Home /News /sport /IND vs PAK T20 World Cup: મેચ પહેલાં ક્રિકેટ ચાહકો સાથે IND-PAKની કંપનીઓ વચ્ચે પણ 'ડખો,' ટ્વીટર પર ઉપાડા લીધા

IND vs PAK T20 World Cup: મેચ પહેલાં ક્રિકેટ ચાહકો સાથે IND-PAKની કંપનીઓ વચ્ચે પણ 'ડખો,' ટ્વીટર પર ઉપાડા લીધા

ભારત પાકિસ્તાન મેચના કારણે ઝોમેટો અને કરિન પાકિસ્તાન મેચ બર્ગર પિત્ઝાના મુદ્દે ભીડાઈ ગયા

IND vs PAK T20 World Cup: T20 વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલાં ચાહકો તો ઠીક પણ ભારત પાકિસ્તાનની બે કંપનીઓ વચ્ચે ધમસાણ થઈ ગયા છે, એક બીજાની ખેચમખેંચ પર ઉતરી આવી કંપની

ભારત પાકિસ્તાન વચ્ચે આજે ટી-20 વર્લ્ડકપમાં 05 વર્ષ બાદ મેચ યોજાવાની છે (IND VS PAK T 20 World Cup Match ) આ ફક્ત એક ક્રિકેટ મેચ નથી પરંતુ બે દેશો વચ્ચેના લાખો કરોડો લોકોના અરમાનો અને આશાઓ સાથે જોડાયેલો મુદ્દો છે. બંને દેશોના ક્રિકેટ ચાહકો આ મેચ પહેલાં પોતાની ટીમ જીતે એવી દુવાઓ કરી રહ્યા છે પ્રાર્થનાઓ કરી રહ્યા છે. જોકે, આ સ્થિતિમાં ક્રિકેટ ચાહકો તો ઠીક પરંતુ ભારત પાકિસ્તાનની બે કંપનીઓ પણ સોશિયલ મીડિયામાં ભીડાઈ ગઈ છે. કિરમ પાકિસ્તાન અને ઝોમેટો (Careem Pakistan VS Zomato on Twitter) વચ્ચે શાબ્દીક ટપાટપી બોલી જાતા ચાહકોની મજા પડી રહી છે. ટ્વીટર પર આ ડખાએ ઉપાડા લીધા છે. પિત્ઝા બર્ગરના મામલે થયેલી માથાકૂટ સોશિયલ મીડિયામાં વાયરલ છે.

હકિકતમાં ઝોમેટો દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટેગ કરીને લખવામાં આવ્યું હતું કે જો તમારે આજે રાત્રે બર્ગર કે પિઝ્ઝે જોઈએ તો અમે ફક્ત એક મેસેજ દૂર છીએ. આના જવાબમાં કરિમ પાકિસ્તાને લખ્યું છે કે 'ચિંતા ન કરો અમે ફ્રી બર્ગર અને પિઝ્ઝે ડિલિવર કરીશું અને 'ફેન્ટાસ્ટિક ચા' પણ

હકિકતમાં પાકિસ્તાની કંપનીએ વિંગ કમાન્ડર અભિનંદનના સંદર્ભમાં ફ્રી ચાની વાત કરી છે. જેમાં 'ફેન્ટાસ્ટિક ચા'ની વાત કરવામાં આવી છે. જેના જવાબમાં યૂઝર્સ સોશિયલ મીડિયા પરના જૂના વીડિયો શેર કરી રહ્યા છે.

કરિન પાકિસ્તાન અને ઝોમેટો વચ્ચે ટપાટપી બોલી


પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ટીમને આપી છે સલાહ

ઈમરાન ખાન સાથેની મુલાકાત અંગે પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમે જ માહિતી આપી હતી. બાબર આઝમે જણાવ્યું કે 'અમે દુબઈ આવ્યા તે પહેલાં વઝીર-એ-આઝમ સાથે અમારી વાત થઈ હતી. તેમણે પોતાનો અનુભવ જણાવ્યો હતો અને કહ્યું હતું કે વર્ષ 1992ના વર્લ્ડકપનો માહોલ કહેવો હતો. તેમની અને ટીમની બોડી લેંગ્વેજ કેવી હતી.

આ પણ વાંચો :  IND VS PAK: ઘોનીના જબરા ફેન Chacha Chicagoનો Viral Video, ભારત-પાકની મિક્સ જર્સી પહેરી આપ્યો છે ખાસ સંદેશ

T20 World Cup IND VS PAK પિચ રિપોર્ટ

ભારતે ગ્રુપ સ્ટેજની 5 મેચો દુબઈમાં રમવાની છે. પાછલા કેટલાક વર્ષોનો રેકોર્ડ ચકાસીએ તો અહીંયા પિચનો મિજાજ ખાસ બદલાયો નથી. પાછલી બે આઈપીએલની મેચમાં અહીંયા એવરેજ સ્કોર 150-160 રહ્યો છે. અહીંયા ફાસ્ટ બૉલરને વિકેટ મળે છે. જ્યાં સુધી રેકોર્ડનો સવાલ છે ત્યાં સુધી અહીંયા ફાસ્ટ બૉલર એવરેજ 27 રન આપે છે જ્યારે સ્પિનર એક વિકેટ સાથે 32 રન આપે છે. આ સ્થિતિમાં ભારત પાકિસ્તાન 3-3 ફાસ્ટ બૉલર સાથે ઉતરી શકે છે.
First published:

Tags: Ind Vs Pak, T20 world cup, Zomato