Home /News /sport /Ind Vs SA 3rd T20I: ઇંદૌર T-20માં થયો કમાલ, એક બોલ પર 2 બેટસમેન થયા આઉટ, તો પણ રહ્યા અણનમ

Ind Vs SA 3rd T20I: ઇંદૌર T-20માં થયો કમાલ, એક બોલ પર 2 બેટસમેન થયા આઉટ, તો પણ રહ્યા અણનમ

આફ્રિકા સામેની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો

Ind Vs SA 3rd T20I: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ઇંદોરમાં રમાયેલી ત્રીજી T-20 મેચમાં અનેક કમાલ જોવા મળી. મોહમ્મદ સિરાજના એક બોલ પર 2 બેટ્સમેન આઉટ થયા તો પણ સાઉથ આફ્રિકાએ કોઈ વિકેટ ગુમાવી નથી. આ કમાલ કેવી રીતે થઈ, જાણવા માટે વાંચો આ અહેવાલ…

વધુ જુઓ ...
    Ind Vs SA 3rd T20I: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ઇંદોરમાં રમાયેલી ત્રીજી T-20 મેચમાં અનેક કમાલ જોવા મળી. મોહમ્મદ સિરાજના એક બોલ પર 2 બેટ્સમેન આઉટ થયા તો પણ સાઉથ આફ્રિકાએ કોઈ વિકેટ ગુમાવી નથી. આ કમાલ કેવી રીતે થઈ, જાણવા માટે વાંચો આ અહેવાલ…

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સીરીઝની ત્રીજી T20 મેચ મંગળવારે ઈન્દોરમાં રમાઈ હતી. આ મેચમાં ઘણા અદ્ભુત નજારા જોવા મળ્યા, દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો. પરંતુ એક એવો પ્રસંગ આવ્યો જ્યાં દરેક ચાહક આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે સાઉથ આફ્રિકાના બેટ્સમેને પોતાના પગથી સ્ટમ્પ ઉડાવી દીધા હતા, પરંતુ તે પછી પણ તે અણનમ રહ્યો હતો.

    આ પણ વાંચો : VIDEO: મહેન્દ્ર સિંહ ધોનીએ કરાવી 2011માં હતી એ હેરસ્ટાઈલ, ટીમ ઈન્ડિયાને ખાસ અપીલ

    ખાસ વાત એ હતી કે, એક જ બોલ પર બે બેટ્સમેન બે વખત આઉટ થયા અને તે પછી પણ વિકેટ પડી ન હતી. આ વાત એકદમ ગૂંચવણભરી લાગે છે પરંતુ તે તમે સમજો કે મેચમાં આ રમુજી વાત ક્યારે જોવા મળી.

    વાસ્તવમાં, ભારત માટે મોહમ્મદ સિરાજે ઇનિંગની 17મી ઓવર ફેંકી હતી. આખી ઓવરમાં મોહમ્મદ સિરાજે 8 રન લૂંટાવ્યા હતા પરંતુ આ દરમિયાન આખો ડ્રામા જોવા મળ્યો હતો. મોહમ્મદ સિરાજે 17મી ઓવરના પાંચમા બોલ પર નો બોલ ફેંક્યો, જે ઊંચાઈના કારણે હતો.

    આ બોલ ટી. સ્ટબ્સમાં રમ્યો હતો અને ઉમેશ યાદવે બાઉન્ડ્રી પર કેચ કર્યો હતો. પરંતુ તે નો-બોલ હતો, તેથી સ્ટબ્સ અણનમ રહ્યો હતો. અહીં સાઉથ આફ્રિકાને ફ્રી-હિટ મળી, જેવા જ મોહમ્મદ સિરાજ આ બોલને ફેંકવા આવ્યો, ત્યારે જ રિલે રોસોએ પોતાનો સ્ટમ્પ ઉડાવ્યો.

    રૂસો આઉટ થયો તો પણ રહ્યો નોટઆઉટ

    રોસો ફ્રી-હિટનો લાભ લેવા માટે ક્રીઝની ખૂબ પાછળ આવી રહ્યો હતો, જે દરમિયાન તેનો પગ સ્ટમ્પ પર વાગ્યો અને સ્ટમ્પ ઉખડી ગયા. પરંતુ તે ફ્રી-હિટ હતો અને બોલ પણ ફેંકાયો ન હતો તેથી તે નોટઆઉટ રહ્યો. એટલે કે, દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એક જ બોલ પર બે વખત આઉટ થયા હતા અને બંને વખત નોટઆઉટ રહ્યા હતા.

    મેચ દરમિયાન આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ઈન્દોરમાં આ અદ્ભુત નજારો જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 227 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. રિલે રોસોએ આ મેચમાં શાનદાર 100 રન બનાવ્યા અને અણનમ રહ્યો.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Sports news, Team india, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन