IND vs SA : રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતા ટીમમાંથી બહાર, ગુજરાતના ખેલાડીની સાઉથ આફ્રિકા સીરિઝ માટે પસંદગી
IND vs SA : રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતા ટીમમાંથી બહાર, ગુજરાતના ખેલાડીની સાઉથ આફ્રિકા સીરિઝ માટે પસંદગી
Priyank Panchal Replaces Rohit Sharma : સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રએણીમાં ઈજાગ્રસ્ત રોહિત શર્માના બદલે આ ગુજરાતી ખેલાડીની પસંદગી
IND vs SA Test Series : બીસીસીઆઈના (BCCI) સમાચાર મુજબ રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતા ટેસ્ટ ટીમમાં હવે પ્રિયાંક પંચાલની (Priyank Panchal Replaces Rohit sharma) પસંદગી કરવામાં આવી છે. પ્રિયાંક ઈન્ડિયા એ-ના કેપ્ટન તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો.
Priyank Panchal Replaces Rohit Sharma : ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) આગામી દિવસોમાં 3 ટેસ્ટ મેચ અને 3 મેચની ODI શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે (South Africa cricket tour) જવાની છે. આ ટેસ્ટ સીરિઝ પહેલાં વનડે અને ટી-20 કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો (Rohit sharma Injured Ahead of IND vs SA) આ સ્થિતિમાં રોહિત શર્મા તમામ ત્રણ ટેસ્ટ મેચ ગુમાવે તેવી સ્થિતિ છે. જોકે, આ ટેસ્ટ મેચની ટીમ જાહેર થઈ ગઈ હોવાથી હવે ટીમ ઈન્ડિયાએ ગુજરાતના ખેલાડી અને ઈન્ડિયા Aના કેપ્ટન પ્રિયાંક પંચાલની (Priyank Panchal Replaces Rohit Sharma in IND vs SA Test Squad) રોહિત શર્માના બદલે પસંદગી કરી છે. પ્રિયાંક પંચાલ રોહિત શર્માના બદલે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
બીસીસીઆઈ દ્વારા રોહિત શર્માની ઈજાના સત્તાવાર સમાચાર આપવામાં આવ્યા છે. બીસીસીઆઈના સમાચાર મુજબ રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતા ટેસ્ટ ટીમમાં હવે પ્રિયાંક પંચાલની પસંદગી કરવામાં આવી છે. પ્રિયાંક ઈન્ડિયા એ-ના કેપ્ટન તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો.
ટેસ્ટ ટીમ જાહેર
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામેની શાનદાર જીત સાથે સિરીઝનો અંત આવ્યો હતો. હવે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ હતી. કાનપુરમાં યોજાનારી પસંદગીની બેઠક કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં 50 દિવસ બાયો બબલમાં રહેશે.
NEWS - Priyank Panchal replaces injured Rohit Sharma in India's Test squad.
Rohit sustained a left hamstring injury during his training session here in Mumbai yesterday. He has been ruled out of the upcoming 3-match Test series against South Africa.#SAvIND | @PKpanchal9pic.twitter.com/b8VgoN52LW
ઈએસપીએન ક્રિકઇનફોના આંકડાઓ મુજબ પ્રિયાંક પંચાલે 98 ફર્સ્ટક્લાસ મેચ રમી છે જેમાં 160 ઇનિંગમાં 6891 રન નોંધાવ્યા છે જ્યારે તેનો હાઇએસ્ટ સ્કોર 314 રનનો છે. એવરેજ 45.63ની છે. ફર્સ્ટક્લાસમાં પ્રિયાંકની 24 સદી અને 24 ફીફ્ટી છે.
લિસ્ટ એ : લિસ્ટએ મેચમાં પ્રિયાંક પંચાલ 75 મેચ રમી છે. જેમાં 75 ઇનિંગમાં 2854 રન બનાવ્યા છે જેમાં હાઇએસ્ટ 135 છે. કુલ 40.19ની એવરેજ સાથે આ રન કર્યા છે જ્યારે 5 સદી અને 18 ફિફ્ટી મારી છે.
ટી-20: ટી-20માં પ્રિયાંક પંચાલે 49 ઇનિંગમાં 1327 રન કર્યા છે. જેમાં 8 ફિફ્ટી મારી છે અને 79 રનનો હાઇએસ્ટ સ્કોર છે. આમ પ્રિયાંક પંચાલ માટે આ ખૂબ મોટી તક છે.