હાલ ટી-20 વર્લ્ડ કપ 2021(T20 World Cup 2021) ચાલી રહ્યો છે અને હંમેશાની જેમ ભારત-પાકિસ્તાન(INDvsPAK) વચ્ચેની મેચ સૌથી વધુ લાઇમ લાઇટમાં રહે છે. પરંતુ જ્યારે પાકિસ્તાને ભારતને વર્લ્ડ કપ મેચમાં હરાવ્યું છે, ત્યારથી ભારતીય ટીમના ખેલાડીઓ માટે સ્થિતિ થોડી મુશ્કેલ બની છે. કારણ કે ભારતીયો માટે ક્રિકેટ પણ તહેવાર સમાન છે અને આ હારથી ફેન્સ ઘણા નારાજ થયા છે. જેથી ટીમના ખેલાડી(Team India) હાલ ટ્રોલર્સ(Trollers)ના નિશાને આવી રહ્યા છે અને લોકોના રોષનો સામનો કરી રહ્યા છે.
તેનું સૌથી તાજેતરનું ઉદાહરણ છે બોલર મોહમ્મદ શમી(Baller Mohammad Shami). જે હાલ ટ્રોલર્સના નિશાના પર છે. શમી આશ્ચર્યચકિત છે કે કઇ રીતે એક મેચ તમારી રમત અને દેશ માટે તમારી દેશભક્તિ પર સવાલ ઉભો કરી શકે છે.
2004માં સ્થિતિ અલગ જ હતી
જોકે વર્ષ 2004માં સ્થિતિ કંઇક અલગ જ હતી. જ્યારે ભારતે મેચ જીતી અને જીતના જશ્નમાં ફેન્સે ઇરફાન પઠાન(Irfan Pathan)નું નામ ગુંજવ્યુ હતું. ઇરફાન પઠાને માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર પોતાના પિતાનો એક વિડીયો શેર(Video) કર્યો છે. જેમાં તેઓ એક કિસ્સો સંભળાવી રહ્યા છે.
વિડીયો શેર કરી કેપ્શનમાં ઇરફાને લખ્યું છે કે, મારા પિતા તરફથી એક નાનો કિસ્સો. જ્યારે અમે 2004માં પાકિસ્તાન સામે ટૂર જીતીને પરત ફર્યા હતા. અમે જામા મસ્જિદમાં રહેતા હતા. મારા પિતા મસ્જિદના ટેરેસ પર ભારતીય ત્રિરંગા સાથે ગયા અને ત્રિરંગો લહેરાવી તમામ ક્રિકેટ ફેન્સનું અભિવાદન કરી અમારી જીતની ઉજવણી કરી.
આખું વડોદરા રસ્તા પર હતું, ઈરાન ઝીંદાબાદ, યુસુફ ઝીંદાબાદના નારા લગાવી રહ્યા હતા...
તેના પિતા વિડીયોમાં કહી રહ્યા છે કે, આખું વડોદરા તેના ઘરની બહાર ઉભું હતું, લોકો ઉત્સાહિત હતા અને ઇરફાન પઠાન ઝીંદાબાદ અને યુસુફ પઠાન ઝીંદાબાદના નારા લગાવી રહ્યા હતા.
Here is a little story from my father, when we came back victorious from from the Pakistan tour in 2004. We use to live in jamma masjid, My father went to the terrace of masjid with proudly holding indian flag 🇮🇳 to greet all the fans who came to celebrate our victory on d field. pic.twitter.com/iirlYa0pGt
પરંતુ જ્યારથી આપણે આ વખતે પાકિસ્તાન સામે મેચ હાર્યા છીએ ત્યારથી સ્થિતિ કંઇક અલગ છે. ઇરફાને શેર કરેલા આ વિડીયોમાં નીચે લોકો કમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો સહયોગ આપી રહ્યા છે.
એક યુઝરે કમેન્ટ કરી જણાવ્યું કે, આ કહાનીની શું જરૂર છે. બધા જાણે છે કે આપણે ભારતને ખૂબ ચાહીએ છીએ. કોઇની ચાલમાં ફસાવું નહીં. જય હિંદ. જ્યારે અન્ય યુઝરે કમેન્ટ કરી કે, ઇરફાન પઠાન અને યુસુફ પઠાન બંને ભારત અને ભારતીય ટીમનું ગૌરવ છે. જ્યારે ઘણા યુઝર્સે કહ્યું કે, તમારે તમારા દેશપ્રેમ માટે સ્પષ્ટતા કરવાની કોઇ જરૂર નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર