Home /News /sport /IND vs SA : સાઉથ આફ્રિકા પ્રવાસમાં ODI-T20 કેપ્ટન તરીકે રોહિત શર્મા, ટેસ્ટ સીરિઝની ટીમ જાહેર
IND vs SA : સાઉથ આફ્રિકા પ્રવાસમાં ODI-T20 કેપ્ટન તરીકે રોહિત શર્મા, ટેસ્ટ સીરિઝની ટીમ જાહેર
શું વન ડે કેપ્ટનશીપ આંચકી લીધા બાદ નારાજ છે વિરાટ કોહલી ?
Rohit sharma New ODI Captain : પસંદગીકારોએ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે સત્તાવાર રીતે રોહિત શર્માની કેપ્ટન તરીકે નિમણૂક કરી, જાણો ટેસ્ટ ટીમમાં કોને કોને સ્થાન મળ્યું
IND vs SA Rohit Sharma ODI Captain : ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) આગામી દિવસોમાં 3 ટેસ્ટ મેચ અને 3 મેચની ODI શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે (South Africa cricket tour) જવાની છે. ત્યારે ODI કેપ્ટનશીપનો વિષય વધુ ગરમ થઈ રહ્યો હતો. અત્યાર સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં સ્પ્લિટ-કેપ્ટન્સીનું ચલણ રહ્યું નહોતું. પરંતુ અત્યારે સ્થિતિ અલગ છે. વિરાટ કોહલી (Virat kohli) એ જવાબદારી છોડવાનો નિર્ણય લીધા બાદ રોહિત શર્મા (Rohit sharma Named new ODI Captain)એ ટી-20 ક્રિકેટમાં સુકાનીની ભૂમિકા નિભાવી હતી ત્યારે હવે પસંદગીકારોએ રોહિત શર્માને આગામી સાઉથ આફ્રિકા પ્રવાસ માટે વનડે કેપ્ટન તરીકે પસંદ કર્યો છે.
T-20 વર્લ્ડ કપ 2021 પછી T-20 ક્રિકેટમાં નેતૃત્વની જવાબદારી છોડવાના કોહલીના નિર્ણયથી રોહિત શર્મા માટે માર્ગ મોકળો થયો હતો. પરંતુ ઘણા લોકો એક જ વ્યક્તિ વન ડે અને ટી-20 બંને ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરે તેમ ઇચ્છે છે. આ આ પરિસ્થિતિએ પસંદગીકારો માટે કામ જટિલ બનાવ્યું છે.
ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આ બાબતને સંવેદનશીલ માને છે અને તે અંગે નિર્ણય લેવામાં કોઈ ઉતાવળ કરી રહી નહોતી. જોકે, બીસીસીઆઈ દ્વારા આજે સાંજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પસંદગીકારોએ મહોર મારી
વનડેની કેપ્ટ્નશિપ સંવેદનશીલ મુદ્દો છે. T20I કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા પછી ટેસ્ટની જવાબદારી પણ સોંપવી જોઈએ તેવું બહોળો વર્ગ માને છે. પરંતુ તે માટે પસંદગીકારોને વિરાટ કોહલી સાથે બેસવું પડશે અને તે શું માને છે તે જાણવું પડશે. આ વાતની રોહિત સાથે પણ કરવી પડશે. તે પણ પોતાની ભૂમિકા સ્પષ્ટ થાય તેવું ઈચ્છે છે. જોકે, પસંદગીકારોએ અંતિમ મહોર મારી દીધી છે.
The All-India Senior Selection Committee also decided to name Mr Rohit Sharma as the Captain of the ODI & T20I teams going forward.#TeamIndia | @ImRo45pic.twitter.com/hcg92sPtCa
ઉલ્લેખનીય છે કે, કોહલીએ T20I સુકાની તરીકે પદ છોડ્યું ત્યારે તેણે 50 ઓવરના ફોર્મેટને પણ છોડવાનો કોઈ ઈરાદો વ્યક્ત કર્યો ન હતો. ભારત 2023 ODI વર્લ્ડ કપની યજમાની કરવા માટે તૈયાર છે. ત્યારે કોહલી ODI વર્લ્ડ કપ સુધી આ કેપ્ટન તરીકે રહેવા માંગે છે. તેણે જેમ T20 વર્લ્ડ કપ બાદ કેપ્ટનશીપ છોડી તેમ વનડે વર્લ્ડ કપ બાદ તેની પણ કેપ્ટનશીપ છોડી શકે છે.
ટેસ્ટ ટીમ જાહેર
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામેની શાનદાર જીત સાથે સિરીઝનો અંત આવ્યો હતો. હવે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. કાનપુરમાં યોજાનારી પસંદગીની બેઠક કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે.