T20 World Cup: માતા વેન્ટિલેટર પર લડી રહી હતી જિંદગી-મોતનો જંગ, છતા દીકરાએ મેચ રમી નિભાવી ફરજ

બાબર આઝમની માતાની તબિયત અંગે તેના પિતા જ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ લખીને માહિતી આપી છે.

IND VS PAK T20 World cup : આ ખેલાડીના પિતાએ જ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી અને જણાવ્યું કે કેટલીક વાતો એવી છે જેની ખબર દેશને હોવી જોઈએ

  • Share this:
    ભારત-પાકિસ્તાનની (IND VS PAK) મેચ ચાલી રહી હતી ત્યારે લાખો કરોડો લોકોની દિલોની ધડકન તેજ થઈ ગઈ હતી. અનેક લોકોના શ્વાસ અટકી ગયા હતા અને જીવસસટોસટનો ખેલ ખેલાઈ રહ્યો હતો. દુબઈના (Dubai T20 world cup match) સ્ટેડિયમમાં પાકિસ્તાની ખેલાડીઓ આઉટ થઈ શકતા નહોતા અને ભારતમાં લોકોના દિલોની ઘડકન તેજ થઈ ગઈ હતી. આ સ્થિતિમાં એક ખેલાડી એવો પણ હતો જે મેદાન પર હતો પરંતુ તેનું મન હૉસ્પિટલના બિછાને પડેલી બિમાર માતા પાસે હતું. તે ચોગ્ગા છગ્ગા મારી રહ્યો હતો પરંતુ તેને જીતની ખુશી કરતા વધારે ચિંતા માતાના સાજા થઈ જવાની હતી. જોકે, આ સ્થિતિ આ ખેલાડીની ફક્ત ભારત સામેની મેચ વખતે જ નહીં પરંતુ ન્યૂઝીલેન્ડ અને ગઈકાલે રમાયેલી અફઘાનિસ્તાન સામેની મેચ વખતે પણ હતી. આ ખેલાડી અન્ય કોઈ નહીં પરંતુ ખુદ પાકિસ્તાની કેપ્ટન (Babar azam Mother was on Ventilator) બાબર આઝમ છે. આ કરૂણ કહાણી બાબરના પિતાએ જ જણાવી છે કે જ્યારે બાબર આ ત્રણેય મેય રમી રહ્યો હતો ત્યારે તેની માતા જિંદગી મોત વચ્ચે વેન્ટિલેટર પર પર જોલા ખાઈ રહી હતી.

    બાબર આઝમના પિતા આઝમ સિદ્દીકીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેણે લખ્યું, 'કેટલુક સત્ય મારા દેશને હવે જાણવું જોઈએ. ત્રણેય જીત માટે તમને બધાને અભિનંદન. અમારા ઘર માટે તે એક મોટી કસોટી હતી. જે દિવસે ભારત સામે મેચ રમાઈ હતી તે દિવસે તેની માતા વેન્ટિલેટર પર હતી.તેમણે લખ્યું હતું કે બાબર નબળો ન પડે તેવું હું ઈચ્છતો હતો. હવે બધું બરાબર છે. ત્રણેય મેચ દરમિયાન તે મુશ્કેલીમાં હતો.

    કોહલીનો વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો

    પાકિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ સંભાળી રહેલા બાબર આઝમે માત્ર 26 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ આટલા રન સુધી પહોંચવા માટે 30 ઇનિંગ્સ લીધી હતી. આમ તો કેપ્ટનશીપ કરતા વિરાટે ટી20માં અત્યાર સુધીમાં 1559 રન બનાવ્યા છે. જ્યારે બાબર આઝમના નામે કુલ 1042 રન છે.




    આ ખેલાડીના નામે છે સૌથી વધુ રન

    રેકોર્ડના આંકડાઓ પર નજર કરીએ તો ટી20માં ટીમની કેપ્ટનશીપ સંભાળતા સૌથી વધુ રન ઓસ્ટ્રેલિયાના એરન ફિંચના નામે છે. તેમણે અત્યાર સુધીમાં 1626 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં 1559 રનની સાથે વિરાટ બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સ છે.

    આ પણ વાંચો : આ પણ વાંચો : T20 World Cup: અફઘાનિસ્તાન હાર્યું પણ રાશીદ ખાને તોડ્યો મલિંગા અને શાકીબનો આ રેકોર્ડ


    3 વર્ષમાં બાબરનો દબદબો

    નિઃસંકોચ બાબર આઝમ ટી20 ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે. તેમણે છેલ્લા 3 વર્ષોમાં સૌથી વધુ 1427 રન બનાવ્યા છે. જ્યારે વિરાટે આ દરમિયાન 1114 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બાબરે 41 મેચ રમ્યો છે, જ્યારે વિરાટે આ દરમિયાન માત્ર 29 મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. સ્વાભાવિક રૂપે વિરાટની એવરેજ 61.88ની છે. જ્યારે બાબરની એવરેજ માત્ર 43.24ની છે.
    Published by:Jay Mishra
    First published: