IND vs SA: ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ (IND vs SA First Test) પાર્કમાં રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાના ગુણવત્તાયુક્ત પેસ આક્રમણ સામે વાદળછાયા વાતાવરણમાં ટોસ જીતીને પ્રથમ (IND won the Toss Choose To bat first) બેટિંગ કરવાનું પસંદ કર્યું. સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન પાર્કમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચમાં ભારત ઈતિહાસ બદલાવની નેમ સાથે ઉતરશે. સાઉથ આફ્રિકામાં (IND vs SA Test Head to Head Records) એક પણ ટેસ્ટ સીરિઝન ન જીતી શકેલી ટીમ ઈન્ડિયા નવા ગુરૂ અને નવા જોશ સાથે મેદાને છે.
કેપ્ટન કોહલીનો વિરાટ રેકોર્ડ : આ મેચમાં ટોસ જીત સાથે, કોહલી ભૂતપૂર્વ સુકાની મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ટોસ જીતનાર ભારતીય (Virat Kohli Surpasses Mohammad Azharuddin in Toss Records) બન્યો છે. કેપ્ટન તરીકે, કોહલીએ હવે ભારત માટે 68 ટેસ્ટમાં 30 ટોસ જીત્યા છે અને બોક્સિંગ ડે ટેસ્ટ પહેલાં પહેલા તેણે ટોસ જીત્યા પછી 23 વખત તેની ટીમને વિજયી બનાવી હતી. અઝહરુદ્દીને ભારતના કેપ્ટન તરીકે 47 ટેસ્ટમાં 29 વખત ટોસ જીત્યો હતો.
સેન્ચુરિયન મેદાનમાં આફ્રિકા શેર
સેન્ચુરિયન મેદાન પર સાઉથ આફ્રિકાએ અત્યારસુધીમાં 1995થી લઈને 26 ટે્સ્ટ મેચ રમી છે જેમાંથી ફક્ત 2 ટેસ્ટમાં જ તેની હાર થઈ છે. આ સાથે જ આફ્રિકાએ ફક્ત 3 ટેસ્ટ જ ડ્રોમાં કાઢી છે બાકી આ પીચ પર અને મેદાન પર આફ્રિકા 21 ટેસ્ટ જીત્યું છે.
પહેલી ટેસ્ટમાં ટીમમાં રહાણેને સ્થાન આપવું કે ઐયર તે દ્રવિડ અને કોહલી માટે મોટી મથામણ રહેશે. ખરાબ ફોર્મનો સામનો કરી રહેલો રહાણે ટીમમાંથી બહાર રહી શકે તેમ હતો છતાં ટીમમાં તેને સ્થાન મળ્યું છે.