Home /News /sport /

IND vs SA third Test:ત્રીજી ટેસ્ટમાં કોહલીની 'વિરાટ' ઈનિંગ, ભારતની પ્રથમ ઈનિંગ સસ્તામાં સંકેલાઈ

IND vs SA third Test:ત્રીજી ટેસ્ટમાં કોહલીની 'વિરાટ' ઈનિંગ, ભારતની પ્રથમ ઈનિંગ સસ્તામાં સંકેલાઈ

IND vs SA third Test Day-1 Highlights: સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટમાં ભારતના બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન

IND vs SA third Test Day-1 Highlights: સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે આજે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ (Ind vs SA cape town test Day-1) મેદાનમાં ત્રીજી અને અંતિમ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી

    IND vs SA third Test Highlights: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે (IND vs SA Third Test) આ ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, અગાઉની ટેસ્ટની જેમ ભારતનો પહેલી બેટિંગનો નિર્ણય બૂમરેંગ સાબિત થયો છે. પ્રથમ ટેસ્ટથી વિપરીત ભારતની બેટિંગ લાઇનઅપ ખરાબ રીતે પર્ફોમ કરી રહી છે. આજની ટેસ્ટમાં પહેલાં દિવસે (IND vs SA third Test Day-1) વિરાટ કોહલીની (Virat Kohli) ઈનિંગના કારણે ભારત 200 પ્લસનો સ્કોર કરી શકયું હતું. ભારતના બેટ્સમેનો રાબાડાના વાવાઝોડામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

    પ્રથમ દિવસની રમત

    ભારતનો કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર આમ પણ રેકોર્ડ સારો નથી. દરમિયાનમાં આજે કોહલીએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પીચ પર ઘાસ હતું તેને લઈને એવી શક્યતા હતી કે બોલ બાઉન્સ નહીં થાય પરંતુ રબાડાએ તરખાટ મચાવી દીધો હતો.

    ઓપનર નિષ્ફળ

    પ્રથમ દિવસે ઓપનર લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે ઈનિંગની કમ્પોઝ શરૂઆત કરી પરંતુ તેઓ આગળ લઈ જઈ શક્યા નહીં. રાહુલ 12 રને અને મયંક 15 રને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ કોહલી અને પૂજારાએ બાજી સંભાળી હતી.

    આ પણ વાંચો :  આ છે વિશ્વના 10 ધનિક ક્રિકેટરો, સચિન યાદીમાં પણ ટોપ પ

    પૂજારા કોહલીએ આશા જગાડી પરંતુ પછી ધબડકો

    કોહલી અને પૂજારાએ આશા જગાડી કે ભારત આગળ જઈ શકશે. બંને વચ્ચે મહ્ત્તની ભાગીદારી થઈ પરંતુ તેવામાં ચેતેશ્વર પૂજારા43 રનના સ્કોરે જેસનનો શિકાર થયો. આ વિકેટ પડતા સૌની નજર રહાણે પર હતી પરંતુ રહાણે ફરી નિષ્ફળતા મેળવી અને 9 રન બનાવી તે રબાડાનો શિકાર થયો.

    કોહલીની વિરાટ ઈનિંગ

    વિરાટ કોહલીએ આજે ભારત માટે 201 બોલ રમ્યા હતા. આ દરમિયાન તેણે 79 મહત્ત્વપૂર્ણ રન કર્યા જેની મદદથી ભારત 223 રનનો સ્કોર કરી શક્યું હતું. ભારતનો મિડલ ઓર્ડર આશા મુજબનું પર્ફોમન્સ ન આપ્યું અને ભારતનો સ્કોર ખૂબ નિરાશાજનક રહ્યો

    પ્રથમ દિવસે 11 વિકેટ પડી

    દરમિયાન આજની રમતમાં ભારતની 10 અને આફ્રિકાની એક મળીને કુલ 11 વિકેટ પડી છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન એલગરને બુમરાહે શિકાર બનાવ્યો છે. આ સાથે જ પ્રથમ દિવસના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 17 રન-1 વિકેટના નુકસાન પર રહ્યો છે.

    આ પણ વાંચો : TATA IPL 2022 New sponsor : આઈપીએલ 2022માં નવા સ્પોન્સર તરીકે TATAની એન્ટ્રી, Vivoને BCCIએ કર્યુ 'ટાટા'

    બોલરો માથે મદાર

    આવતીકાલે ભારત બોલિંગનો જાદૂ બતાવે તો જ મેચમાં પૂનરાગમનની શક્યતાઓ દેખાઈ રહી છે. સાઉથ આફ્રિકા વતી રબાડાએ કોહલી, રહાણે અગ્રવાલ અને બુમરાહને આઉટ કરી અને ચાર મહત્ત્વપૂર્ણ વિકેટો મેળવી હતી તો માર્કો જાનસને 3 વિકેટ મેળવી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IND Vs SA, ક્રિકેટ, ભારત વિ સાઉથ આફ્રિકા

    આગામી સમાચાર