IND vs SA : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ (IND vs SA Centurion Test) મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્કમાં રમાશે. આજ સુધી ભારત દક્ષિણ આફ્રિકામાં એકપણ શ્રેણી જીતી શક્યું નથી. આવી સ્થિતિમાં કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid in South Africa Tour) આ વખતે ઈતિહાસ બદલવામાં કોઈ કસર છોડવા માંગતા નથી. એટલા માટે તેનું ધ્યાન ટીમના સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) પર છે. 2018માં છેલ્લી વખત જ્યારે કોહલી સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ (Virat Kohli Centurian Ground Record) પાર્કમાં ટેસ્ટ રમવા આવ્યો ત્યારે તેણે 153 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, વિરાટની કેપ્ટનશીપની ઇનિંગ્સ છતાં ભારત 135 રનથી ટેસ્ટ હારી ગયું હતું. આવી સ્થિતિમાં વિરાટ આ વખતે તે હારનો હિસાબ સરભર કરવા માંગશે. દરમિયાનમાં સેન્ચુરિયન ગ્રાઉન્ડ પર મેચ પહેલાં ભારતીય ટીમે જોરદાર પ્રેક્ટિસ કરી છે. (IND vs SA Test Series Virat Kohli Getting Match Ready) ગુરૂ દ્રવિડે કેપ્ટન કોહલીનો બરાબરનો ક્લાસ લીધો છે
દ્રવિડનું ફોકસ કોહલી પર : રાહુલ દ્રવિડે સેન્ચુરિયન ટેસ્ટ માટે ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેનું ધ્યાન વિરાટ કોહલી પર છે. એટલા માટે ટીમના પહેલા નેટ સેશનમાં તેણે વિરાટનો અલગથી ક્લાસ લીધો હતો. BCCI દ્વારા આ પ્રેક્ટિસ સેશનનો (Team india SA Practise Session Video) એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કોહલી નેટ પર બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે અને વચ્ચે દ્રવિડ તેને ટિપ્સ આપતો જોવા મળે છે. વિરાટ પણ કોચ દ્રવિડને ગંભીરતાથી સાંભળતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં ચેતેશ્વર પૂજારા, શ્રેયસ અય્યર અને રિષભ પંત પણ બેટિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળે છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કોહલીએ બે વર્ષથી સદી મારી નથી
વિરાટ માટે આ પ્રવાસ કેપ્ટન તરીકે જેટલો મહત્વનો છે તેટલો જ એક બેટ્સમેન તરીકે પણ મહત્વનો છે. કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકાર્યાને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેણે છેલ્લે નવેમ્બર 2019માં કોલકાતામાં ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ત્યારબાદ તે કોઈપણ ફોર્મેટમાં સદી મારી શક્યો નથી.
ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકાના છેલ્લા પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 3 ટેસ્ટમાં 47થી વધુની એવરેજથી 286 રન બનાવ્યા. જેમાં એક સદી અને એક ફિફ્ટીનો સમાવેશ થાય છે. જોકે, દક્ષિણ આફ્રિકાએ ભારતને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. વિરાટે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં 5 ટેસ્ટમાં 55થી વધુની એવરેજથી 558 રન બનાવ્યા છે.
રાહુલ દ્રવિડ સારી રીતે જાણે છે કે જો આ વખતે ભારતે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવી હોય તો વિરાટ કોહલીનું બેટ ચાલે તે સૌથી મહત્ત્વનું છે. ભારત 29 વર્ષથી અહીં ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ઘર આંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં પણ વિરાટ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો.
તે કાનપુર ટેસ્ટ રમ્યો નહોતો. પરંતુ મુંબઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તે પ્લેઈંગ-11નો ભાગ હતો. પરંતુ પ્રથમ દાવમાં શૂન્ય રને આઉટ થયો હતો. બીજા દાવમાં તે ફોર્મમાં જોવા મળ્યો હતો પરંતુ કિવી સ્પિનર રચિન રવિન્દ્રએ તેને 36 રન પર આઉટ કર્યો હતો. આવી સ્થિતિમાં વિરાટ પાસે દક્ષિણ આફ્રિકામાં તેની ભરપાઈ કરવાનો મોકો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર