Home /News /sport /

India vs South africa: કેપટાઉનમાં કોહલી-પૂજારાનો રન ફટકારવાનો રેકોર્ડ અશ્વિન કરતા પણ ખરાબ

India vs South africa: કેપટાઉનમાં કોહલી-પૂજારાનો રન ફટકારવાનો રેકોર્ડ અશ્વિન કરતા પણ ખરાબ

IND vs SA third Test Cape town : કેપટાઉનમાં પૂજારા અને કોહલી કરતા અશ્વિનની એવરેજ વધુ સારી, તસવીર સૌજન્ય (Reuters)

IND vs SA 3rd Test : ત્રીજી ટેસ્ટ સાઉથ આફ્રિકાના જે ન્યૂલેંડ્સના (Ind vs sa cape town New lands records) મેદાન પર રમાવાની છે ત્યાં ભારતીય બેટ્સમેનના રેકોર્ડ ખાસ સારા નથી જોવા મળ્યા. આ મેદાન પર એકપણ ભારતીય 500 ટેસ્ટ રન બનાવી શકયો નથી.

વધુ જુઓ ...
    IND vs SA Third Test Cape Town: 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં ભારત અને સાઉથ આફ્રિકા (Ind Vs Sa third Test) વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની છેલ્લી મેચ રમાશે. આ ટેસ્ટ સીરિઝમાં ભારત અને સાઉથ આફ્રિકા 1-1 ની બરાબરી પર છે. ન્યૂલેંડ્સના (Ind vs sa cape town New lands records) મેદાન પર ભારતીય બેટ્સમેનના રેકોર્ડ ખાસ સારા નથી જોવા મળ્યા. આ મેદાન પર એકપણ ભારતીય 500 ટેસ્ટ રન બનાવી શક્યું નથી. ભારતીય ટીમમાં વિરાટ કોહલી (Virat Kohli Batting Record in cape town)એ ન્યૂલેંડ્સના મેદાન પર માત્ર એક ટેસ્ટ સીરિઝ રમી છે અને બે ઈનિંગમાં 16.50ની એવરેજથી માત્ર 33 રન કર્યા છે.

    અશ્વિનની એવરેજ કોહલી અને પૂજારા કરતા સારી છે

    ચેતેશ્વર (cheteshwar Pujara batting record in cape town) પૂજારાનો રેકોર્ડ સૌથી વધુ ખરાબ છે. તેમણે આ મેદાન પર બે ટેસ્ટ સીરિઝ રમી છે. જેની ત્રણ ઈનિંગમાં 10.66ની એવરેજથી માત્ર 32 રન કર્યા છે. વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા કરતા પણ સૌથી વધુ રન સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને આ મેદાન પર કર્યા છે. અશ્વિને અહીં એક ટેસ્ટ મેચ રમી છે, જેની બે ઈનિંગમાં 24.50ની એવરેજથી 49 રન કર્યા છે.

    ન્યૂલેંડ્સમાં ભારતીય ટીમના ટોપ-3 સ્કોર

    અશ્વિન- 1 ટેસ્ટ 49 રન
    કોહલી- 1 ટેસ્ટ 33 રન
    પૂજારા- 2 ટેસ્ટ 32 રન

    આ પણ વાંચો :IND vs SA 3rd Test : વિરાટ કોહલીનું કેપટાઉન ટેસ્ટ રમવું નક્કી, આ ખેલાડીઓ માથે લટકતી તલવાર!

    ન્યૂલેંડ્સના મેદાન પર એક પણ ભારતીયએ 500 રન નથી કર્યા.

    હાલની ભારતીય ટીમમાં માત્ર 3 બેટ્સમેન પાસે ન્યૂલેંડ્સના મેદાન પર રમવાનો અનુભવ છે. તમામ ભારતીયોમાં જોવામાં આવે તો આ મેદાન પર સચિન તેંડુલકરે સૌથી વધુ રન 489 રન કર્યા છે. તેમણે આ મેદાન પર 4 ટેસ્ટ મેચ રમી છે. સચિન તેંડુલકર બાદ બીજા નંબર પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી આવે છે. તેમણે આ મેદાન પર બે ટેસ્ટ મેચ રમી છે અને 165 રન કર્યા છે. આ મેદાન પર કોઈપણ ભારતીય 500 રન ફટકારી શક્યું નથી.

    સચિન તેંડુલકર- 4 ટેસ્ટ 489 રન
    સૌરવ ગાંગુલી- 2 ટેસ્ટ 165 રન
    ગૌતમ ગંભીર- 1 ટેસ્ટ 157 રન
    રાહુલ દ્રવિડ- 3 ટેસ્ટ 126 રન
    મોહમ્મદ અજહરુદ્દીન- 2 ટેસ્ટ 124 રન



    ભારતીય ટીમ આ મેદાન પર 5 ટેસ્ટ રમી હતી, જેમાંથી 3માં હારનો સામનો કર્યો અને 2 મેચ ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પરથી 2018માં રમાયેલી સીરીઝની શરૂઆત કરી હતી. તે ટેસ્ટમાં ભારતીય ટીમને 72 રને હારનો સામનો કરવો પડ્યો હતો. (વુધ વાંચો :  IND vs SA: આવો છે Cape Townમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ, ન્યૂલેન્ડ્સમાં નથી મળી જીત)
     
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cheteshwar pujara, IND vs SA Test Series, Virat kohli record

    આગામી સમાચાર