Home /News /sport /

IND vs SA: ચેતેશ્વર પુજારાને જોઇને ગાવસ્કરને આવે છે આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટરની યાદ....

IND vs SA: ચેતેશ્વર પુજારાને જોઇને ગાવસ્કરને આવે છે આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટરની યાદ....

IND vs SA Test Series : પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે ત્રીજી ટેસ્ટ પહેલાં પૂજારાના પેટ ભરીને વખાણ કર્યા

IND vs SA Test Series : સુનિલ ગવાસ્કરે ચેતેશ્વર પુજારાની (Cheteshwar pujara) સરખામણી સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હાશિમ અમલા (Hasim amla) સાથે કરી હતી.

    IND vs SA: જોહાનિસબર્ગમાં રમાઇ રહેલી ટીમ ઇન્ડિયા (Indian Cricket Team) અને સાઉથ આફ્રિકા (IND vs SA Test Series) વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે (Dean elgar) શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાઉથ આફ્રિકાએ 240 રનના લક્ષ્યાંકને 3 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો. જ્યારે એલ્ગરે 96 રન ફટકાર્યા હતા.

    બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ એ સારુ પ્રદર્શન કર્યું , જેમાં આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહેલા અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાએ (Cheteshwar pujara) ફિફ્ટી ફટકારી હતી. જેના કારણે ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાને સન્માનજનક ટાર્ગેટ આપી શકી હતી. બંનેએ 3જી વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી હતી.

    પણ ચેતેશ્વર પુજારાને પોતાની ધીમી બેટિંગના કારણે ઘણીવાર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે બીજી ઇનિંગમાં 10 ચોગ્ગાની મદદથી 86 બોલમાં 53લ રન ફટકાર્યા હતા. આ દરમિયાન ભારતીય પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરએ પુજારાની પ્રશંસા કરી હતી. સુનિલ ગવાસ્કરે ચેતેશ્વર પુજારાની સરખામણી સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હાશિમ અમલા સાથે કરી હતી.

    બેંટિગ કરતા જોઇએ, તો એમ લાગે કે તે શાંત રહે છે, બધું જ નિયંત્રણમાં છે

    ગાવસ્કરે કહ્યું કે, “જ્યારે પણ હું તેમને જોઉં છું તો તે મને હાશિમ (Hashim Amla)ની યાદ અપાવે છે. હાશિમ અમલાને બેંટિગ કરતા જોઇએ, તો એમ લાગે કે તે શાંત રહે છે, બધું જ નિયંત્રણમાં છે, બોલ પીચ સાથે કંઇક કરે, પરંતુ તેમના હોવાથી ચિંતાની કોઇ વાત નહોતી. કારણ કે તે ટર્નિંગ પિચ પર પણ સારી બેટિંગ કરતા હતા. ભારતમાં જે રીતે હાશિમે બેંટિગ કરી હતી, તો એવુ લાગે જાણે પિચ પર કંઇ થઇ રહ્યું નથી. હવે ચેતેશ્વર પુજારા સાથે પણ આ થઇ રહ્યું છે.”

    આ પણ વાંચો :  India vs South africa: કેપટાઉનમાં કોહલી-પૂજારાનો રન ફટકારવાનો રેકોર્ડ અશ્વિન કરતા પણ ખરાબ

    ડ્રેસિંગ રુમ માટે શાનદાર

    સુનિલ ગવાસ્કરે (Sunil Gavaskar) વધુમાં કહ્યું કે, ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) જેવા ખેલાડીઓ ટીમના ડ્રેસિંગ રૂમ માટે શાનદાર છે, ડ્રેસિંગ રૂમમાં ચેતેશ્વર પુજારા જેવા સ્વભાવવાળા વ્યક્તિનું હોવું ખુબ જરુરી છે. કારણ કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એવો સમય ઘણીવાર આવે છે, જે ટેંશનવાળો હોય છે, જ્યારે તમારી પાસે ટીમમાં કોઇ એવો ખેલાડી હોય જે આ વિશે શાંતિથી વિચારીને તમને સાચો રસ્તો બતાવે, સાચો સુઝાવ આપે, તો તેનાથી ખુબજ ફર્ક પડે છે.

    આ પણ વાંચો :IND vs SA 3rd Test : વિરાટ કોહલીનું કેપટાઉન ટેસ્ટ રમવું નક્કી, આ ખેલાડીઓ માથે લટકતી તલવાર!

    પુજારાએ બે વર્ષના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી નથી બનાવી

    ચેતેશ્વર પુજારાએ બે વર્ષના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી નથી બનાવી, પુજારાએ પોતાની છેલ્લી સદી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જાન્યુઆરી 2019માં ફટકારી હતી. 2021માં ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન તે સારું પ્રદર્શ કરી રહ્યાં હતા, પરંતુ 91 રન પર જ આઉટ થઇ ગયા હતા.
    First published:

    Tags: Cheteshwar pujara, Cricket News Gujarati, IND vs SA Test Series

    આગામી સમાચાર