Ind vs Pak: ભારત સામે જીત પછી છકી નથી ગયો કેપ્ટન બાબર, ખેલાડીઓને આપેલી સલાહનો Video Viral

બાબર આઝમે પાકિસ્તાનની ટીમને આપી છે ખાસ સલાહ

Ind vs Pak T20 World cup match: પાકિસ્તાનનું લક્ષ્ય વર્લ્ડકપ, બાબર આઝમે ટીમને આપેલી સલાહનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરી રહ્યા છે લોકો જુઓ વીડિયો

  • Share this:
    ગઈકાલે આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન (T20 World cup ind vs pak) વચ્ચે ખરાખરીનો જંગ હતો. આ જંગમાં ભારતની પાકિસ્તાન સામે શરમજકનક (ind vs pak Result) હાર થઈ હતી. ભારતની હાર સાથે પાકિસ્તાને ઐતિહાસિક જીત નોંધાવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટ્વીટર પર મૂકેલા એક વીડિયોમાં વીડિયોમાં (Babar Azam Video of Dressing room Address) બાબર નેક ખેલાડી કહે છે કે જશ્ન મનાયે. હોટલ જઈને તમારા પરિવાર સાથે આ પળનો આનંદ લેજો, પરંતુ ભૂલતા નહીં કે આપણું લક્ષ્ય વર્લ્ડકપ છે. આપણે વર્લ્ડકપ જીતવાનો છે.

    બાબરે કહ્યું કે આપણે ઓવર એક્સાઇટ નથી થવાનું. આપણે આપણી આદતો બદલવાની છે. મને દેખાઈ રહ્યુ છે કે આપણે આ આદતો બદલીશું અને જીત મેળવીશું. આ શરૂઆત છે એન્જોય કરજો પરંતુ ઓવર એક્સાઇટ નહીં થતા.

    ફોકસ આપણું એક જ વર્લ્ડકપ

    બાબરે કહ્યું કે આજની મેચની જીત પછી આપણે સાથે મળીને જીતનો આનંદ કરીશું પરંતુ ઓવર એક્સાઇટ નથી થવું. ફોકસ આપણું એક જ છે વર્લ્ડકપ. ' પાકિસ્તાનના હેડ કોચે પણ ખેલાડીઓનો ઉકત્સાહ ખૂબ વધાર્યો હતો. શાબાશી આપી હતી. કોચે કહ્યું હતું કે સમગ્ર વિશ્વની નજર આપણા પર છે. આપણે યાદ રાખવાનું છે કે આપણે જે સારું કર્યુ તે લોકોએ જોયું છે અને લોકો તેનો તોડ કાઢીને આવશે એટલે આપણે શાંતિથી જપીને બેસી નથી રહેવાનું પણ વધારે સારું પ્રદર્શન કરવાનું છે.

    હેડન અને ફિલાન્ડરનો મુખ્ય રોલ

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને આવી કરીશ્માઈ જીત માટે મેથ્યુ હેડન અને ફિલાન્ડરે તૈયાર કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ બંને ખેલાડીઓની પસંદગી ટી-20 કોચ તરીકે કરી છે અને તેમણે ટીમમાં ખૂબ બદલાવ કર્યો હતો. પહેલીવાર પાકિસ્તાની ટીમે ખતરનાક પર્ફોમન્સ આપી અને ભારતને વર્લ્ડકપમાં હાર આપી છે.



    આ પણ વાંચો : IPL 2022 News Ahmedabad Team: ગુજરાતીઓ આનંદો! 2022ની આઈપીએલમાં રમશે અમદાવાદની ટીમ, CVC Capitalએ જીતી બાજી

    12-0નો રેકોર્ડ તૂટ્યો

    પાકિસ્તાન સામે હારની સાથે જ વર્લ્ડકપની સિરીઝમાં ભારતનો 12-0નો રેકોર્ડ તૂટી ગયો છે. પાકિસ્તાન સામે ભારતની અગાઉ વન-ડે વર્લ્ડકપની 7-0 અને ટી-20 વર્લ્ડકપની 5-0ની જીતનો રેકોર્ડ હતો જે ભારતે જાળવી રાખ્યો નથી જ્યારે 10 વિકેટે હરાવી અને પાકિસ્તાને ઈતિહાસ રચી નાખ્યો છે.
    Published by:Jay Mishra
    First published: