Home /News /sport /

IND vs SA:ત્રીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, પૂજારા-રહાણેને વધુ એક તક

IND vs SA:ત્રીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, પૂજારા-રહાણેને વધુ એક તક

IND vs SA third Test Cape town : કેપટાઉનમાં પૂજારા અને રહાણે બંને ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે.

india vs south africa third test: આજથી કેપ ટાઉનમાં ભારત સાઉથ આફ્રકિા વચ્ચે અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ, જાણો ક્યા 11 ખેલાડી રમશે આ મેચમાં

    india vs south africa third test: આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં નિર્ણાયક અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં આફ્રિકાએ બીજી ટેસ્ટ જીતીને સ્કોરને 1-1થી બરાબર કરી દીધો છે. દરમિયાન આજથી રમાનારી ત્રીજી ટેસ્ટમાં સૌની નજર ભારતના પ્રદર્શન પર રહેશે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં આવેલા ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ ત્રીજી ટેસ્ટ રમાશે. (ind vs sa Cape town test)આ મેદાન પર ભારતનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો નથી. દરમિયાન ત્રીજી ટેસ્ટ પહેલાં કેપ્ટન વિરાટ કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. ભારતે ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતી અને પ્રથમ બેટિંગ પસંદ કરી છે.

    વિરાટ કોહલીએ જણાવ્યું કે આ પીચ સારી છે. થોડું ઘાસ છે. સવારે વરસાદ હતો પરંતુ બેટિંગ કરવા માટે ઉત્તમ છે. ટીમમાં ત્રીજી મેચમાં તેના પરત આવવાથી બેટિંગમાં હનુમાન વિહારીને પડતો મૂકવામાં આવ્યો છે. રહાણે-પૂજારાને જીવતદાન મળ્યું છે.

    સિરાજ નહીં રમે

    પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ માહિતી આપી હતી કે મોહમ્મદ સિરાજ સંપૂર્ણ ફિટ નથી અને તેના માટે ત્રીજી ટેસ્ટ રમવી ખૂબ મુશ્કેલ છે. જોકે વિરાટ કોહલીએ પ્લેઇંગ-11 ની વાત ન કરતાં કહ્યું હતું કે, ટીમનું લીડરશીપ ગ્રૂપ પ્લેઇંગ-11માં કોણ હશે તે નક્કી કરશે.

    ભારતીય ટીમ માટે કેવું છે કેપટાઉન?

    જોહાનિસબર્ગમાં ભારતીય ટીમની આ પ્રથમ હાર છે, ભારત તેની અગાઉ 5 ટેસ્ટમાં ક્યારેય હાર્યું નથી. ત્યારે કેપટાઉનમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર 1993 થી 2018 સુધી 29 વર્ષમાં એક પણ ટેસ્ટ જીતી શકી નથી.

    આ પણ વાંચો :  આ છે વિશ્વના 10 ધનિક ક્રિકેટરો, સચિન યાદીમાં પણ ટોપ પ

    ભારતીય ટીમ આ મેદાન પર 5 ટેસ્ટ રમી હતી, જેમાંથી 3માં હારનો સામનો કર્યો અને 2 મેચ ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પરથી 2018માં રમાયેલી સીરીઝની શરૂઆત કરી હતી. તે ટેસ્ટમાં ભારતીય ટીમને 72 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

    આ મેદાન પર દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ સરેરાશ છે

    આ મેદાન પર દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ સરેરાશ છે. દક્ષિણ આફ્રિકાએ અહીં 58 ટેસ્ટ રમી છે, જેમાંથી 26માં જીત અને 21માં હાર થઈ છે. આ મેદાનની વિશેષતા એ છે કે ડ્રોમાં રમાયેલી ટેસ્ટ મેચોની ટકાવારી ઘણી ઓછી છે. રમાયેલી 58 મેચોમાંથી માત્ર 11 મેચ ડ્રો રહી છે. આ સીરીઝનું પરિણામ પણ આ મેદાન પરથી જ આવશે. ટીમ ઈન્ડિયા બ્રિસ્બેન અને સેન્ચુરિયનમાં જીત મેળવી ચૂકી છે અને તેમનું કહેવું છે કે તેમને જૂના રેકોર્ડથી કોઈ ફરક નથી પડતો.

    આ પણ વાંચો : IPL Ahmedabad Team: IPLમાં અમદાવાદની ટીમનું રમવાનું ફાઇનલ, કેપ્ટનની રેસમાં છે આ ખેલાડીઓ

    ભારતની પ્લેઈંગ XI

    વિરાટ કોહલી (કેપ્ટન) કે.એલ. રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, આર અશ્વિન
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર