ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પહેલાં પાકિસ્તાનની ટીમ (T20 World Cup IND vs PAK Match) 24 ઑક્ટોબરના રોજ યોજાવાની છે. ભારત અને પાકિસ્તાનને (IND VS PAK Group of W-T20) એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે કારણ કે 20 માર્ચ, 2021 ના રોજ ટીમ રેન્કિંગના આધારે ટીમોની પસંદગી કરવામાં આવી હતી. દરેક જૂથમાં બાકીની બે ટીમો આઈસીસી ટી 20 વર્લ્ડ કપનાો એક રાઉન્ડપૂર્ણ થયા બાદ પસંદ થશે. ભારત T-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે 5-0થી આગળ છે. ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લી T-20 મેચ વર્ષ 2016માં ઈડન ગાર્ડનમાં T20 World Cup કપ દરમિયાન રમાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો હતો.
નવેમ્બર 2008 માં મુંબઇમાં આતંકવાદી હુમલા બાદ બંને દેશો દ્વિપક્ષીય ક્રિકેટ રમ્યા નથી. આઈસીસી ટુર્નામેન્ટ્સમાં જ ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થાય છે. આમ છેલ્લે આઈસીસી વર્લ્ડકપમાં રમ્યા બાદ બંને દેશો પછી 5 વર્ષે આ મૌકા-મૌકા જંગ આવી રહ્યો છે જે વર્લ્ડ ટી-20ના સ્વરૂપમાં હશે.
ભારત સામેની મેચ પહેલાં પાકિસ્તાનની ટીમને ઝટકો
ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પહેલાં પાકિસ્તાનની ટીમ ને ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના હાઇ પર્ફોમન્સ કોચિંગ પ્રમુખ બ્રેડબર્ને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર બ્રેડબર્ન 3 વર્ષથી પીસીબી સાથે જોડાયેલા હતા. સપ્ટેમ્બર 2018થી જૂન 2020થી વચ્ચે બ્રેડબર્ન પાકિસ્તાન ક્રિકેટ ટીમની ફિલ્ડીંગ ટીમના કોચ હતા. ત્યારબાદ તેમણે કોચિંગના ડેવલપમેન્ટની જવાબદારી સંભાળી હતી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ આગામી WT-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના બ્લોકબસ્ટર મુકાબલા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે, જે 24 ઓક્ટોબરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનાર છે. તેમની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર એક ઈન્ટરવ્યૂમાં આફ્રિદીએ પાકિસ્તાનને ખેલાડીઓને પ્રેશર ન લેવાની સલાહ આપી છે.
'જે ટીમ ઓછી ભૂલો કરશે તે જીતશે'
આફ્રિદીએ કહ્યું,'જુઓ, ભારત પાકિસ્તાનની મેચ કાયમ હાઇપ્રેશર વાળી જ હોય છે અને જે પણ ટીમ દબાણને વધુ સારી રીતે સંભાળશે તે જીતશે. આ ઉપરાંત, જે પણ ટીમ ઓછી ભૂલો કરશે તેને જીતવાની સારી તક છે.'
ઉલ્લેખનીય છે કે આઈસીસીની ટુર્નામેન્ટમાં ભારતનું પાકિસ્તાન સામે પલડું ભારે જ રહે છે. હંમેશાની જેમ ભારત પાકિસ્તાન સામે દબાણમુક્ત થઈને રમે છે. વધુમાં આ વખતે ભારતની ટીમ સાથે ગુરૂ ધોની પણ છે. એમ.એસ.ધોનીના નેતૃત્ત્વમાં આ ટીમ ખૂબ સારું દેખાવ કરી ચુકી છ ત્યારે ભારતને આ ટુર્નામેન્ટમાં મેન્ટર ધોનીનો ખૂબ ફાયદો થવાની શક્યતા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર