Home /News /sport /IND vs SA ODI: દક્ષિણ આફ્રિકાનો આ ખેલાડી છે 'હનુમાન ભક્ત', હવે કરે છે ભારત સામે કેપ્ટનશીપ

IND vs SA ODI: દક્ષિણ આફ્રિકાનો આ ખેલાડી છે 'હનુમાન ભક્ત', હવે કરે છે ભારત સામે કેપ્ટનશીપ

કેશવ મહારાજ હનુમાનજી ભક્ત છે

IND vs SA ODI: ભારત સામેની ODI શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાના નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમાની તબિયત ખરાબ હોવાને કારણે મેદાનમાં ઉતર્યો ન હતો. બાવુમાની ગેરહાજરીમાં કેશવ મહારાજે કેપ્ટનશીપ સંભાળી હતી. કેશવ મહારાજ અગાઉ પણ વન-ડે ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા માટે કેપ્ટનશિપની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

વધુ જુઓ ...
IND vs SA ODI: ભારત સામેની ODI શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાના નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમાની તબિયત ખરાબ હોવાને કારણે મેદાનમાં ઉતર્યો ન હતો. બાવુમાની ગેરહાજરીમાં કેશવ મહારાજે કેપ્ટનશીપ સંભાળી હતી. કેશવ મહારાજ અગાઉ પણ વન-ડે ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા માટે કેપ્ટનશિપની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ રાંચીમાં રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ખાસ વાત એ છે કે, આ મેચમાં કેશવ મહારાજે દક્ષિણ આફ્રિકાની કપ્તાની સંભાળી હતી. તેમ્બા બાવુમા નાદુરસ્ત હોવાના કારણે આ મેચનો ભાગ બની શક્યો ન હતો.

અગાઉ પણ કરી ચૂક્યા છે આફ્રિકન ટીમની કેપ્ટનશિપ

કેશવ મહારાજ અગાઉ પણ વન-ડે ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા માટે કેપ્ટનશિપની જવાબદારી સંભાળી ચૂક્યા છે. આ મેચ પહેલા કેશવ મહારાજે છ વનડેમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશીપ કરી હતી. આ દરમિયાન આફ્રિકાની ટીમને બે મેચમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અને બે મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.

આ પણ વાંચો : T20 World Cup 2022: વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેને ભારતીય બોલરોની કરી ધોલાઇ

કેશવ મહારાજનો ભારત સાથે વિશેષ સંબંધ છે. હકીકતમાં, કેશવ મહારાજના પૂર્વજો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના સુલતાનપુરના હતા. કેશવ મહારાજના પિતા આત્માનંદ મહારાજે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમના પૂર્વજો 1874ની આસપાસ સુલતાનપુરથી ડરબનમાં સ્થાયી થયા હતા. એ જમાનામાં ભારતીયો કામની શોધમાં દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં જતા હતા.

કેશવ મહારાજ છે હનુમાનજીના ભક્ત

કેશવ મહારાજ હિન્દુ દેવતાઓની પૂજા કરે છે. ખાસ કરીને તેઓ હનુમાનજીના મોટા ભક્ત છે. કેશવ મહારાજ ગયા મહિને પ્રથમ ટી-20 મેચ રમવા માટે તિરુવનંતપુરમ ગયા હતા ત્યારે તેમણે ત્યાં પદ્મનાભ સ્વામી મંદિરમાં ભગવાન વિષ્ણુના દર્શન કર્યા હતા. કેશવે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેને લગતો એક ફોટો શેર કર્યો છે. શેર કરેલા ફોટામાં કેશવ મહારાજ પરંપરાગત ભારતીય પોશાક (ધોતી)માં જોવા મળે છે. એટલું જ નહીં કેશવ મહારાજે લોકોને નવરાત્રીની શુભકામનાઓ પણ પાઠવી હતી.


કેશવ મહારાજની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

કેશવ મહારાજ ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો મહત્વનો ભાગ બની ગયા છે. 32 વર્ષીય કેશવ મહારાજે અત્યાર સુધીમાં 45 ટેસ્ટ, 26 વનડે અને 21 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન મહારાજે ટેસ્ટ મેચમાં 30.61ની એવરેજથી 154 વિકેટ લીધી છે. તે જ સમયે, આ સ્પિનરે વનડેમાં 28 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 19 વિકેટ ઝડપી છે. મહારાજે ટેસ્ટ ક્રિકેટમાં પણ બેટથી પોતાનો દમ બતાવતા 1032 રન બનાવ્યા છે. કેશવના પિતા આત્માનંદ પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. જોકે આત્માનંદને ક્યારેય ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી નથી.
First published: