Home /News /sport /India vs South Africa: ODI સીરીઝમાં ટીમ ઈન્ડિયાના સૂપડા સાફ, ભારતનો ત્રીજી વન-ડેમાં પણ પરાજય

India vs South Africa: ODI સીરીઝમાં ટીમ ઈન્ડિયાના સૂપડા સાફ, ભારતનો ત્રીજી વન-ડેમાં પણ પરાજય

સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને આપી માત.(તસવીર-AP)

India vs South Africa 2022 3rd ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે ત્રીજી ODI મેચ કેપટાઉનમાં રમાઈ હતી. ત્રીજી વનડેમાં યજમાન ટીમે ભારતને 4 રને હરાવ્યું હતું. ભારતને જીતવા માટે 288 રનની જરૂર હતી પરંતુ આખી ટીમ 283 રન જ બનાવી શકી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ વનડે શ્રેણી 3-0થી જીતી લીધી હતી.

વધુ જુઓ ...
    કેપ ટાઉન: દક્ષિણ આફ્રિકાએ કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ODIમાં ભારતીય ટીમ (India vs South Africa) ને 4 રને હરાવ્યું. ક્વિન્ટન ડી કોકની શાનદાર સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારત સામે 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શિખર ધવન (Shikhar Dhawan), વિરાટ કોહલી (Virat Kohli) અને દીપક ચહરની અડધી સદી છતાં ભારતીય ટીમ 283 રન જ બનાવી શકી હતી. આ સાથે આફ્રિકન ટીમે ભારતને વનડે શ્રેણીમાં 3-0થી ક્લિન સ્વિપ કરી દીધું છે. આફ્રિકન ટીમે ટેસ્ટ શ્રેણી પણ 2-1થી જીતી હતી. ચહર (Deepak Chahar)એ અંતિમ ક્ષણોમાં 34 બોલમાં 54 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી પરંતુ તે ટીમ ઇન્ડિયાને જીત અપાવી શક્યો ન હતો.

    એક સમયે ટીમ ઈન્ડિયાએ 223 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી દીપક ચાહરે 34 બોલમાં 54 રનની ઇનિંગ રમીને ભારતીય ટીમને મેચમાં વાપસી કરાવી હતી. તેણે જસપ્રિત બુમરાહ સાથે 55 રનની ભાગીદારી નોંધાવી ટીમને જીતવાની વધુ એક આશા આપી હતી. પરંતુ તે 278 રનના સ્કોર પર લોફ્ટેડ શોટ રમવા જતા આઉટ થઈ ગયો અને ત્યારપછી બેક ટુ બેક વિકેટ પડી જતા ભારતીય ટીમ 4 રનથી હારી ગઈ છે.

    આ પણ વાંચો: Virat Kohli અને Anushka Sharmaની દીકરી વામિકાની પહેલી તસવીર આવી

    શિખર ધવન તેની 18મી સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ 61 રનના વ્યક્તિગત સ્કોર પર એન્ડીલે ફેહલુકવાયોના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ ચોથા નંબરે આવેલા રિષભ પંતે ફરી એકવાર પોતાની વિકેટ ગુમાવી હતી. પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારવાના ચક્કરમાં પંત બાઉન્ડ્રી પર સિંગાડા મગાલાના હાથે કેચ આઉટ થયો હતો. આ દરમિયાન વિરાટ કોહલીએ કારકિર્દીની 64મી અડધી સદી પૂરી કરી હતી. જો કે, તે કેશવ મહારાજના એક શાનદાર બોલ પર 65 રન બનાવીને બાવુમાના હાથે કેચ આઉટ થયો હતો. શ્રેયસ અય્યર (26) અને સૂર્યકુમાર યાદવે (39) ચોક્કસપણે ભારતની જીતની આશા જગાવી હતી. પરંતુ મગાલાએ અય્યર અને પ્રિટોયિરસે યાદવને આઉટ કરીને ભારતની આશા પર પાણી ફેરવી વાળ્યું હતું.

    આ પણ વાંચો: Test Cricket : ટેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર Captain, જાણો કોણે જીતી સૌથી વધુ Test

    આ પહેલા સાઉથ આફ્રિકાએ ફોર્મમાં ચાલી રહેલા ઓપનર ક્વિન્ટન ડી કોક (124) અને રાસી વેન ડેર ડુસેન (52 રન)ની અડધી સદીની મદદથી 287 રન બનાવ્યા હતા. વિકેટ કીપર બેટ્સમેન ડી કોકે 130 બોલમાં 124 રનની ઇનિંગ રમી હતી અને વાન ડેર ડ્યુસેન સાથે ચોથી વિકેટ માટે 144 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ ભારતે આ બંનેની સતત વિકેટ લઈને ઘરેલૂ ટીમની રન ગતિ પર લગામ કસી હતી. પોતાની છઠ્ઠી ODI સદી સાથે, ડી કોકે ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર દક્ષિણ આફ્રિકાના ખેલાડી એબી ડી વિલિયર્સના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Cricket News Gujarati, Deepak chahar, India vs South Africa, Virat kohli innings

    विज्ञापन
    विज्ञापन