IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે આગામી મુકાબલાઓ આ ટુર્નામેન્ટમાં થશે, ટીમ ઇન્ડિયા પાસે જીતવાની ચાર તક

T20 World Cupની 2022, એશિયા કપ 2022માં ભારત પાકિસ્તાન આમને સામને ટકરાશે.

IND vs PAK: ટી-20 વર્લ્ડકપમાં ભારતની પાકિસ્તાન વચ્ચે હાર થયા બાદ ચાહકો જાણવા માંગતા હોય કે ભારત પાકિસ્તાન વચ્ચે ફરી મેચ ક્યારે રમાશે તો આ છે લીસ્ટ

  • Share this:
    IND vs PAK: ભારતનું કટ્ટર ક્રિકેટિંગ હરિફ પાકિસ્તાન છે. બંને દેશના ચાહકો એકબીજાની ટીમ જીતે એ માટે પ્રાર્થનાઓ દુઆઓ કરતા હોય છે. જોકે, આ વખતે ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાને પોતાનો રોકર્ડ તોડીને 30 વર્ષ બાદ ભારત સામે આઈસીસી (IND vs PA) ટુર્નામેન્ટમાં જવલંત વિજય મેળવ્યો છે. ટી-20 વર્લ્ડકપમાં ભારતની (T20 World cup) પાકિસ્તાન વચ્ચે હાર થયા બાદ ચાહકો જાણવા માંગતા હોય કે ભારત પાકિસ્તાન (Ind vs pak upcoming tournaments) વચ્ચે ફરી મેચ ક્યારે રમાશે તો આ છે લીસ્ટ. ભારતને આગામી વર્ષોમાં 4 પ્રતિયોગિતા રમવાનો અવસર મળશે જેમાં ભારત પાકિસ્તાન આમને સામને ટકરાશે.

    ટી-20 વર્લ્ડકપ 2022 : ટી-20 વર્લ્ડકપ 2022 આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. આ વર્લ્ડકપમાં ભારતનો પાકિસ્તાન સામે મુકાબલો થશે. આ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન બંને ક્વોલિફાય થયા છે અને સંભવત: સામ સામે ફરીથી આગામી ઓક્ટોબરમાં ટકરાતા જોવા મળશે.

    એશિયા કપ 2022

    આગામી વર્ષે ભારત પાકિસ્તાન 2022ના એશિયા કપની ટી-20 ચેમ્પિયનશીપમાં થશે. આ એશિયા કપની મહેમાનગતિ શ્રીલંકા કરી રહ્યુ છે. ભારત પાકિસ્તાન સામે આ ટુર્નામેન્ટમાં ટકરાશે. અગાઉ 2018માં એશિયા કપ થયો હતો જે ભારતે બાંગ્લાદેશ સામે જીત્યો હતો.

    આ પણ વાંચો : PHOTOS: ક્રિસ ગેલની પત્ની છે ફેશન ડિઝાઇનર, કપલની બિંદાસ્ત તસવીરો જોઈને રહી જશો દંગ

    2023 વર્લ્ડકપ

    વર્ષ 2023નો મુખ્ય વર્લ્ડપ ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. ભારતના આયોજનમાં યોજાનારા આ વર્લ્ડકપમાં સ્વાભાવિક પણે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે અને વનડે વર્લ્ડકપમાં ભારતને પોતાની જીતનો રેકોર્ડ કાયમ રાખવાની તક મળશે.

    આ પણ વાંચો : T20 World cup 2021: સેમિફાઇનલમાં કઈ ટીમ કોની સામે ટકરાશે? જો મેચ ટાઇ થાય અને સુપરઓવર ન ફેંકાય તો કોણ પહોંચશે ફાઇનલમાં

    2023 એશિયા કપ વન ડે

    વર્ષ 2023માં એશિયાકપ વનડે યોજાવાનો છે. આ વન ડે કપની મહેમાનગતિ પાકિસ્તાનના હાથમાં છે. પાકિસ્તાન પહેલાંથી જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે તે ન્યૂટ્રલ વેન્યુ પર આયોજન નહીં કરે. આગામી દિવસોમાં જ આ એશિયા કપનું શિડ્યુલ બની શકે છે. આમ કુલ મળીને 2 વર્ષમાં ભારતને પાકિસ્તાન સામે રમવાના ચાર અવસર મળશે.

    પાકિસ્તાન અજય

    પાકિસ્તાનનું ક્રિકેટ દિનપ્રતિદિન સુધર્યુ છે અને તેનું તાજું ઉદાહરણ આ ટી-20 વર્લ્ડકપ છે. આ વર્લ્ડરકપની  સુપર-12ની બંને ગ્રુપની તમામ મેચોમાં એક માત્ર પાકિસ્તાન અજય રહ્યુ છે. પાકિસ્તાન પાંચેય મેચ જીતીને 10 પોઇન્ટ સાથે સેમિફાઇનલમાં પ્રવેશી ગયું છે ત્યારે પાકિસ્તાન માટે હવે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને ફાઇનલનો અંતિમ પડાવ પસાર કરવાનો છે. પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે આ પડકારોનો સામનો કરવો પડી શકે છે.
    Published by:Jay Mishra
    First published: