India vs South Africa 2021: કેપ્ટનશીપની બબાલ વચ્ચે સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે વાઇસ કેપ્ટન જાહેર, જાણો કોને મળી તક
India vs South Africa 2021: કેપ્ટનશીપની બબાલ વચ્ચે સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે વાઇસ કેપ્ટન જાહેર, જાણો કોને મળી તક
IND vs SA : ભારત વર્સિસ સાઉથ આફ્રિકા ટેસ્ટ શ્રેણીમાં કે.એલ. રાહુલની જાહેરાત
India vs South Africa 2021: સાઉથ આફ્રિકા સામે શરૂ થવાની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના નવા ટેસ્ટ વાઇસ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. આખરે દ્રવિડને ગમ્યું તે ખરૂ!
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે કેએલ રાહુલને દક્ષિણ આફ્રિકા (KL Rahul Named Test Vice Captain in IND vs SA) સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં રાહુલ રેડ બોલ ક્રિકેટમાં કોહલીના ડેપ્યુટીની ભૂમિકા ભજવશે. રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે શ્રેણીમાંથી (Rohit sharma Ruled Out From Test Series) બહાર છે. બીસીસીઆઈએ આ અંગે નિવેદનમાં જણાવ્યું હતું.“બીસીસીઆઈના પસંદગીકારોની સમિતિએ દક્ષિણ આફ્રિકા સામે આગામી 3 મેચની ટેસ્ટ શ્રેણી માટે કેએલ રાહુલને વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.'
બીસીસીઆઈએ એક સત્તાવાર રિલીઝમાં જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે પુષ્ટિ કરી હતી કે રોહિત શર્મા હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. "ટીમ ઈન્ડિયાના ટેસ્ટ વાઇસ-કેપ્ટન રોહિત શર્માને મુંબઈમાં તેના પ્રશિક્ષણ સત્ર દરમિયાન ડાબા હાથમાં હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી,"
વન ડે સીરિઝમાં જોડાશે રોહિત
બીસીસીઆઈની પ્રેસ નોટ મુજબ રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામે આગામી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પ્રિયંક પંચાલ ટેસ્ટ ટીમમાં રોહિત શર્માનું સ્થાન લેશે. રોહિતે ઈજામાંથી બહાર આવવાની પ્રક્રિયા માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં સમય પસાર કરવાનું શરૂ કર્યું છે.
રોહિતનો અપેક્ષિત સાજા થવાનો સમય ત્રણથી ચાર અઠવાડિયા વચ્ચેનો છે અને તે સાઉથ આફ્રિકા પ્રવાસમાં ODI ટીમ સાથે જોડાશે જ્યાં તે ટીમ ઈન્ડિયાના નવા ODI કેપ્ટન તરીકે તેની સફર શરૂ કરશે.
જાડેજા પણ એનસીએમાં
એનસીએમાં ટ્રેનિંગ દરમિયાન રોહિત ઉપરાંત, ધમાકેદાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ યુવાનોને મળ્યો હતો કારણ કે તે ન્યુઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન ઘૂંટણની ઈજાને કારણે તેની ટ્રેનિંગ કમ સારવારમાંથી પસાર થઈ રહ્યો છે.
NEWS - KL Rahul named vice-captain of Test team for South Africa series.
KL Rahul replaces Rohit Sharma as vice-captain, who was ruled out of the Test series owing to a hamstring injury.
પ્રોટીઝ સામેની ટેસ્ટમાં આ બંનેની ગેરહાજરીનો અર્થ એ છે કે ભારતની બેટિંગમાં શરૂઆતના મોરચે તેમજ નીચલા ક્રમની બેટિંગ અને પાંચ બોલરોના મિશ્રણમાં બેલેન્સ રાખવામાં કસોટી થશે
આફ્રિકા જતા પહેલાં સંબોઘેલી પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમમાં એ પ્રકારની ક્ષમતાઓ છે કે કોઈની ગેરહાજરીથી ટીમના બેલેન્સમાં જાજો ફરક પડતો નથી. જાડેજા સારો ઓલરાઉન્ડર છે પરંતુ ટીમમાં યોગ્ય ટેલેટન્ટ તક મળશે અને સંતુલન જળવાઈ રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર