Home /News /sport /અર્શદીપ આફ્રિકી બેટ્સમેનો પર કહેર બની તૂટી પડ્યો, એક ઓવરમાં 3 વિકેટ ખેરવી

અર્શદીપ આફ્રિકી બેટ્સમેનો પર કહેર બની તૂટી પડ્યો, એક ઓવરમાં 3 વિકેટ ખેરવી

અર્શદીપ સિંહે તેની પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની બેટિંગને બેકફૂટ પર મૂકી દીધી હતી.

Ind vs SA: દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી20 સીરિઝમાં ધમાકેદાર વાપસી કરતા યુવા ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહે તેની પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની બેટિંગને બેકફૂટ પર મૂકી દીધી હતી.

    તિરુવનંતપુરમ: દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી20 સીરિઝમાં ધમાકેદાર વાપસી કરતા યુવા ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહે તેની પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની બેટિંગને બેકફૂટ પર મૂકી દીધી હતી. મેચની બીજી ઓવર લાવનાર અર્શદીપ સિંહે ક્વિન્ટન ડી કોકને બોલ્ડ કરીને, રાઇલી રુસોને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો અને છેલ્લા બોલે ડેવિડ મિલરને આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેની સનસનાટીભરી ઓવરમાં તેણે બે બેટ્સમેનને બોલ્ડ કર્યા અને એક બેટ્સમેન કેચ આઉટ કરાવ્યો હતો.

    અર્શદીપની ઓવરના બીજા બોલમાં ડી કોકને ઓફ કટરથી બોલ્ડ કર્યો હતો. ડી કોકે ઓફ સ્ટમ્પની બહાર બેક ઓફ લેન્થ બોલને કટ કરવાનો પ્રયાસ કર્યો અને એજ લાગતાં બોલ સ્ટમ્પ પર વાગ્યો હતો. આ પછી ઓવરના પાંચમા બોલ પર અર્શદીપે રુસોને વિકેટ પાછળ કેચ કરાવ્યો. રુસોએ ઓફ સ્ટમ્પની બહાર જતો પહેલો જ બોલ છેડ્યો અને બેટની એજ લાગતાં બોલ સીધો પંતના હાથમાં ગયો હતો.


    આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માર્ક વોની નજરમાં, પાંચ T20I ખેલાડીઓ વર્લ્ડ કપમાં ધૂમ મચાવશે

    રુસો પછી અર્શદીપે ત્રીજી અને મિલરની હેટ્રિક વિકેટ લીધી હતી. એવું લાગ્યું કે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો અર્શદીપની સામે ઘૂંટણિયે છે. મિલર સંપૂર્ણ રીતે અંદર આવતો બોલ ચૂકી ગયો અને તેનો મિડલ સ્ટમ્પ ઉખડી ગયો.

    અર્શદીપે આગામી ઓવરમાં દીપક ચહરના બોલ પર સ્ટબ્સનો કેચ પણ પકડ્યો અને પાંચમી વિકેટ ઝડપવામાં યોગદાન આપ્યું હતું. આ પછી અર્શદીપે એશિયા કપમાં નિષ્ફળતાને પાછળ છોડી દીધી. અર્શદીપ એશિયા કપમાં બોલિંગમાં પણ અસરકારક રહ્યો હતો, પરંતુ પાકિસ્તાન સામે એક કેચ ચૂકી જવા બદલ તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ યુવા ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપે આફ્રિકા સામેની પ્રથમ મેચમાં બતાવ્યું કે જો તેને તક મળતી રહે તો તે કમાલ કરી શકે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Cricket News Gujarati, IND Vs SA, Team india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन