Home /News /sport /IND vs SA: રહાણે આઉટ ન થવા બોલતો હતો આ શબ્દ, Viral Videoમાં કરાયો દાવો
IND vs SA: રહાણે આઉટ ન થવા બોલતો હતો આ શબ્દ, Viral Videoમાં કરાયો દાવો
Rahane Viral Video : આઉટ ન થવાય તે માટે રહાણે સતત બોલી રહ્યો એક શબ્દ, વાયરલ વીડિયોમાં કરાયો છે દાવો
IND vs SA Ajinkya Rahane Viral Video : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડિયોમાં, વરિષ્ઠ બેટ્સમેન રહાણે બોલરના રન-અપ દરમિયાન સતત આ શબ્દ બોલતો નજરે પડ્યો હતો, જોકે, વીડિયોની સત્તાવાર પુષ્ટી નહીં
IND vs SA Firrst Test : વરિષ્ઠ ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણે (Ajinkya Rahane viral Video) 26 ડિસેમ્બર રવિવારે સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા વિરુધ્ધ (IND vs SA First Test) ત્રણ મેચની ટેસ્ટ સીરીઝના પહેલા ટેસ્ટ મેચમાં બોલર રનર અપ દરમ્યાન વોચ ધ બોલ વોચ ધ બોલ બબડતા દેખાયા. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં અજિંક્ય રહાણેનો સમાવેશ ઘણા ક્રિકેટ નિષ્ણાંતો માટે ખૂબ જ આશ્ચર્યજનક રહ્યું. લાંબા સમય સુધી મેદાનમાં ખરાબ પ્રદર્શનને કારણે ટેસ્ટ ટીમમાં તેનું સ્થાન ઘણું જ આશ્ચર્યજનક રહ્યું છે. આ સીરીઝ પહેલા રહાણેએ વર્ષ 2021માં ભારત માટે 12 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેણે 19.57ની નબળી સરેરાશથી માત્ર 411 રન જ બનાવ્યા હતા.
ઘણા લોકોને અપેક્ષા હતી કે રહાણેના સ્થાને શ્રેયસ અય્યર જેણે પોતાના ડેબ્યુમાં સદી અને અર્ધસદી ફટકારી હતી અથવા હનુમા વિહારી જેણે દક્ષિણ આફ્રિકાના શેડો ટૂરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તે પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો બનશે પરંતુ તેમ થયું નહીં અને રહાણેને ટીમમાં શામેલ કરવામાં આવ્યો.
રહાણેના બદલે કે.એલ. રાહુલને બનાવાયો છે વાઇસ કેપ્ટન
નોંધનીય છે કે રહાણેને ટેસ્ટ વાઇસ-કેપ્ટન્સીમાંથી પણ દૂર કરવામાં આવ્યો હતો અને રોહિત શર્માને ટેસ્ટમાં ટીમના નવા વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે ઈજાગ્રસ્ત થતા તે ટીમમાંથી બહાર થયો હતો પરિણામે KL રાહુલને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ટેસ્ટ વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડિયોમાં, વરિષ્ઠ બેટ્સમેન રહાણે બોલરના રન-અપ દરમિયાન સતત વોચ ધ બોલ કહીને ફોકસ વધારવાનો પ્રયત્ન કરતો જોવા મળ્યો હતો.
Rahane reminding himself to watch the ball as the bowler runs up makes me realise how cruel cricket can be for such experienced guy pic.twitter.com/3HKhVgMMFc
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરાએ હનુમા વિહારી અને શ્રેયસ ઐયરમા સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં રહાણેના સિલેક્શન પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે જો રહાણે દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં નિષ્ફળ જશે તો તેના માટે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.
નેહરાએ ક્રિકબઝને કહ્યું, શ્રેયસ અય્યરે ખૂબ સારા રન બનાવ્યા છે. હનુમા વિહારીએ ભારત A માટે પણ પ્રદર્શન કર્યું છે. જ્યારે તેમને તક આપવામાં આવી ત્યારે બંનેએ સારું પ્રદર્શન કર્યું. આ વખતે બન્ને ખેલાડીઓના બદલે રહાણેના સિલેક્શને મને આશ્ચર્યચકિત કરી દીધું છે. જો કે એક વરિષ્ઠ ખેલાડીને ટીમ મેનેજમેન્ટ તરફથી સમર્થન મળતું જોઈને સારું લાગે છે.
દ્રવિડે પણ રહાણેને સપોર્ટ કર્યો
રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ રહાણેને સપોર્ટ કર્યો છે પણ વ્યક્તિગત રીતે કહીએ તો, હું તેની પસંદગીથી આશ્ચર્યચકિત છું, ખાસ કરીને જ્યારે કેએલ રાહુલ વાઇસ-કેપ્ટન છે. રહાણે હવેથી ટીમમાં નહીં હોય કારણ કે તે કેપ્ટન અથવા વાઇસ-કેપ્ટન છે. કોહલી અને ચેતેશ્વર પુજારાએ પણ તેમના સ્તર પ્રમાણે સારું પ્રદર્શન કર્યું નથી, પરંતુ રહાણે 1.5-2 વર્ષથી સારા રન બનાવી શક્યા નથી.
વધુમાં તે જણાવે છે કે રહાણેએ કેટલીક મહત્વપૂર્ણ ગેમ્સ રમી ,છે પરંતુ તેની પાસેથી કન્સીસ્ટન્સીની અપેક્ષા રાખવામાં આવે છે. જો કે આ વખતે જો તે આ તકનો લાભ નહીં લે તો તેની માટે હવે પરિસ્થિતી મુશ્કેલ બનશે.
રહાણે નોટઆઉટ છે
અજિંક્ય રહાણે દક્ષિણ આફ્રિકા સામેની સેન્ચુરિયન ટેસ્ટમાં ખૂબ જ નિયંત્રણમાં જોવા મળ્યો હતો અને પ્રથમ દિવસે નંબર 5 પર બેટિંગ કરીને તેણે 8 ચોગ્ગા સહિત અણનમ 40 રન બનાવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર