Home /News /sport /

IND vs SA: ગાંગુલીથી લઈને કોહલી સુધી, આ 3 ટેસ્ટમાં ભારતે સાઉથ આફ્રિકાને ચટાડી હતી ધૂળ

IND vs SA: ગાંગુલીથી લઈને કોહલી સુધી, આ 3 ટેસ્ટમાં ભારતે સાઉથ આફ્રિકાને ચટાડી હતી ધૂળ

IND vs SA : ભારત ક્યારેય દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી (IND vs SA Test Series) જીતી શક્યું નથી. બંને ટીમો 1991માં એકબીજા સામે પ્રથમ ટેસ્ટ રમી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં 39 ટેસ્ટ રમી છે.

IND vs SA Test series Records : ભારતે 1992માં તેના પ્રથમ પ્રવાસથી દક્ષિણ આફ્રિકામાં કુલ 3 ટેસ્ટ જીતી છે. અહીં અમે તમને ભારતની તે ત્રણ શ્રેષ્ઠ જીત વિશે જણાવવા જઇએ છીએ.

    IND vs SA : ભારત ક્યારેય દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી (IND vs SA Test Series) જીતી શક્યું નથી. બંને ટીમો 1991માં એકબીજા સામે પ્રથમ ટેસ્ટ રમી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં 39 ટેસ્ટ રમી છે. જેમાં ભારતે 14 મેચ જીતી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 15 મેચ જીતીછે. ભારતે છેલ્લી વખત દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો ત્યારે પણ અથાગ પ્રયાસો કરવા છતાં 2-1ના અંતરથી સીરીઝમાં હાર મળી હતી.

    ટેસ્ટ શ્રેણી માટે ભારત (India For Test Series) 7 વખત સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરી ચૂક્યું છે. ભારતે ભલે તમામ વખત હાર મેળવી હોય પરંતુ, આ દરમિયાન અમુક ખાસ જીત (Best Test Wins of Team India) પણ નોંધાવી છે. ભારતે 1992માં તેના પ્રથમ પ્રવાસથી દક્ષિણ આફ્રિકામાં કુલ 3 ટેસ્ટ જીતી છે. અહીં અમે તમને ભારતની તે ત્રણ શ્રેષ્ઠ જીત વિશે જણાવવા જઇએ છીએ.

    ભારતનો સાઉથ આફ્રીકા પ્રવાસ (2006-07) પહેલી ટેસ્ટ

    જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની 123 રને જીતને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં યાદગાર જીત માનવામાં આવે છે. ભારતે તે મેચમાં પ્રથમ બેટિંગ કરી અને સેહવાગ અને જાફર બંને થોડા જ રનમાં આઉટ થયા હતા. સૌરવ ગાંગુલીએ અડધી સદી ફટકારીને સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે, દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગ્સમાં માત્ર 84 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

    એસ. શ્રીનાથે 10 ઓવરમાં 40 રન આપી 5 વિકેટ ઝડપી હતી. જ્યારે ઝહીર અને અનિલ કુંબલેએ 2-2 વિકેટ લીધી હતી. ત્યારબાદ VVS લક્ષ્મણે 154 બોલમાં 73 રનની ઇનિંગ રમીને ભારતને બીજી ઇનિંગ્સમાં 236 રન સુધી પહોંચાડ્યું અને 402 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. અંતે દક્ષિણ આફ્રિકા 278 રનમાં આઉટ થઈ ગયું હતું અને આ રીતે 123 રનથી રમત હારી ગયું હતું. સાઉથ આફ્રિકાની સામે આ ભારતની પહેલી ટેસ્ટ જીત હતી.

    આ પણ વાંચો : Yo-Yo Test : ખેલાડી 8 મિનિટમાં 2 કિમી નહીં દોડે તો કપાઈ જશે પગાર! ક્રિકેટ બોર્ડનો આકરો નિર્ણય

    ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ (2010-11) (બીજી ટેસ્ટ)

    દક્ષિણ આફ્રિકામાં ભારતને બીજી જીત એમએસ ધોનીના નેતૃત્વમાં 2010-11ના પ્રવાસ દરમિયાન મળી હતી. ભારતે પહેલા બેટિંગ કરી પણ કંઇ ખાસ સ્કોર કરી શક્યું નહીં. VVS લક્ષ્મણે 73 બોલમાં સૌથી વધુ 38 રન બનાવ્યા અને ભારતે પ્રથમ દાવમાં 205 રન બનાવ્યા હતા.

    બીજી ઇનિંગમાં ભારતીય બોલરોએ વધુ સારી બોલિંગ કરી અને દક્ષિણ આફ્રિકાને માત્ર 131 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું.

    વીવીએસ લક્ષ્મણે 171 બોલમાં 96 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતને 228 રન સુધી પહોંચાડ્યું અને આફ્રિકા સામે 302 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 87 રનથી મેચ હારી ગઇ હતી.

    ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ (2017-18) ત્રીજી ટેસ્ટ

    વર્ષ 2017-18માં વિરાટ કોહલીના નેતૃત્વાળી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પહોંચી હતી. તેઓ સીરીઝ જીતી શક્યા ન હતા. સીરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ જીતતા પહેલા ભારતે પ્રથમ બે ટેસ્ટ હારી હતી. દક્ષિણ આફ્રિકામાં ભારતની આ ત્રીજી જીત પણ હતી.

    આ પણ વાંચો : અનુષ્કા શર્માએ શેર કરી ગ્રીન બિકિની પહેરેલી તસવીર, વિરાટ કોહલીએ આપ્યું આવું રિએકશન

    ભારતમાં પહેલી ઇનિંગ્સમા 187 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જ્યારે બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા 194 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. વિરાટ કોહલી (79 બોલમાં 41 રન) અને અજિંક્ય રહાણે (68 બોલમાં 48)ના મહત્વપૂર્ણ યોગદાનથી ભારતે તેની બીજી ઇનિંગમાં 247 રન બનાવીને દક્ષિણ આફ્રિકાને 241 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દક્ષિણ આફ્રિકા છેલ્લી ઇનિંગમાં 177 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે સીરીઝની પ્રથમ અને અંતિમ ટેસ્ટ 63 રને જીતી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, IND Vs SA

    આગામી સમાચાર