Home /News /sport /

India vs South Africa, 3rd Test: કેપટાઉનમાં સાઉથ આફ્રિકાએ કાપી 'ભારતીય ટીમની પતંગ,' 2-1થી ટેસ્ટ શ્રેણી હરાવી

India vs South Africa, 3rd Test: કેપટાઉનમાં સાઉથ આફ્રિકાએ કાપી 'ભારતીય ટીમની પતંગ,' 2-1થી ટેસ્ટ શ્રેણી હરાવી

IND vs SA Third Test Score card : કેપટાઉનના ન્યૂલેન્ડ્રસ મેદાન પર ભારત સાઉથ આફ્રિકા સામે રમાયેલી અંતિમ ટેસ્ટ શ્રેણીમાં ભારતની હાર

IND vs SA Third Test India : સાઉથ આફ્રિકાની ધરતી પર ભારત જીતી ન શક્યું ટેસ્ટ શ્રેણી, પૂજારા-રહાણેનું કેરિયર ખતરામાં!

    India vs South Africa, 3rd Test: સાઉથ આફ્રિકા સામે કેપટાઉનમાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ સિરીઝમાં સાઉથ આફ્રિકાએ ભારતને 7 વિકેટે હાર આપી છે. સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં ભારતની કારમી હાર થઈ છે. ભારત આપેલા 213 રનના મામુલી લક્ષ્યાંકને સાઉથ આફ્રિકાએ ચોથા દિવસે 7 વિકેટે હાસલ કરી લીધો હતો.

    દક્ષિણ આફ્રિકાએ ચોથા દિવસે લંચ સુધી ત્રણ વિકેટે 171 રન બનાવી મજબૂત સ્થિતિ હાસલ કરી લીધી હતી. કીગન પીટરસને 82 રનની ઇનિંગ રમીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો. પીટરસન અને વેન ડેર ડુસેન વચ્ચેની 54 રનની ભાગીદારીએ દક્ષિણ આફ્રિકા જીત સરળ બનાવી દીધી. પીટરસને તેની ઇનિંગ્સમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા જ્યારે વેન ડેર ડ્યુસેને વિકેટ જાળવી રાખી હતી.

    પૂજારાએ મહત્ત્વનો કેચ છોડ્યો 

    ચેતેશ્વર પૂજારાએ સ્લિપમાં પીટરસનનો આસાન કેચ છોડ્યો, જેનાથી ભારતની મુશ્કેલીઓ વધી ગઈ. ત્યારે બેટ્સમેન 59 રન પર હતો અને તે પછી તેણે કેટલાક ચોગ્ગા ફટકારીને ભારતીયો પર દબાણ બનાવ્યું હતું. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી માટે પ્રથમ સ્પેલ રમવા માટે પડકાર હતો પરંતુ પીટરસન અને વેન ડેર ડ્યુસેને ભારતના બોલરોની શાનદાર બોલનો સામનો કરવા છતાં ક્રિઝ પકડી રાખી હતી.

    ઉમેશની બોલિંગમાં રન આવ્યા

    ભારતના ઓપનિંગ બોલરોનો પહેલો સ્પેલ આઉટ થયા પછી આ બંને ખેલાડીઓએ  ઉમેશ યાદવને નિશાન પર રાખ્યો અને ઓફ-સાઇડમાં કેટલીક સુંદર બાઉન્ડ્રીઓ ફટકારી. આ કારણે વિરાટ કોહલીએ ફિલ્ડિંગને વેરવિખેર કરી નાખી હતી જેના કારણે બેટ્સમેનોને બે-બે રન લેવાનું સરળ બન્યું.

    પીટરસને મેંચ આચકી

    કીગન પીટરસને બીજી ઈનિંગમાં 113 બોલમાં 82 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ઈનિંગમાં પીટરસને 72 રન બનાવ્યા હતા. આમ બંને ઈનિંગમાં દિવાલની જેમ ઉભી અને પીટરસ ભારત પાસેથી ટેસ્ટ અને શ્રેણી આંચકી ગયો હતો. બીજી ઈનિંગમાં તેનો સાથે આપ્યો વાન ડર ડુસેને, ડુસેને 95 બોલ રમી નોટઆઉટ 41 રન માર્યા હતા જ્યારે ટેમ્બા બવુમાએ 58 બોલ રમી 32 રન માર્યા હતા

    પૂજારા રહાણેનું કરિયર ખતરામાં

    સમગ્ર ટેસ્ટ સીરિઝમાં જેમની પાસેથી સૌથી વધુ રન કરવાની અપેક્ષા હતી તેવા ભારતના બે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે આખી સિરીઝમાં નિષ્ફળ ગયા છે. બંને ખેલાડીઓનુું ટેસ્ટ કરિયર હવે જોખમમાં છે. આગામી શ્રીલંકા ટેસ્ટ સીરિઝમાં તેમની પસંદગી ન થાય તેવી સલાહ ભારતી ક્રિકેટના દિગ્ગજો આપી રહ્યા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IND Vs SA, ક્રિકેટ, ટેસ્ટ ક્રિકેટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन