Home /News /sport /IND vs SA 3rd T20: ત્રીજી ટી-20 મેચમાં જીત મેળવવા છતા રિષભ પંત કેમ ના થયો ખુશ? જાણો કારણ

IND vs SA 3rd T20: ત્રીજી ટી-20 મેચમાં જીત મેળવવા છતા રિષભ પંત કેમ ના થયો ખુશ? જાણો કારણ

ઋષભ પંત

India vs South Africa 3rd T20: ટીમ ઇન્ડિયાનો રિષભ પંતની કેપ્ટનશિપમાં આ પ્રથમ વિજય છે, આ પહેલા શરૂઆતની બન્ને ટી-20માં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો

વિશાખાપટ્ટનમ : ભારતે ટી-20 શ્રેણીની ત્રીજી મેચમાં (IND vs SA 3rd T20)દક્ષિણ આફ્રિકા (India vs South Africa)સામે 48 રને વિજય મેળવ્યો છે. ટીમ ઇન્ડિયાની રિષભ પંતની (Rishabh Pant)કેપ્ટનશિપમાં આ પ્રથમ જીત છે. આ પહેલા શરૂઆતની બન્ને ટી-20માં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. આ જીત સાથે ભારતે 5 મેચની શ્રેણી જીવંત રાખી છે. ટીમ ઇન્ડિયા હાલ 1-2થી પાછળ છે. જીત પછી રિષભ પંતે બોલરોની ઘણી પ્રશંસા કરી હતી પણ બેટિંગને લઇને કહ્યું કે બેટ્સમેનો15 રન ઓછા બનાવી શક્યા.

કેપ્ટન રિષભ પંતે શું કહ્યું

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રિષભ પંતે ત્રીજી ટી-20માં જીત પછી કહ્યું હતું કે બેટ્સમેનો અને બોલરોએ સારું પ્રદર્શન કર્યું. અમને લાગ્યું કે 15 રન પાછળ રહી ગયા છીએ પણ તેના વિશે વધારે વિચાર કર્યો ન હતો. બોલરોએ પોતાનું કામ સારી રીતે કર્યું હતું. ભારતમાં વચ્ચેની ઓવરોમાં સ્પિનરોની ભૂમિકા મહત્વની હોય છે તો તેમના પર દબાણ રહે છે. આ રીતની મેચમાં દબાણ વગર રમવાથી આવું પરિણામ મળે છે.

આ પણ વાંચો - ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રશંસકો મારામારી પર ઉતરી પડ્યા, પોલીસે કર્યો બચાવ, જુઓ VIDEO

હર્ષલ પટેલે 4 અને ચહલે 3 વિકેટ ઝડપી

ભારતે પ્રથમ બેટિંગ કરતા ઋતુરાજ ગાયકવાડ અને ઇશાન કિશનની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 21 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 19.1 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી ચહલે 3 વિકેટ અને હર્ષલ પટેલે 4 વિકેટ ઝડપી હતી.

ઋતુરાજ અને ઇશાને પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી

ઋતુરાજ ગાયકવાડ અને ઇશાન કિશને પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી ટીમ ઇન્ડિયાને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. જોકે પછી મિડલ ઓર્ડર ખાસ કમાલ કરી શક્યો ન હતો. સારી શરૂઆત પછી મિડલ ઓર્ડરમાં ધબડકો થવા પર પંતે કહ્યું કે આ સારી વાત નથી. જોકે સારી શરૂઆત પછી નવા બેટ્સમેન આવતા જ ઝડપી રમવામાં મુશ્કેલી આવે છે. અમે આગામી મેચમાં સુધારો કરવાનો પ્રયત્ન કરીશું.

રાજકોટમાં 17 જૂન ચોથી મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાજકોટમાં 17 જૂને ચોથી ટી-20 મેચ રમાશે. જ્યારે પાંચમી ટી-20 મેચ 19 જૂને બેંગલુરુમાં રમાશે.
First published:

Tags: IND Vs SA, Rishabh pant, ભારતીય ક્રિકેટ ટીમ