Home /News /sport /

IND VS SA: ભારતની બીજી ઈનિંગમાં પણ ખરાબ બેટિંગ, સાઉથ આફ્રિકાએ 10 બોલમાં બદલી બાજી

IND VS SA: ભારતની બીજી ઈનિંગમાં પણ ખરાબ બેટિંગ, સાઉથ આફ્રિકાએ 10 બોલમાં બદલી બાજી

IND vs sA : રબાડાએ ભારતની સેટ થયેલી બાજી બગાડી, ભારત સાઉથ આફ્રિકા ટેસ્ટની બીજી ઈનિંગના લાઇવ અપડેટ્સ

IND VS SA: ત્રીજી ટેસ્ટમાં પડતા મૂકાવાની સંભાવનાઓ જોતા પૂજારા રહાણે જીવ રેડી દીધો તો પણ માંડ ફિફ્ટી લાગી, આફ્રિકાએ ટપોટપ પાડી વિકેટો

    IND VS SA: જ્હોનિસબર્ગમાં રમાઈ રહેલી ભારત અને સાઉથ આફ્રિકાની બીજી ટેસ્ટમાં (IND vs SA Second Test Third Day Live Score) ભારતનો બીજી ઈનિંગમાં પણ રકાસ નીકળ્યો છે. બીજી ઈનિંગમાં ભારતના ઓપનર નિષ્ફળ ગયા બાદ વનડાઉન પૂજારા (Cheteshwar Pujara Ajinkya Rahane Partnership) અને અજિંક્ય રહાણે (IND vs SA Seocond Test India Batting) રહાણે પાસેથી મોટી ઈનિંગની આશા હતી. જોકે, આ બંને ધુરંધરોએ રન તો બનાવ્યા પરંતુ તે બંનેમાંથી એક પણ ખેલાડી સદી મારી શક્યા નહીં. લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે જજૂમી રહેલા આ દિગ્ગજો પાસેથી સેન્ચ્યુરીની આશા રાખવામાં આવી હતી. પૂજારા અને રહાણે માથે ત્રીજી ટેસ્ટમાં પડતા મૂકાવાનું જોખમ છે ત્યારે આ ટેસ્ટમાં તેમનો દેખાવ પ્રભાવ શાળી ન રહ્યો.

    પ્રથમ બે વિકેટ પડ્યા પછી ભારતના આ બંને ખેલાડીઓએ સારી પાર્ટનરશીપ બનાવી હતી. જોકે, સાઉથ આફ્રિકાએ 10 બૉલમાં 3 વિકેટ મેળવી અને મેચની બાજી પલટી નાખી. હતી. ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસની શરૂઆત 85 રનના સ્કોરથી શરૂ કરી હતી.

    111 રનની પાર્ટનરશીપ

    આ સ્કોર પર ભારતની વિકેટ ફક્ત 2 હતી. રહાણે અને પૂજારા રમતના મેદાનમાં હતા. ભારતે પ્રથમ 10 ઓવરમાં 52 રન વિના વિકેટ કર્યા હતા. ટેસ્ટમાં ભારતે આજે પ્રથમ હાફમાં સારી રમત દર્શાવી. બંને ખેલાડીઓએ વિના વિકેટે પાંચની એવેરેજથી રન કર્યા હતા. બંને બેટ્સમેને 111 રનની પાર્ટનરશીપ કરી હતી. એક સમયે ભારતનો સ્કોર 2 વિકેટે 155 રન હતો.

    આ પણ વાંચો : India Vs South Africa: વર્ષની પહેલી ટેસ્ટ મેચમાં કઇ રીતે પ્રદર્શન કરે છે ટીમ ઈન્ડિયા? જાણો રેકોર્ડ

    રબાડાનો તરખાટ

    સાઉથ આફ્રિકાના સેલિબ્રેટેડે પેસ બોલર કાગિસો રબાડાએ ત્યારબાદ ટીમને મેચમાં વાપસી કરાવી હતી. રબાડાએ પહેલા અજિંક્ય રહાણેને આઉટ કર્યો હતો. રહાણેએ 78 બોલમાં 8 ચોક્કાની મદદથઈ 58 રન કર્યા હતા. ત્યારબાદ તેણે પૂજારાની વિકેટે લીધી હતી. પૂજારાએ 86 બોલમાં 53 રન બનાવ્યા હતા. જેમાં પૂજારાના 40 રન 10 ચોક્કાની મદદથી આવ્યા હતા.

    આ પણ વાંચો : IND vs SA: શું વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે ODI સીરિઝમાંથી થઇ જશે બહાર?

    પંતનો ફ્લોપ શો કન્ટીન્યૂ

    વિકેટકીપર પંત પાસેથી ભારતીય ટીમ બેટિંગની આશા રાખે છે. જોકે, કીપર હોવાના નાતે તેના પર બેટિંગનું દબાણ ન હોય તે સ્વાભાવિક છે પરંતુ પરંતુ પંત સાઉથ આફ્રિકા સીરિઝમાં સતત ફ્લોપ શો કરી રહ્યો છે. ટીમનો સ્કોર 5 વિકેટ પર 167 રન હતો. આમ ભારતે 12 રનમાં 3 વિકેટ ગુમાવી
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર