Home /News /sport /IND vs SA test series: ગુજરાતના બે સાવજ સહિત ચાર સ્ટાર ખેલાડીઓને ગંભીર ઈજા, સ્પિનરોની તંગી સર્જાશે?

IND vs SA test series: ગુજરાતના બે સાવજ સહિત ચાર સ્ટાર ખેલાડીઓને ગંભીર ઈજા, સ્પિનરોની તંગી સર્જાશે?

IND vs SA : ભારત વર્સિસ સાઉથ આફ્રિકા ટેસ્ટ શ્રેણીમાં કે.એલ. રાહુલની જાહેરાત

IND vs SA Test Series : ભારતીય ક્રિકેટ ટીમ 26 ડિસેમ્બર એટલે કે બોક્સિંગ ડેથી દક્ષિણ આફ્રિકાની (IND vs SA Test Updates) ધરતી પર 3 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમશે. જોકે, ઈજાના કારણે કેટલાક મહત્વના ખેલાડીઓ આ પ્રવાસ પર જઈ શકશે નહીં. જાણો ક્યા ક્યા ખેલાડીઓને થઈ ઈજા

વધુ જુઓ ...
IND vs SA Test Series :  દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી (IND vs SA test series) માટે ભારતીય ટેસ્ટ ટીમની ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ 26 ડિસેમ્બર એટલે કે બોક્સિંગ ડેથી દક્ષિણ આફ્રિકાની ધરતી પર 3 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમશે. જોકે, ઈજાના કારણે કેટલાક મહત્વના ખેલાડીઓ આ પ્રવાસ પર જઈ શકશે નહીં. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja), અક્ષર પટેલ (Axar Patel), શુભમન ગિલ (Shubman Gill) અને ઈશાંત શર્મા (Ishant Sharma) ઈજાગ્રસ્ત છે અને તેમને સંપૂર્ણ ફિટ થવામાં થોડા મહિનાનો સમય લાગશે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રવીન્દ્ર જાડેજા અને ઈશાંત શર્મા ઈજાના કારણે મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં રમ્યા ન હતા. ત્યારે ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ જાડેજા લિગામેન્ટ ફાટી જવાથી પીડિત છે. બીજી તરફ ઈશાંતની આંગળી ડિસલોક થઈ ગઈ છે. જાડેજાની ઈજાને સાજા થતા મહિનાઓ લાગી શકે છે અને જો તે સર્જરી કરાવે તો IPL 2022 ની આસપાસ જ સાજો થઈ શકશે.

સ્પિનરોની તંગી સર્જાશે?

જાડેજાની ગેરહાજરીમાં અક્ષર પટેલે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. હવે પટેલ સ્ટ્રેસ ફ્રેક્ચરથી પરેશાન છે અને તેને સાજા થવામાં ઓછામાં ઓછા છ અઠવાડિયા લાગશે. આ વાત ચિંતાજનક છે. કારણ કે, ભારતીય ટીમ પાસે હાલમાં આ બે ડાબોડી સ્પિનરો માટે કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં પ્લેઈંગ ઈલેવનમાં માત્ર રવિચંદ્રન અશ્વિન જ સ્પિનર ​​તરીકે રમતો જોવા મળશે. આમ તો દક્ષિણ આફ્રિકાની ઝડપી પીચો પર ટીમમાં એક સ્પિનર પણ ​​પૂરતો છે. અલબત્ત બેલેન્સ જાળવવા અક્ષર અને જાડેજાની જગ્યાએ શાહબાઝ નદીમ અને સૌરભ કુમારની પસંદગી થઈ શકે છે.

આ પણ વાંચો : Cricket News : વિરાટ કોહલીની ભવિષ્યવાણી, આ ગુજરાતી ખેલાડી ભારત માટે લાંબા સમય સુધી રમશે

ગિલનું રમવું પણ અશક્ય સમાન

ઓપનર શુભમન ગિલનું પણ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવું મુશ્કેલ છે. ન્યુઝીલેન્ડ સામેની મુંબઈ ટેસ્ટમાં ગિલના પગની ઈજાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ બાદ તેણે પ્રવાસ છોડવો પડ્યો હતો. મુંબઈ ટેસ્ટમાં પણ તેને ડાબા હાથમાં ઈજા થઈ હતી. આ પછી તે ફિલ્ડિંગ કરી શક્યો નહોતો. ઈજાના કારણે બીજી ઇનિંગમાં પણ ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતર્યો હતો.

આ પણ વાંચો : IND vs SA: સાઉથ આફ્રિકાને કોનો લાગ્યો ડર? ભારત સામેની શ્રેણી માટે ટીમમાં લીધા 21 ખેલાડી

ઈશાન જેવા અનુભવી પ્લેયરની કમી

ઈશાન શર્મા પણ ઇજાગ્રસ્ત હોવાથી તેનું રમવું પણ અનિશ્ચિત છે. આ ટેસ્ટ સાઉથ આફ્રિકાના ઘરઆંગણે રમાઈ રહ્યો હોવાથી ઈશાન જેવા અનુભવી બોલરની જરૂર હતી.
First published:

Tags: Cricket News in Gujarati, IND Vs SA, Ravindra Jadeja Axar Patel