દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની ODI શ્રેણી (IND vs SA ODI Series) માટે ભારતીય ક્રિકેટ ટીમની શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી. આ સિરીઝ માટે કેએલ રાહુલને (KL Rahul Named As Captain Ahead of IND vs SA ODI Series) કેપ્ટનશિપ આપવામાં આવી છે જ્યારે રોહિત શર્મા ઈજાના કારણે બહાર રહેશે. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી (Virat Kohli IND vs SA Player) એક ખેલાડી તરીકે ટીમમાં સામેલ થશે એટલે કે તે રાહુલની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે. 19 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી આ શ્રેણી માટે ભારતીય ટીમમાં બંને વિકેટકીપર રિષભ પંત અને ઈશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બુમરાહ વાઇસ કેપ્ટન : ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ODI ટીમની વાઇસ કેપ્ટન્સી સોંપવામાં આવી છે. હાલમાં જ વિરાટ કોહલીનો BCCI સાથે પણ વિવાદ થયો હતો. તેણે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે T20 વર્લ્ડ કપ પછી આ ફોર્મેટમાં કેપ્ટનશિપ નહીં સંભાળે, પરંતુ તેણે વનડે અને ટેસ્ટમાં જવાબદારી લેવાની વાત કરી હતી. બાદમાં તેને ODIની કેપ્ટનશીપથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. જોકે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે કેપ્ટનને બદલે ખેલાડી તરીકે ટીમમાં જોડાશે અને કેએલ રાહુલના નેતૃત્વમાં ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
18 ખેલાડીઓની ટીમ જાહેર
ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ 18 સભ્યોની ટીમની પસંદગી કરી છે. રુતુરાજ ગાયકવાડ અને 24 વર્ષીય વેંકટેશ ઐયરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંનેએ વિજય હજારે ODI ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ટીમમાં અનુભવી ઓપનર શિખર ધવનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે શ્રેણી 19 જાન્યુઆરી 2022થી શરૂ થશે. શ્રેણીની બીજી વનડે 21 જાન્યુઆરીએ રમાશે જ્યારે ત્રીજી અને અંતિમ વનડે 23 જાન્યુઆરીએ કેપટાઉનમાં રમાશે.