ભારતીય ટીમે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાનારી બીજી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણ લીધો છે. (IND vs SA second Test IND Won The toss Choose to bat) ઉતરશે ત્યારે તેનો ઈરાદો ઐતિહાસિક જીતનો હશે. જોકે, બીજી ટેસ્ટમાં સૌના આશ્ચર્ય વચ્ચે વિરાટ કોહલીએ (Virat Kohli Rulde Out From Second test) 'આરામ' આપવો પડ્યો છે. કોહલીને કમરની ઈજા પહોંચતા તે આ ટેસ્ટ રમી શકે તેમ નથી. (Virat Kohli Dropped from Second Test) અને તેના સ્થાને કે.એલ. રાહુલ કેપ્ટન બનાવાો છે (KL Rahul captain in Second Test),દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીની (IND vs SA Test Series Live Updates) પ્રથમ મેચ જીતીને ટીમ ઈન્ડિયા હાલમાં 1-0થી આગળ છે. જો તે જોહાનિસબર્ગમાં જીતશે તો તે પ્રથમ વખત યજમાન દેશની ધરતી પર શ્રેણી જીતશે. ભારતીય ટીમ 1992 બાદ દક્ષિણ આફ્રિકામાં (IND vs SA Head to Head Record) એકપણ શ્રેણી જીતી શકી નથી.
મેચની શરૂઆત ભારત માટે સારી રહી નથી. ભારતની પહેલી ત્રણ વિકેટ સસ્તામાં પડી ગઈ છે. ગત ટેસ્ટમાં ફિફ્ટી મારનાર મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અને અજિંક્ય રહાણે આઉટ થઈ ગયા હતા. રહાણે ઝીરોમાં તો પૂજારા 3 રન બનાવીને આઉટ થયો હતો. આમ ભારત માટે વાન્ડરર્સમાં હવે કેપ્ટન રાહુલ અને હનુમાન વિહારી પર જ બધો મદાર હતો.
ભારતનો ધબડકો
ભારતે પ્રથમ બેટિંગ તો લીધી પરંતુ કેપ્ટન કોહલીની ગેરહાજરીમાં તમામ બેટ્સમેન નિષ્ફળ જતા ધબડકો થયો હતો. ભારત માત્ર 202 રનમાં પહેલા જ દિવસ ઓલઆઉટ થઈ ગયું હતું જ્યારે સાઉથ આફ્રિકાની 35 રને શૂન્ય વિકેટ છે. આ પીચ પર ભારત વતી ફક્ત કેપ્ટન કે.એલ. રાહુલ 50 રનનો સ્કોર નોંધાવી શક્યો હતો.
અગાઉ સુપરસ્પોર્ટ પાર્ક ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 113 રનથી હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ જીત બાદ કહ્યું હતું કે તેમની ટીમ ટેસ્ટ મેચ જીતવાની એક પણ તક છોડતી નથી અને સુપરસ્પોર્ટ પાર્કમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત એ વાતનો પુરાવો છે કે આ ટીમ હવે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં 'ઓલરાઉન્ડ ટીમ' છે તે સાબિત થઈ ગયું છે.
જ્હોનિસબર્ગ ભારતનો અભેધ કિલ્લો
જ્હોનિસબર્ગનું મેદાન વિદેશની ધરતી પર ભારતનો અભેધ કિલ્લો છે. આ કિલ્લો એવો છે જેને આફ્રિકા પોતાના દેશમાં પણ ભેદી શકી નથી. જ્હોનિસબર્ગમાં ભારત સાઉથ આફ્રિકાના પ્રવાસના 30 વર્ષના ઈતિહાસમાં ક્યારેય હાર્યુ નથી. આ રેકોર્ડ જો કાયમ રહે તો ભારત સાઉથ આફ્રિકામાં પહેલી ટેસ્ટ શ્રેણી જીતશે.
જ્હોનિસબર્ગમાં ભારતનો રેકોર્ડ
ભારતનો વાન્ડરર્સમાં અદ્ભુત રેકોર્ડ છે કારણ કે તેઓ આ સ્થળે ક્યારેય ટેસ્ટ મેચ હારી નથી. ભારતે અત્યાર સુધીમાં અહીં 5 ટેસ્ટ રમી છે અને તેમાંથી 2 જીતી છે અને 3 ડ્રો રહી છે.
જ્હોનિસબર્ગમાં આફ્રિકાનો રેકોર્ડ
બીજી તરફ, દક્ષિણ આફ્રિકાનો અહીં મધ્યમ રેકોર્ડ છે. તેઓ વાન્ડરર્સ ખાતે 42 ટેસ્ટ રમ્યા છે, જેમાં 18માં જીત અને 13માં હાર અને 11 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
કોહલીના બદલે વિહારીને મોકો
વાન્ડરર્સમાં જ્યાં કોહલીનો અદભૂત રેકોર્ડ હતો ત્યાં કોહલીને આરામ આપાવામાં આવ્યો કે તેણે જાતે આરામ લીધો તે પ્રશ્નાર્થ છે. જોકે, ટીમ મેનેજમેન્ટ તેની ઈજાની વાત કહી રહી છે પરંતુ વિરાટ કોહલી ગઈકાલે નેટમાં સારી પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. અલબત તેની ઈજા વિશે કોચ દ્રવિડે પણ કોઈ ટિપ્પણી કરી નહોતી. વિરાટ કોહલીના બદલે કે.એલ.રાહુલને આ ટેસ્ટમાં કેપ્ટન બનાવાવમાં આવ્યો છે. જોકે, ભારત આ ટેસ્ટમાં શું કરામત દેખાડે છે તે હવે જોવું જ રહ્યુ