India vs south africa third test : ભારત-દક્ષિણ આફ્રિકા (Indi vs Sa) ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) માટે આ મેચ ખૂબ જ ખાસ રહેશે. આ તેની કારકિર્દીની 99મી ટેસ્ટ હશે. ત્યારે કોહલીએ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી (ind vs sa Virat Kohli press conference) હતી. જેમાં તેણે પોતાની ફિટનેસ અંગે મોટું અપડેટ આપ્યું હતું. આ પ્રવાસમાં પહેલી વાર વિરાટ કોહલી મીડિયામાં આવ્યો છે.
ભારતીય ટેસ્ટ કેપ્ટન કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હું સંપૂર્ણ ફિટ છું અને કેપટાઉન ટેસ્ટ મેચમાં રમીશ. તેણે ભારતીય પેસર મોહમ્મદ સિરાજને થયેલી ઈજા અંગે અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે, સિરાજ કેપટાઉન ટેસ્ટ મેચમાં નહીં રમે. તે હજી સુધી ઈજામાંથી બહાર આવ્યો નથી. અમે તેના વિશે જોખમ લઈ શકીએ તેમ નથી.
મારે કઈ સાબિત કરવાની જરૂર નથી..
બેટિંગ ફોર્મના સવાલના જવાબમાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, આ પહેલી વાર નથી જ્યારે બેટિંગની વાત કરવામાં આવી રહી હોય. મેં અત્યાર સુધી ટીમ માટે જે કંઈ પણ કર્યું છે તેના પર મને ખૂબ ગર્વ છે. હું છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રેષ્ઠ ક્ષણોમાં ટીમ સાથે રહ્યો છું. આવી પરિસ્થિતિમાં મને લાગે છે કે મારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી.
આ પણ વાંચો : IND vs SA 3rd Test : વિરાટ કોહલીનું કેપટાઉન ટેસ્ટ રમવું નક્કી, આ ખેલાડીઓ માથે લટકતી તલવાર!
ટીમ ત્યારે 7માં ક્રમે હતી, હવે નંબર 1 પર છે
વિરાટ કોહલીએ કહ્યું કે, જ્યારે મેં ટીમની કેપ્ટન્સી સંભાળી ત્યારે ટીમ સાતમા ક્રમે હતી. હવે લાંબા સમયથી નંબર વન છીએ. આ સાથે બીજી ટેસ્ટ ચૂકી જવા અંગે વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ઈજા એ રમતનો એક ભાગ છે, એવામાં લાંબા સમય બાદ તે મેચ ચૂકી ગયો હતો અને તે ખરેખર વિચિત્ર લાગ્યું હતું. જોકે, બહાર બેસતી વખતે દરેક ખેલાડીને એવું જ લાગે છે. હું પણ મારી પ્રારંભિક કારકિર્દીમાં થોડા સમય માટે બહાર બેઠો છું અને હું તે સમજી શકું છું.
મોહમ્મદ સિરાજ ત્રીજી મેચમાંથી પડતો મુકાયો
પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ માહિતી આપી હતી કે મોહમ્મદ સિરાજ સંપૂર્ણ ફિટ નથી અને તેના માટે ત્રીજી ટેસ્ટ રમવી ખૂબ મુશ્કેલ છે. જોકે વિરાટ કોહલીએ પ્લેઇંગ-11 ની વાત ન કરતાં કહ્યું હતું કે, ટીમનું લીડરશીપ ગ્રૂપ પ્લેઇંગ-11માં કોણ હશે તે નક્કી કરશે.
અશ્વિનનું યોગદાન મૂલ્યવાન
બીજી તરફ રવિન્દ્ર જાડેજાનો ઉલ્લેખ કરતાં કોહલીએ કહ્યું હતું કે, જાડેજાની કિંમત બધાને ખબર છે. પરંતુ અશ્વિને આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ટીમમાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. જાડેજા ઈજાગ્રસ્ત છે. તેથી અશ્વિન તેની ગેરહાજરીમાં મૂલ્યવાન યોગદાન આપી રહ્યો છે.
આ પણ વાંચો : Ashes : બોલ બેલ્સ સાથે અથડાયો, અંમ્પાયરે આપ્યો LBW છતાં ખેલાડી નોટ આઉટ
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીને બીજી મેચ પહેલા પીઠની સમસ્યાઓ હતી, જેના કારણે તેને ટીમની બહાર બેસવાની ફરજ પડી હતી. વિરાટ કોહલીની જગ્યાએ કેએલ રાહુલે બીજી મેચમાં ટીમની કમાન સંભાળી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cricket News in Gujarati, IND Vs SA, વિરાટ કોહલી, સ્પોર્ટસ