IND vs SA ODI Series: આજથી સાઉથ આફ્રિકામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અગાઉથી નિર્ધારિત 3 વનડે ઈન્ટરનેશનલ મેચની સીરિઝ શરૂ થઈ છે. (IND vs SA ODI Series firs ODI Match). વનડે કેપ્ટન રોહિત શર્માની (Rohit sharma)ની ગેરહાજરીમાં આ વનડે સીરિઝની કેપ્ટનશીપ હવે કે.એલ.રાહુલ (KL Rahul)ને સોંપવામાં આવી છે. પહેલી વનડેમાં ભારત સામે સાઉથ આફ્રિકાએ ટોસ જીતી અને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય (South Africa Won the Toss and Choose Batting) કર્યો છે. સાઉથ આફ્રિકાએ ભારતન ેપ્રથમ બેટિંગ કરતા 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
સાઉથ આફ્રિકાના લાંબા સ્કોરનો પીછો કરતા ભારતના ખેલાડીઓની ખરાબ બેટિંગ જોવા મળી હતી. ભારતે આ મેચમાં કેપ્ટન રાહુલની વિકેટ જલદી ગુમાવ્યા બાદ શિખર ધવન અને વિરાટ કોહલીએ ઈનિંગ સંભાળી હતી. શિખર ધવનના 79 રન અને વિરાટ કોહલીની ફિફ્ટીથી ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું.
જોકે, મિડલ ઓર્ડરમાં રિષભ પંત, શ્રેયસ ઐયર અને વેંકટેશ ઐયર રન ન બનાવી શકતા ભારતના ભાગે પહેલી વનડેમાં હાર આવી હતી. ભારત પહેલી વનડેમાં 31 રને હાર્યુ હતું.
જોકે, ભારત માટે સૌથી સારી બેટિંગ અંતમાં શાર્દુલ ઠાકુરે કરી હતી. શાર્દુલ ઠાકુરે અંતમાં 50 રન નોટાઆઉટ બનાવ્યા જેની મદદથી ભારત 260નો સ્કોર વટાવી શક્યું હતું. આમ ભારતની પહેલી વનડેમાં હાર થઈ છે.
ભારત વચ્ચે 19મી જાન્યુઆરીએ 21મી જાન્યુઆરીએ અને 23મી જાન્યુઆરીએ વનડે સીરિઝ રમાશે. જોકે, સાઉથ આફ્રિકામાં ફાટી નીકળેલા ઓમીક્રોન વાયરસ (Omicron Variant)ના કારણે ટી-20 સીરિઝ રદ કરવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર