Home /News /sport /

IND vs SA:ભારતને સાઉથ આફ્રિકા સામે 130 રનની લીડ, પંતે તોડ્યો ધોનીનો 'સદી'નો રેકોર્ડ

IND vs SA:ભારતને સાઉથ આફ્રિકા સામે 130 રનની લીડ, પંતે તોડ્યો ધોનીનો 'સદી'નો રેકોર્ડ

IND vs SA Live Score Card : સેન્ચુરિયનમાં ત્રીજી ટેસ્ટમાં જાણો શું છે ભારતની સ્થિતિ લાઇવ સ્કોરકાર્ડ સહિતના અપડેટ

IND vs SA 1st Test Live Score Updates: જાણો બીજી ટેસ્ટમાં ભારત તરફથી ક્યા બોલરે લીધી સૌથી વધુ વિકેટ, આફ્રિકા સામે પંતે તોડ્યો ક્યા ક્યા વિકેટકીપરનો રેકોર્ડ

    IND vs SA 1st Test Live Score Updates: સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ (IND vs SA First Test Third Day) છે. ભારતે પ્રથમ ટેસ્ટમાં મેચના ત્રીજા દિવસે પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાને 197 રનમાં આઉટ કરીને 130 રનની (South Africa Scorecard) લીડ મેળવી હતી. ભારતે પ્રથમ દાવમાં કેએલ રાહુલના 123 રનની મદદથી 327 રન બનાવ્યા (IND vs SA KL Rahul Century) હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ટેમ્બા બાવુમાએ 52 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 44 રનમાં પાંચ વિકેટ (IND vs SA Mohammad Shami Five Wickets) લીધી હતી. જસપ્રિત બુમરાહ અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી.

    ભારતનો પ્રથમ દાવ 327 રનમાં સમેટાઈ ગયો હતો :

    દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે મંગળવારે લંચ પહેલા ભારતનો પ્રથમ દાવ 327 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે ત્રીજા દિવસે સવારના સત્રમાં 55 રન ઉમેરતા સાત વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ત્રણ વિકેટે 272 રન બનાવવા ઉતરી હતી. ભારત માટે ઓપનર લોકેશ રાહુલ (કેએલ રાહુલ) અને મયનાક અગ્રવાલે 123 અને 60 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણેએ 48 જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ 35 રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે લુંગી એનગિડીએ 71 રનમાં છ વિકેટ લીધી હતી જ્યારે કાગિસો રબાડાએ 72 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

    ભારતને 130 રનની લીડ

    આફ્રિકાના નીચલા ક્રમના કેટલાક બેટ્સમેનની સારી બેટિંગ થઈ હોવા છતાં ભારતે 130 રનની લીડ મેળવી હતી. મોહમ્મદ શમી આજે ભારત માટે સ્ટાર બોલર હતો. તેણે 44 રનમાં 5 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે ક્વિન્ટન ડી કોક અને માર્કો જેન્સનની વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાને મહત્વનો ફટકો આપ્યો હતો. ભારતની સેકન્ડ ઈનિંગ બાંધવામાં આ લીડની મોટી મદદ મળશે.

    પંત પૂરી કરી ખાસ 'સદી' તોડ્યો ધોનીનો રેકોર્ડ

    સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય વિકેટકીપર રિષભ પંતે ખાસ સદી પૂરી કરી હતી. તેણે વિકેટકીપર તરીકે પોતાના 100 કેચ-સ્ટમ્પ સહિતની વિકેટ પૂરી કરી હતી.

    આ પણ વાંચો : Ashes: ઈંગ્લેન્ડે બનાવ્યો શરમજનક રેકોર્ડ, 144 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં બીજીવાર થયું આવું

    પંતે તેની 26મી ટેસ્ટમાં જ આ સિદ્ધિ મેળવી હતી અને તે ભારત માટે સૌથી ઓછી ટેસ્ટમાં 100 વિકેટ ઝડપનાર વિકેટકીપર બન્યો હતો. તેણે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રિદ્ધિમાન સાહાને પાછળ છોડી દીધા છે. આ બંનેએ 36 ટેસ્ટમાં 100 શિકાર પૂરા કર્યા છે. આ પછી કિરણ મોરે (39 ટેસ્ટ), નયન મોંગિયા (41 ટેસ્ટ) અને સૈયદ કિરમાની (42 ટેસ્ટ)નું નામ આવે છે.

    આ પણ વાંચો : IND vs SA: રહાણે આઉટ ન થવા બોલતો હતો આ શબ્દ, Viral Videoમાં કરાયો દાવો

    ટેમ્બા બાવુમાને કેચ આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 100 શિકાર પૂરા ક

    ઋષભ પંતે મોહમ્મદ શમીની બોલ પર ટેમ્બા બાવુમાને કેચ આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 100 શિકાર પૂરા કર્યા. પંતે આ મેચમાં અત્યાર સુધીમાં 3 કેચ પકડ્યા છે. તેણે પહેલા સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર, ટેમ્બા બાવુમા અને પછી વિયાન મુલ્ડરનો કેચ પકડ્યો હતો. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર ક્વિન્ટન ડી કોક સૌથી આગળ છે, જેણે 22 ટેસ્ટમાં વિકેટ પાછળ 100 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, IND Vs SA, Rishabh pant

    આગામી સમાચાર