Home /News /sport /

IND vs SA: સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને ઓમિક્રોનથી બચાવવા ઘડ્યો માસ્ટર પ્લાન, જાણો સ્થિતિ વણસે તો શું થશે

IND vs SA: સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને ઓમિક્રોનથી બચાવવા ઘડ્યો માસ્ટર પ્લાન, જાણો સ્થિતિ વણસે તો શું થશે

IND Vs SA : ભારતીય ટીમને સાઉથ આફ્રિકામાં સુરક્ષિત રાખવા આફ્રિકાએ ઘડ્યો માસ્ટર પ્લાન

IND vs SA Test Series: વિશ્વ ભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોવિડ-19ના નવા વેરીએન્ટ ઓમીક્રોન (Omicron)ને પગલે ડરનો માહોલ છે. આ દરમિયાન ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)એ ટીમ ઈન્ડિયા(Team India)ને 26 ડિસેમ્બરથી તેમના પ્રવાસની શરૂઆત કરતા પહેલા કેટલીક ખાતરી આપી છે.

વધુ જુઓ ...
    IND vs SA Test Series : વિશ્વ ભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોવિડ-19ના નવા વેરીએન્ટ ઓમીક્રોન (Omicron)ને પગલે ડરનો માહોલ છે. આ દરમિયાન ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)એ ટીમ ઈન્ડિયા(Team India)ને 26 ડિસેમ્બરથી તેમના પ્રવાસની શરૂઆત કરતા પહેલા કેટલીક ખાતરી આપી છે. જોકે, દક્ષિણ આફ્રિકા (Omicron in South Africa)માં વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને BCCIએ T20I સીરીઝને ન રમવાનો નિર્ણય કર્યો અને ત્રણ વનડે પછી માત્ર ત્રણ ટેસ્ટ રમવા અંગે સંમતિ દર્શાવી પ્રવાસ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

    ન્યૂઝ 24ના અહેવાલો અનુસાર, જો કોવિડ-19ની સ્થિતિ વધુ બગડે છે અને જો કેસમાં વધારાને કારણે સરહદ સીલ કરવામાં આવે તો CSA એ ટીમ ઈન્ડિયાને દેશમાં પરત મોકલવાની ખાતરી આપી છે. તેથી ટીમ ઈન્ડિયા જ્યારે ઈચ્છે ત્યારે પરત જઈ શકશે.

    ભારતીય ટીમની સલામતી માટે તમામ પ્રયાસો

    CSAના ચીફ મેડિકલ ઓફિસર ડો. સુઐબ માંજરાએ જણાવ્યું કે, જો પરત ફરવાની જરૂર જણાય અને સરહદો સીલ હશે તો પણ સરકારે બાંયધરી આપી છે કે તેઓ ખેલાડીઓ અને ટીમને ભારત પાછા જવા દેશે. ભારતીય ટીમની સુરક્ષાની સાથે શક્ય તમામ પગલાઓ જરૂર પડ્યે તેઓ લઇ શકે તે તમામ રસ્તાઓ અમે ખુલ્લા રાખ્યા છે.

    CSAએ ટીમ ઇન્ડિયાને ઓફર કર્યા બૂસ્ટર શોટ્સ

    સાઉથ આફ્રિકામાં બેકાબૂ બનેલા ઓમીક્રોનને લઇને સીએસએ ટીમ ઇન્ડિયાની સુરક્ષા પ્રત્યે તમામ પ્રયાસો કરી રહ્યું છે. એટલું જ નહીં CSAએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બૂસ્ટર શોટ્સ ઓફર કર્યા છે, જેથી તેઓ દક્ષિણ આફ્રિકામાં મહામારી વચ્ચે સુરક્ષિત અનુભવી શકે.

    આ પણ વાંચો :  IND vs SA: આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બૉલર, ત્રીજુ નામ ચોંકાવનારું

    ટેસ્ટ સિરીઝ અને ODI સિરીઝ પણ બંધ દરવાજા પાછળ રમાશે, જેથી ઓમિક્રોન વેરિઅન્ટની બાયો બબલમાં પ્રવેશવાની કોઈ શક્યતા ન રહે. ડો. માંજરાએ તે પણ ખુલાસો કર્યો હતો કે કેટલીક હોસ્પિટલો સાથે વાતચીત કરવામાં આવી છે. જેણે ટીમ ઈન્ડિયાના ખેલાડીને દાખલ કરવાની જરૂર પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય તો બેડની ઉપલબ્ધતાની ખાતરી આપી છે. તેણે કહ્યું કે ભારતીય ટીમ આ સમયે દક્ષિણ આફ્રિકામાં ખુશ છે અને આશા છે કે પ્રવાસ કોઈપણ કોવિડ-19 ડર વિના આગળ વધશે.

    આ પણ વાંચો : IND vs SA: સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ રન કરનારા 5 ભારતીય ખેલાડી, સચિન છે નંબર-1

    CSA સાથે સતત સંપર્કમાં છીએ – ડો. માંજરા

    ડો. માંજરાએ જણાવ્યું કે, અમે CSA અને સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમના મેનેજમેન્ટના સતત સંપર્કમાં છીએ. ત્યાં ટીમને હાલ તમામ સુવિધાઓ સાથે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરાઇ રહ્યું છે. હવે સીરીઝ બંધ દરવાજે રમાશે. CSA આશ્વાસન આપ્યું છે કે કંઈપણ અનિચ્છનીય સ્થિતિમાં ભારતીય ટીમને તરત જ બહાર જવાની પરવાનગી આપવામાં આવશે. જો કોઈ ભારતીય ખેલાડીને કોઈપણ કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો અમે કેટલીક હોસ્પિટલોનો સંપર્ક કર્યો છે કે જેમણે અમને હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થાની ખાતરી આપી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, IND Vs SA, ઓમિક્રોન

    આગામી સમાચાર