ધોનીનો Viral Video! 5 વર્ષ પહેલા જ કરી દીધી હતી પાકિસ્તાન સામેની હારની ભવિષ્યવાણી

મહેન્દ્રસિંહ ઘોનીએ તો કહ્યું જ હતું કે આજે નહીં તો 10 વર્ષ પછી 20 વર્ષ પછી એ હાર તો થશે (MS Dhoni Instagram)

IND VS PAK T20 World Cup Match : પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Ms Dhoni)એ આ હારની ભવિષ્યવાણી 5 વર્ષ પહેલાં કરી દીધી હોય તેવો વિડીયો વાયરલ થયો છે.

 • Share this:
  T20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન સામે થયેલી શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયા (India Vs Pakistan)ના ફેન્સ ખૂબ જ નિરાશ છે. વર્લ્ડ કપમાં 29 વર્ષો બાદ પાકિસ્તાન ભારત સામે જીતી શક્યું છે, પરંતુ પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Ms Dhoni)એ આ હારની ભવિષ્યવાણી 5 વર્ષ પહેલાં કરી દીધી હોય તેવો વિડીયો વાયરલ થયો છે.

  શું છે આ વિડીયોમાં?  આ વિડીયો પાંચ વર્ષ પહેલાનો છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. ધોની 2016ના ટી-20 વર્લ્ડ કપ દરમિયાન પ્રેસ કોન્ફરન્સને સંબોધીને કહી રહ્યો હતો કે, જો તમને વર્લ્ડ કપમાં આપણે પાકિસ્તાન કરતાં 11-0થી આગળ હોવાનો ગર્વ હોય તો, એ પણ એક હકીકત છે કે આપણે આજે નહીં તો કાલે ચોક્કસપણે હારીશું. આજે હારો, 10 વર્ષ બાદ હારો, 20 વર્ષ પછી હારો કે 50 વર્ષ પછી હારો. પણ દર વખતે જીતી જાવ તેવું હંમેશા શક્ય બને નહીં.

  29 વર્ષ બાદ પાકિસ્તાનની જીત

  રવિવારે પાકિસ્તાને 29 વર્ષ જુના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય હારી નથી. 2016ના T20 વર્લ્ડ કપમાં ટિમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. જોકે, રવિવારે આ રેકોર્ડ તૂટી ગયો છે. મેચ બાદ ટીમ ઇન્ડિયાના મેન્ટર મહેન્દ્રસિંહ ધોની પાકિસ્તાની ક્રિકેટરોને મળ્યા હતા.  દરેક મોરચે ટીમનું પ્રદર્શન નબળું રહ્યું

  પાકિસ્તાન સામેની શરમજનક હાર બાદ કૅપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા દરેક મોરચે નિષ્ફળ રહી હોવાનું સ્વીકાર્યું હતું. તેણે કહ્યું કે, અમે જે રીતે અમારી રણનીતિ પર અમલ કરવા માંગતા હતા, તેવું ન કરી શક્યા. તેમણે દરેક સ્તરે અમારા કરતા સારું પ્રદર્શન કર્યું હતું. માત્ર એક હારથી ટીમ માટે ખતરાની ઘંટડી વાગે તેવું નથી, આ ટુર્નામેન્ટની શરૂઆત છે અંત નથી.

  આ પણ વાંચો : T20 World cup ind vs pak: પાકિસ્તાની છોકરીએ ધોનીને કહ્યું, 'માહી આ મેચ છોડી દે,' ધોનીનો Viral Video

  શું કહ્યું પાકિસ્તાની કેપ્ટને?

  બાબર આઝમે મેચમાં પાકિસ્તાની ખેલાડીઓએ દરેક રણનીતિ પર ખૂબ સારી રીતે અમલ કર્યો હોવાનું કહી જીતનો શ્રેય આખી ટીમને આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, અમે અમારી રણનીતિ સારી રીતે અમલમાં મૂકી હતી. શાહીને જે રીતે શરૂઆત કરી તેનાથી અમારું મનોબળ વધ્યું હતું. સ્પિનરોએ મિડલ ઓવરોમાં પરિસ્થિતિને સારી રીતે સંભાળી હતી અને અમારા બોલરોએ તેમને ડેથ ઓવરોમાં મુક્તપણે રમવા દીધા ન હતા.

  આ પણ વાંચો : IND VS PAK: 10 વિકેટથી કારમી હાર, 29 વર્ષ.. પાક સામે પછડાટ બાદ કોહલીના ખાતે લખાઈ ગયા અનેક શરમજનક રેકોર્ડ

  ઉલ્લેખનીય છે કે, ધોની હાલમાં ટીમ ઇન્ડિયાના મેન્ટર છે અને હાર બાદ ટીમ ઇન્ડિયાને વિનિંગ ટ્રેક પર મૂકવાની જવાબદારી પણ તેની રહેશે. આગામી મેચમાં ભારત કેવી રીતે બાઉન્સ બેક કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
  Published by:Jay Mishra
  First published: