Home /News /sport /IND vs SA: સાઉથ આફ્રિકાને કોનો લાગ્યો ડર? ભારત સામેની શ્રેણી માટે ટીમમાં લીધા 21 ખેલાડી

IND vs SA: સાઉથ આફ્રિકાને કોનો લાગ્યો ડર? ભારત સામેની શ્રેણી માટે ટીમમાં લીધા 21 ખેલાડી

IND vs SA Test Series : ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે આફ્રિકાએ 21 ખેલાડીઓની ટીમ જાહેર કરી

IND vs SA Test Series: સાઉથ આફ્રિકાએ (South Africa Squad for India) ક્રિકેટમાં પહેલીવાર અનોખું કામ કર્યુ છે, ભારત સામેની ટેસ્ટ સીરિઝ માટે 21 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે.

India vs South Africa Test Series: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આગામી 26 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ (India vs South Africa Test Series:) રમાશે. ભારત સામેની આ ટેસ્ટ સિરીઝ જીતવા માટે સાઉથ આફ્રિકા જોરદાર તૈયારી કરી રહ્યું છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) દ્વારા 21 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમ ભારતીય ટીમ (Team India) સાથે ટક્કર લેશે.

21 સભ્યોની ટીમની જાહેર કરવા પાછળનું કારણ : કોરોના મહામારીથી રક્ષણ માટે બાયો બબલની અમલવારી થઈ રહી છે. છતાં પણ અમુક ચૂકના કારણે ખેલાડીઓ કોરોના પોઝિટિવ થયા હોવાનું સામે આવે છે. આવી સ્થિતિમાં બાયો બબલના કારણે બોર્ડ દ્વારા આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિરીઝ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)નો ભાગ છે. સિરીઝની મેચો સેન્ચુરિયન, વાન્ડરર્સ અને ન્યુલેન્ડ્સમાં રમાશે.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા ક્યારેય સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. આ દરમિયાન સાઉથ આફ્રિકા નેશનલ સિલેક્શન પેનલે આ વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝનો સફળતાપૂર્વક પ્રવાસ કરનાર કોર ગ્રુપને ટીમમાં પસંદ કર્યું છે. આ સિરીઝમાં કાગિસો રબાડા, ક્વિન્ટન ડીકોક અને એનરિક નોર્કિયા પરત ફરી રહ્યા છે. બોલર ડુએન ઓલિવિયર પણ ટીમનો ભાગ છે. જે યુકેમાં લાંબા રોકાણ બાદ સાઉથ આફ્રિકાના ડોમેસ્ટિક સેટઅપમાં પાછો ફર્યો છે

8 ઈનિંગમાં 28 વિકેટ લીધી

29 વર્ષીય ઓલિવિયરે છેલ્લે ફેબ્રુઆરી 2019માં સાઉથ આફ્રિકા વતી શ્રીલંકા સામે ટેસ્ટ રમી હતી. ત્યારબાદ હવે તેણે પુનરાગમન કર્યું છે. ઓલિવિયરે 8 ઇનિંગ્સમાં 11.14ની સરેરાશથી 28 વિકેટ ઝડપી હતી. તેનો શ્રેષ્ઠ દેખાવ 53 રનમાં 5 વિકેટનો હતો. તેના શ્રેષ્ઠ પ્રદર્શનને જોતા તેને ટીમમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ સિસાન્ડા મગાલા અને રાયન રિકેલ્ટને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બર, બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી અને છેલ્લી ટેસ્ટ 11 જાન્યુઆરીથી રમાવાની છે.

આ પણ વાંચો : Yuvraj singh : શું IPLમાં પરત ફરશે યુવરાજ સિંઘ? જુઓ Viral Videoમાં શું કહ્યું સિક્સર કિંગે

ટીમના વિજયનો વિશ્વાસ

CSAની પસંદગી સમિતિના સંયોજક વિક્ટર એમ પિટસેંગે કહ્યું હતું કે, 'આ ફોર્મેટ CSA માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને સુસંગત રાખવું એ સંસ્થાની પ્રાથમિકતાઓમાંની એક છે. અમે ખરેખર ડીન એલ્ગર અને તેના સાથી ખેલાડીઓની મેદાનમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. અમે છેલ્લે તેમને વેસ્ટ ઇન્ડીઝ પર પ્રભુત્વ ધરાવતા જોયા હતા અને ત્યારથી ઘણો સમય પસાર થઈ ગયો છે.

એમપિટસેંગે વધુમાં જણાવ્યું હતું કે, અમે જે ટીમને પસંદ કરી છે તેના પર અમને વિશ્વાસ છે અને અમે છેલ્લી બે સિઝનમાં જે પ્રતિભા પારખી છે તેનું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ.

આ પણ વાંચો :  Sara Tendulkar: સચિનની લાડલી સારાનો video Viral, શું ફિલ્મોમાં કરશે એન્ટ્રી?

દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમ

ડીન એલ્ગર (કેપ્ટન), તેમ્બા બાવુમા (વાઈસ કેપ્ટન), ક્વિન્ટન ડીકોક (વિકેટકિપર), કગિસો રબાડા, સારેલ ઇરવી, બેઉરાન હેન્ડ્રિક્સ, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, લુંગી એન ગિડી, એડન માર્કરામ, વિયાન મુલ્ડર, એનરિક નોર્કિયા, કીગન પીટરસન, રાસી વાન ડેર ડુસેન, કાયલ વેરન, માર્કો જેન્સન, ગ્લેનટન સ્ટુરમેન, પ્રેનેલન સુબ્રીયન, સિસાન્ડા માગાલા, રાયન રિકેલ્ટન, ડુઆને ઓલિવર.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો