IND vs SA: મોહમ્મદ શામીએ ટ્રોલરિયાઓને આપ્યો જોરદાર જવાબ, સર્જ્યો 'વિક્રમ'
IND vs SA: મોહમ્મદ શામીએ ટ્રોલરિયાઓને આપ્યો જોરદાર જવાબ, સર્જ્યો 'વિક્રમ'
INND vs SA Mohammad Shami : મોહમ્મદ શામીની અનોખી સિદ્ધી
IND vs SA Test Cricket : ભારત માટે ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ (Test Cricket)માં શાનદાર પ્રદર્શન કરનાર સ્પીડસ્ટર મોહમ્મદ શમી (Speedster Mohammed Shami) રમતના સૌથી લાંબા ફોર્મેટ (longest format of the game)માં 200 વિકેટ (Pick 200 Wickets) ઝડપનાર ભારતનો એકમાત્ર 5મો ઝડપી બોલર (5th Fast Bowler from India) બન્યો છે.
IND vs SA Test Cricket : ભારત માટે ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ (Test Cricket)માં શાનદાર પ્રદર્શન કરનાર સ્પીડસ્ટર મોહમ્મદ શમી (Speedster Mohammed Shami) રમતના સૌથી લાંબા ફોર્મેટ (longest format of the game)માં 200 વિકેટ (Pick 200 Wickets) ઝડપનાર ભારતનો એકમાત્ર 5મો ઝડપી બોલર (5th Fast Bowler from India) બન્યો છે. મોહમ્મદ શમી કે જે મેચમાં પ્રવેશતા 195 ટેસ્ટ વિકેટ ઝડપી હતી, તેણે 28 ડિસેમ્બરે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સામે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ કરી હતી.
શમીએ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે તમામ મોટી વિકેટો લીધી હતી. કારણ કે તેણે કીગન પીટરસન, એડન માર્કરામ, વિયાન મુલ્ડર, ટેમ્બા બાવુમા અને કાગીસો રબાડાને આઉટ કરીને માત્ર 103 ઇનિંગ્સમાં 200 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી.
5મો ઝડપી બોલર બન્યો શમી
આ દરમિયાન તે આ ફોર્મેટમાં 200 વિકેટ ઝડપનાર એકમાત્ર 5મો ભારતીય ઝડપી બોલર બન્યો હતો. શમી પહેલા આ સિદ્ધિ મેળવનારા અન્ય 4 ઝડપી બોલરોમાં કપિલ દેવ હતા, જેમણે 227 ઇનિંગ્સમાં 434 ટેસ્ટ વિકેટ લીધી હતી, ઝહીર ખાને 165 ઇનિંગ્સમાં 311 વિકેટ લીધી હતી, ઇશાંત શર્માએ 185 ઇનિંગ્સમાં 311 વિકેટ લીધી હતી અને જવાગલ શ્રીનાથે 121 ટેસ્ટ ઇનિંગ્સમાં 326 વિકેટ લીધી હતી.
ઉપરાંત શમી આ સિદ્ધિ મેળવનાર ત્રીજો સૌથી ઝડપી ભારતીય ઝડપી બોલર છે, કારણ કે કપિલ દેવ અને જવાગલ શ્રીનાથે અનુક્રમે 50 અને 54 ટેસ્ટમાં 200 ટેસ્ટ વિકેટ ઝડપી હતી.
2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કરનાર મોહમ્મદ શમીએ માત્ર 55 ટેસ્ટમાં 49.4ના સ્ટ્રાઈક રેટથી 200 વિકેટ ઝડપી છે. જેમાં 6 5-વિકેટ હૉલનો સમાવેશ થાય છે અને મેચમાં તેની શ્રેષ્ઠ બોલિંગ ફિગર 9/118 છે. આ ઉપરાંત તે 11મો ભારતીય બોલર છે, જેણે 200 ટેસ્ટ વિકેટ ઝડપી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર