થી જે સદીની રાહ જોવાઈ રહી હતી તે આ પ્રવાસમાં પુરી થશે.
વિરાટ માટે આ વર્ષ સારું રહ્યું નથી
વિરાટ માટે આ વર્ષ સારું રહ્યું નથી. આ વર્ષે તેને વન ડે ટીમની કેપ્ટન્સીમાંથી પણ દૂર કરવામાં આવ્યો હતો. માર્ચ 2021માં ભારતે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી-20 શ્રેણી રમી હતી. તે શ્રેણીમાં કેપ્ટન વિરાટ કોહલીએ 115.50ની એવરેજ અને 147.13ના સ્ટ્રાઇક રેટથી 231 રન ફટકાર્યા હતા. આ શ્રેણીમાં તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી હતી.
વિરાટ કોહલી 2021 દરમિયાન માત્ર ત્રણ વન ડે રમ્યો છે
વિરાટ કોહલી 2021 દરમિયાન માત્ર ત્રણ વન ડે રમ્યો છે. વિરાટ કોહલીએ પુણેમાં રમાયેલી ત્રણ મેચમાં 129 રન બનાવ્યા હતા. કોહલી જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર હોવાથી શ્રીલંકા સામે વન ડે શ્રેણી પણ રમી શક્યો ન હતો. તે સમયે શિખર ધવને શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરી હતી. તેણે કેપ્ટન તરીકે 91 વન ડે ઈનિંગમાં 72.65ની એવરેજ અને 98.28ના સ્ટ્રાઇક રેટથી 5,449 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેણે 21 સદી અને 50 અર્ધસદી પણ ફટકારી છે
વર્તમાન સમયે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં આજે સવારે ટિમ ઇન્ડિયાએ ઠાકુર અને કે.એલ.રાહુલને ગુમાવ્યા હતા. જ્યારે મંગળવારે ભારતે થોડા સમયમાં મયંક અગ્રવાલને ગુમાવ્યો હતો. ભારતે ત્રીજા સત્રમાં સાઉથ આફ્રિકાને 197 રનમાં સમેટી લીધું હતું. તે પહેલાં ભારતીય ટીમે રમત પૂરી થયાની થોડી મિનિટો પહેલા જ મયંકની વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ શમીએ ત્રીજા દિવસે પાંચ વિકેટ ઝડપી હતી અને ટેસ્ટ ફોર્મેટમાં 200 વિકેટ પણ પૂરી કરી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર