Home /News /sport /

IND vs SA ODI Series: 19મીથી શરૂ થશે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ODI સિરીઝ, જાણો ટીમથી લઈ જીવંત પ્રસારણ વિશે

IND vs SA ODI Series: 19મીથી શરૂ થશે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ODI સિરીઝ, જાણો ટીમથી લઈ જીવંત પ્રસારણ વિશે

IND vs SA વનડ સીરિઝનો સંપૂર્ણ કાર્યક્રમ જાણો ફક્ત એક ક્લિકમાં

IND vs SA ODI Series:ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 વનડે મેચની સીરિઝ રમાશે. વનડે મેચની સીરિઝ માટે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે.

    IND vs SA ODI Series: ભારત સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં ભારતની હારનો બદલો લેવાની સારી તક વનડે સીરિઝમાં છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અગાઉથી નિર્ધારિત 3 વનડે ઈન્ટરનેશનલ મેચની સીરિઝ રમાશે (IND vs SA ODI Series Schedule) વન ડે સીરિઝ માટે પસંદ થયેલા ખેલાડીઓ સાઉથ આફ્રિકા પહોંચી ગયા છે. ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચ 19મી જાન્યુઆરીથી શરૂ થશે. રોહિત શર્મા (Rohit sharma)ની ગેરહાજરીમાં આ વનડે સીરિઝની કેપ્ટનશીપ હવે કે.એલ.રાહુલ (KL Rahul)ને સોંપવામાં આવી છે.

    ભારત વચ્ચે 19મી જાન્યુઆરીએ 21મી જાન્યુઆરીએ અને 23મી જાન્યુઆરીએ વનડે સીરિઝ રમાશે. જોકે, સાઉથ આફ્રિકામાં ફાટી નીકળેલા ઓમીક્રોન વાયરસ (Omicron Variant)ના કારણે ટી-20 સીરિઝ રદ કરવામાં આવી છે.

    ટીમ IND vs SA ODI Squad

    ભારતીય ટીમની કેપ્ટનશીપ કે.એલ.રાહુલ કરશે જ્યારે સાઉથ આફ્રિકાની વનડે ટીમનો કેપ્ટન ટેમ્બા બાવુમા છે. ભારતીય ટીમ 19 ખેલાડીઓની છે જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ 17 ખેલાડીઓની છે. કોરોનાની સ્થિતિના કારણે એકસ્ટ્રાક ખેલાડીઓ રાખવાની ફરજ પડી છે.

    ભારતીય ટીમ

    કે.એલ રાહુલ (કેપ્ટન) શીખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સુર્ય કુમાર યાદવ, વેંકટેશ ઐયર, રવિચંદ્રન અશ્વિન, રિષભ પંત, ઈશાન કિશન, યૂઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, પ્રસિદ્ધ ક્રિષ્ના, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જયંત યાદવ, નવદીપ સૈની

    સાઉથ આફ્રિકા ટીમ

    ટેમ્બા બાવુમા (કેપ્ટન) ઝૂબેર હમઝા, જાનેમન મલાન, એડન મારકરમ, ડેવિડ મીલર, રાસી વાન ડેર ડુસેન, માર્કો યાનસેન, વાયન પાર્નેલ, એનડીલ ફેલુકવાયો, ડોન પ્રિટોરિયસ, ક્વિન્ટન-ડી-કોક, કાયલ વેરેયેને, કેશવ મહારાજ, સિસાન્ડા મગાલા, લુંગી એનગીડી, કાગીશો રબાડા, તબરેઝ શમશી

    ટાઈમ ટેબલ



























    મેચ તારીખ સ્થળ સમય
    પ્રથમ વન ડે 19-1-2022 પાર્લ 2.00 વાગ્યાથી
    બીજી વન ડે 21-1-2022 પાર્લ 2.00 વાગ્યાથી
    ત્રીજી વન ડે 23-1-2022 કેપટાઉન 2.00 વાગ્યાથી



    લાઇવ સ્ટ્રિમીંગ

    ભારતમાં વનડે સીરિઝનું લાઇવ પ્રસારણ સ્ટારસ્પોર્ટ્સ નેટવર્ક પર જોવા મળશે જ્યારે મેચનું લાઇવ સ્ટ્રિમીંગ ડિઝની + હોટસ્ટાર પર જોવા મળશે. આ વનડે મેચ સ્થાનિક સમય પ્રમાણે સવારે 10.30 અને ભારતીય સમય પ્રમાણે બપોરે (2.00) વાગ્યાથી શરૂ થશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IND Vs SA, ક્રિકેટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन