Ind vs Pak: વકાર યુનિસે ઝેર ઓક્યું! પહેલાં કહ્યુ- હિંદુઓ વચ્ચે રિઝવાને નમાઝ પઢી એ બહું ગમ્યું, ટીકા થતા માફી માગી
Ind vs Pak: વકાર યુનિસે ઝેર ઓક્યું! પહેલાં કહ્યુ- હિંદુઓ વચ્ચે રિઝવાને નમાઝ પઢી એ બહું ગમ્યું, ટીકા થતા માફી માગી
વકાર યુનિસની ફાઇલ તસવીર, ભારત સામેની મેચમાં નમાઝ અંગે કરેલા નિવેદનથી વિવાદમા આવી ગયો
ind vs pak T20 world Cup:પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે વકાર યુનિસના નિવેદન બાદ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી, એક જીતમાં પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું
આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન (T20 World cup ind vs pak) વચ્ચે ખરાખરીનો જંગ હતો. આ જંગમાં ભારતની પાકિસ્તાન સામે શરમજકનક (ind vs pak Result) હાર થઈ હતી. ભારતની હાર સાથે પાકિસ્તાને ઐતિહાસિક જીત નોંધાવી હતી. ભારતની હાર બાદ ટીવી શોમાં પાકિસ્તાનના પૂર્વ બૉલર વકાર યુનિસે ઝેર ઓક્યું હતું. વકારે કહ્યું કે મને તો પાકિસ્તાનની જીત કરતાં પણ વધારે એ ખુશી એ વાતની થઈ કે રિઝવાને હિંદુઓની (Younis' comment on Mohammad Rizwan offering namaz) વચ્ચે નમાઝ અદા કરી! આ નિવેદન બાદ ભારતના પૂર્વ ટેસ્ટ ઑપનર વસીમ જાફરે યુનિસનો ઉધડો લઈ લીધો. જાફરે લખ્યું કે વકાર યુનિવસ તરફથી ખરેખર શરમજનક નિવેદન!
એઆરવાય ન્યૂઝ સાથેના ટીવી શોમાં વકાર યુનિસ બોલ્યો હતો કે જેવી રીતે રિઝવાને બેટિંગ કરી અને સ્ટ્રાઇક રોટેટ કરી તે ખરેખર અદભૂત હતું. ખાસ કરીને તેણે મેદાનમાં નમાઝ અદા કરી, ખાસ કરીને હિંદુએની વચ્ચે તે મારા માટે ખૂબ ખાસ વાત હતી.'
વકારને ઝેર ઓક્યા બાદ ભાન થયું!
ટીવી શો પર ઝેર ઓકનારા વકારને રહીને રહીને ભાન થયું કે તેણે આ ભાંગરો વાટ્યો છે. જોકે, તેની ચોમેર ટીકાઓ થઈ ગઈ હતી. ટીકાઓનો સામનો કર્યા બાદ વકારે ટ્વીટર પર સૂફિયાણી વાતો લખી. ટ્વીટર પર આ નિવેદન અંગે ખુલાસો કર્યો.
"Rizwan offered Namaz during #INDvPAK match in middle of Hindus was most satisfying thing Mashallah, even more than his batting"
રમત તો લોકોને જોડે છે, જે કહેવાઈ ગયું તેના માટે માફી
વકારે ટ્વીટર પર લખ્યું કે ગરમાગરમીમાં એ વખતે મારાથી એવું કહેવાઈ ગયું જે હું કહેવાનો અર્થ જુદો હતો. આના કારણે ઘણા લોકોની લાગણીઓ દુભાઈ છે. હું આના બદલ માફી માંગું છું. આ ઈરાદાપૂર્વક નહોતું. ખેરખર ભૂલ હતી. રમત લોકોને ધર્મ-જાતિ રંગભેદના ભેદભાવથી વિપરીત એક કરવાનું કામ કરે છે. માફી
In the heat of the moment, I said something which I did not mean which has hurt the sentiments of many. I apologise for this, this was not intended at all, genuine mistake. Sports unites people regardless of race, colour or religion. #apologies 🙏🏻
વકાર યુનિસ એ.આર.વાય ટીવી પર પાકિસ્તાનની જીત બાદ વખાણ કરી રહ્યા હતા. આ સમાચાર કાર્યક્રમમાં તેણે રિઝવાનના ખૂબ વખાણ કર્યા હતા. હકિકતમાં ભારત-પાકિસ્તાનની મેચ વખતે ડ્રિંક્સ બ્રેક વખતે રિઝવાને મેદાન પર નમાઝ અદ કરી હતી. આ અંગે વાકાર યુનિસે આવું નિવેદન આપ્યું હતું. જોકે, રમતને ધર્મથી દૂર રાખવી જોઈએ એવું વકારને કોણ સમજાવશે. ખેર આ ભાંગરો વાટી દીધા બાદ હવે વકારના પસ્તાવાનો પાર નથી.